શોધખોળ કરો
Advertisement
AGR કેસઃ ભારતી એરટેલે ટેલિકોમ વિભાગમાં જમા કર્યા 8,004 કરોડ રૂપિયા
સુપ્રીમ કોર્ટે આ મહિને ટેલિકોમ કંપનીઓને કહ્યુ હતું કે, તે 24 ઓક્ટોબર 2019ના રોજ આપેલા ચુકાદાનું પાલન કરે
નવી દિલ્હીઃ ભારતી એરટેલે ટેલિકોમ વિભાગમાં એજીઆરની 8004 કરોડ રૂપિયાની રકમની ચૂકવણી કરી હતી. આ અગાઉ 17 ફેબ્રુઆરીએ કંપનીને 10,000 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાની હતી. તાજેતરમાં જ રેટિંગ એજન્સી મૂડિઝે કહ્યું હતું કે, પ્રાઇવેટ ક્ષેત્રની ટેલિકોમ કંપની ભારતી એરટેલ પાસે પાંચ અબજ ડોલરના બંધારણીય રકમની આર્થિક ક્ષમતા છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે આ મહિને ટેલિકોમ કંપનીઓને કહ્યુ હતું કે, તે 24 ઓક્ટોબર 2019ના રોજ આપેલા ચુકાદાનું પાલન કરે. કોર્ટે પોતાના ચુકાદામાં ટેલિકોમ વિભાગની એજીઆરની પરિભાષાને યોગ્ય ઠેરવી હતી.
મૂડીઝે કહ્યું હતું કે, 35,300 કરોડ રૂપિયાની રોકડ ચૂકવણીથી ભારતી એરટેલની લોન ગુણવત્તા પર કોઇ ઉલ્લેખનીય પ્રભાવ નહી પડે. જો કંપનીને મૂળ રકમ અને વ્યાજ મળીને 25,200 કરોડ રૂપિયાની ચૂકવણી કરવી પડશે, તો વર્તમાન રેટિંગમાં તેની સ્થિતિ સંતોષજનક રહેશે. એરટેલને તેની ચૂકવણી 17 માર્ચ સુધીમાં કરવાની છે. આ અગાઉ ભારતી એરટેલે એજીઆરની બાકી રકમમાંથી સરકારને 10 હજાર કરોડ જમા કરાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
બોલિવૂડ
Advertisement