શોધખોળ કરો

સરકારે મતદાન કાર્ડ-આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારી, જાણો લિંક કરવાની શું છે પ્રોસેસ

સરકારે એમ પણ કહ્યું છે કે આધાર અને વોટર આઈડીને લિંક કરવાનું કામ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તેને ફરજિયાત બનાવવામાં આવ્યું નથી.

Voter ID-Aadhaar Link: કેન્દ્ર સરકારે વોટર આઈડી અને આધાર કાર્ડને લિંક કરવાની સમયમર્યાદા વધારી દીધી છે. આનાથી કાર્ડ ધારકોને મોટી સુવિધા મળશે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે હવે આ સુવિધા આવતા વર્ષ સુધી રહેશે અને જો કોઈ કાર્ડ ધારક વોટર આઈડી અને આધારને લિંક કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. આ કાર્ય સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે, જે ઘણી રીતે ફાયદાકારક પણ રહેશે.

સરકારે એક નોટિફિકેશન બહાર પાડીને કહ્યું છે કે અત્યાર સુધી વોટર આઈડી અને આધારને લિંક કરવાની છેલ્લી તારીખ 1 એપ્રિલ, 2023 હતી, જે હવે વધારીને 31 માર્ચ, 2024 કરવામાં આવી છે. એટલે કે કાર્ડ ધારકોને આ કામ પૂર્ણ કરવા માટે પૂરા 1 વર્ષનો વધારાનો સમય આપવામાં આવ્યો છે. સરકારે એમ પણ કહ્યું છે કે આધાર અને વોટર આઈડીને લિંક કરવાનું કામ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે અને તેને ફરજિયાત બનાવવામાં આવ્યું નથી. જો કોઈ વ્યક્તિ આ કામ પૂર્ણ કરવામાં નિષ્ફળ જશે તો તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. જો કે ચૂંટણી પંચે બંને કાર્ડને લિંક કરવાના ઘણા ફાયદા પણ જણાવ્યા છે. પંચનું કહેવું છે કે આનાથી સાચા મતદારની ઓળખ અને એક જ લોકસભા મતવિસ્તારમાં એક જ નામના બે રજિસ્ટ્રેશનને અટકાવી શકાય છે.

કોલ અને એસએમએસ દ્વારા કામ થશે

મતદાર આઈડી અને આધાર કાર્ડનું લિન્કિંગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે થઈ શકે છે. જો તમે ઈચ્છો તો મોબાઈલથી મેસેજ મોકલીને અથવા કોલ કરીને પણ લિંક કરવાનું કામ પૂર્ણ કરી શકો છો. SMS દ્વારા લિંક કરવા માટે, તમારા આધાર અને મતદાર ID નંબરને 166 અથવા 51969 પર SMS કરો. આ માટે, ECILINK<SPACE><EPIC No.><SPACE><Aadhaar No.> ના ફોર્મેટમાં એક સંદેશ મોકલવાનો રહેશે. જો તમે ઇચ્છો તો, તમે સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી 1950 નંબર પર કૉલ કરી શકો છો અને તમારો મતદાર આઈડી અને આધાર નંબર જણાવીને તેને લિંક કરી શકો છો.

ઑફલાઇન પણ થઈ શકે છે લિંક

ઑફલાઇન મોડ દ્વારા આધાર અને મતદાર ID ને લિંક કરવા માટે, તમારે તમારા બૂથ લેવલ ઓફિસર (BLO) ને અરજી કરવી પડશે. BLO તેની ચકાસણી કરશે અને પછી તમારા બંને દસ્તાવેજોની લિંક રેકોર્ડમાં દેખાવા લાગશે. તમે NVSP વેબસાઇટ પર તમારું EPIC દાખલ કરીને BLO વિશે માહિતી મેળવી શકો છો.

આ રીતે ઑનલાઇન કરો લિંક

સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ nvsp.in પર જાઓ.

લોગિન કર્યા પછી, હોમ પેજ પર સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ વિકલ્પ શોધો.

વ્યક્તિગત વિગતો અને આધાર નંબર દાખલ કરો.

રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.

તમે OTP દાખલ કરશો કે તરત જ તમારું આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ લિંક થઈ જશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget