Brezza Booking: મારુતિ સુઝુકીની શાનદાર જાહેરાત, માત્ર રૂ. 11,000માં બુક કરો નવી બ્રેઝા
30 જૂને મારુતિ સુઝુકી ઈન્ડિયા નેક્સ્ટ જનરેશન કાર વિટારા બ્રેઝા લોન્ચ કરવા જઈ રહી છે.
Maruti Suzuki Brezza Booking: દેશની સૌથી મોટી કાર મેન્યુફેક્ચરિંગ કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ સોમવારે તેની કોમ્પેક્ટ એસયુવી બ્રેઝાના આગામી નવા વેરિઅન્ટ માટે બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી છે. નવી બ્રેઝા, જે મહિનાના અંતમાં લોન્ચ કરવામાં આવશે, તે નવી યુગની ટેક્નોલોજી અને કનેક્ટેડ ફીચર્સ સાથે ઇલેક્ટ્રિક સનરૂફ જેવી સુવિધાઓ સાથે આવશે, કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું.
11,000 રૂપિયામાં બુકિંગ
તેમાં 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન વિકલ્પ સાથે નેક્સ્ટ જનરેશન પાવરટ્રેન પણ મળશે. ગ્રાહકો 11,000 રૂપિયાની પ્રારંભિક ચુકવણી સાથે કંપનીના કોઈપણ એરેના શોરૂમ અથવા તેની વેબસાઇટ પરથી નવો બ્રેઝા બુક કરાવી શકે છે.
કંપની મેનેજમેન્ટે શું કહ્યું?
મારુતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડ (MSIL)ના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર (માર્કેટિંગ અને સેલ્સ) શશાંક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, “દેશના કોમ્પેક્ટ SUV સેગમેન્ટમાં બ્રેઝાનો મજબૂત બજાર હિસ્સો છે અને આજે અમને એ જણાવતા આનંદ થાય છે કે અમે આ SUVને એક નવા જ અવતારમાં રજૂ કરી રહ્યા છીએ.
મારુતિ સુઝુકીની નેક્સ્ટ જનરેશન કાર વિટારા બ્રેઝા ક્યારે આવશે?
30 જૂને મારુતિ સુઝુકી ઈન્ડિયા નેક્સ્ટ જનરેશન કાર વિટારા બ્રેઝા લોન્ચ કરવા જઈ રહી છે. વિટારા બ્રેઝામાં, તમને 1.5 લિટર K15C ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન જોવા મળશે, જે 103bhp અને 137Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. ગિયરબોક્સની વાત કરીએ તો તેમાં 5-સ્પીડ મેન્યુઅલ અને નવું 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક ગિયરબોક્સ પણ મળશે. આ SUV સનરૂફ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ઈલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ હોલ્ડ આસિસ્ટ અને 6 એર બેગ જેવી સુવિધાઓથી સજ્જ હશે. આ સાથે તમને જણાવી દઈએ કે આ SUVમાં તમને અપડેટેડ નવું ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ પણ જોવા મળશે.