Bank Holidays : ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બંધ રહેશે બેન્ક, કયા કયા દિવસે છે બેન્કોમાં રજાઓ, જુઓ પુરેપુરુ લિસ્ટ.......
આનો સીધો અર્થ એ છે કે, કેટલાક રાજ્યોમાં રજાઓ રહેશે, વળી અન્ય રાજ્યોમાં બેન્ક ખુલ્લી રહેશે. વળી, જાણકારી અનુસાર, કેટલીક જગ્યાએ પર બેન્ક સતત ત્રણ દિવસ બંધ રહેશે.

નવી દિલ્હીઃ બેન્ક સુવિધાઓ આગામી મહિને એટલે કે ઓગસ્ટ મહિનામાં 15 દિવસો સુધી બંધ રહેશે. આવામાં જરૂરી છે કે સમય રહેતા બેન્કોના કામો નિપટાવી દેવા જોઇએ. જોકે દેશભરમાં તમામ બેન્ક બેન્ક 15 દિવસ બંધ નહીં રહે કેમકે આરબીઆઇ દ્વારા નક્કી કરેલી રજાઓમાં કેટલીક ક્ષેત્રીય છે.
આનો સીધો અર્થ એ છે કે, કેટલાક રાજ્યોમાં રજાઓ રહેશે, વળી અન્ય રાજ્યોમાં બેન્ક ખુલ્લી રહેશે. વળી, જાણકારી અનુસાર, કેટલીક જગ્યાએ પર બેન્ક સતત ત્રણ દિવસ બંધ રહેશે.
આવો જાણીએ કયા કયા દિવસે ક્યાં ક્યાં બેન્કમાં રહેશે રજાઓ....
1 ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.
8 ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.
13 ઓગસ્ટે પેટ્રિયટ ડે- ઇમ્ફાલમાં બેન્કો બંધ રહેશે.
14 ઓગસ્ટે મહિનાનનો બીજો શનિવાર હોવાના કારણે બેન્કો બંધ રહેશે.
15 ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.
16 ઓગસ્ટે પારસી નવુ વર્ષ- મુંબઇ, બેલાપુર અને નાગપુરમાં બેન્કો બંધ રહેશે.
19 ઓગસ્ટે મોહરમના કારણે અગરતલા, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકત્તા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના, રાયપુર, રાંચી અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.
20 ઓગસ્ટે મોહરમ-ફર્સ ઓનમના કારણે બેંગ્લુરુ, ચેન્નાઇ, કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કોની સેવાઓ બંધ રહેશે.
21 ઓગસ્ટે થિરુવોણમના કારણે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે.
22 ઓગસ્ટે રવિવારના કારણે બેન્કો બંધ રહેશે.
23 ઓગસ્ટે શ્રી નારાયણ ગુરુ જયંતીના કારણે કોચ્ચિ અને તિરુવનંતપુરમમાં બેન્કો બંધ રહેશે.
28 ઓગસ્ટે મહિનાનો ચોથો શનિવાર હોવાના કારણે બેન્કો બંધ રહેશે.
30 ઓગસ્ટે જન્માષ્ટમીના કારણે અમદાવાદ, ચંડીગઢ, ચેન્નાઇ, દેહરાદૂન, જયપુર, જમ્મૂ, કાનપુર, લખનઉ, પટના, રાયપુર, રાંચી, શિલાંગ, શિમલા અને શ્રીનગરમાં બેન્કો બંધ રહેશે.
31 ઓગસ્ટે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના કારણે હૈદરાબાદમાં બેન્કો બંધ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
