શોધખોળ કરો
....તો દેશની આ મોટી ટેલિકોમ કંપની થઈ જશે બંધ, જાણો શું છે કારણ

નવી દિલ્હીઃ નાણાકીય ખોટનો સામનો કરી રહેલ જાહેર ક્ષેત્રની ટેલીકોમ કંપની બીએસએનએલમાં નવા પ્રાણ ફૂંકવા, ડિસઇનવેસ્ટમેન્ટ માટે તમામ શક્ય પ્રયત્નોની સાથે સાથે સરકાર બંધ કરવા પર પણ વિચાર કરી રહી છે. કેન્દ્ર સરકારે બીએસએનએલને દેશની સૌતી મોટી ખોટ કરી પીએસયૂ કંપની બનતી રોકવા માટે શક્ય તમામ વિકલ્પો શોધવા માટે કહ્યું છે. ૨૦૧૭-૧૮ના નાણાકીય વર્ષના અંત સુધીમાં બીએસએનએલની કુલ ખોટ ૩૧,૨૮૭ કરોડ રૂપિયા સુધી પહોંચ્યા બાદ કંપનીના ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં કેન્દ્રના ટેલિકોમ સચિવ અરુણા સુંદરરાજન સાથેની બેઠકમાં આ નિર્દેશ આપવામાં આવ્યો હતો.
અંગ્રેજીના સમાચા પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે ટેલિકોમ સચિવ સમક્ષ એક પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં કંપનીની નાણાકીય હાલત, તેના કુલ નુકશાનની ચર્ચા થઈ. આ સિવાય તેમણે સંભવિત રીતે કર્માચારીઓ માટે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) અને સમય પહેલા સેવાનિવૃત્તિની યોજાનાનું વિસ્તૃત વિવરણ રજુ કર્યું.
BSNL માટે સૌથી મોટું ટેન્શન તેના કર્મચારીઓ છે. કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે તેણે વીઆરએસ અને સેવાનિવૃત્તિની ઉંમર 60 વર્ષથી ઘટાડી 58 વર્ષ કરવાની વાત કરી છે. જો સેવાનિવૃત્તિની ઉંમર 2019-20થી ઘટાડી દેવામાં આવે તો આનાથી કંપનીને પગાર ખર્ચમાં 3000 કરોડ રૂપિયાની બચત થશે. વીઆરએસના સંબંધમાં કંપનીએ કહ્યું કે, તે આના માટે 56-60 વર્ષની ઉંમરવાળા કર્મચારીઓને ટાર્ગેટ કરશે, જેથી 67000 કર્મચારી આ દાયરામાં આવી જશે.
અંગ્રેજીના સમાચા પત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રકાશિત અહેવાલ અનુસાર, BSNLના ચેરમેન અનુપમ શ્રીવાસ્તવે ટેલિકોમ સચિવ સમક્ષ એક પ્રેઝન્ટેશન આપ્યું, જેમાં કંપનીની નાણાકીય હાલત, તેના કુલ નુકશાનની ચર્ચા થઈ. આ સિવાય તેમણે સંભવિત રીતે કર્માચારીઓ માટે વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ (વીઆરએસ) અને સમય પહેલા સેવાનિવૃત્તિની યોજાનાનું વિસ્તૃત વિવરણ રજુ કર્યું.
BSNL માટે સૌથી મોટું ટેન્શન તેના કર્મચારીઓ છે. કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે તેણે વીઆરએસ અને સેવાનિવૃત્તિની ઉંમર 60 વર્ષથી ઘટાડી 58 વર્ષ કરવાની વાત કરી છે. જો સેવાનિવૃત્તિની ઉંમર 2019-20થી ઘટાડી દેવામાં આવે તો આનાથી કંપનીને પગાર ખર્ચમાં 3000 કરોડ રૂપિયાની બચત થશે. વીઆરએસના સંબંધમાં કંપનીએ કહ્યું કે, તે આના માટે 56-60 વર્ષની ઉંમરવાળા કર્મચારીઓને ટાર્ગેટ કરશે, જેથી 67000 કર્મચારી આ દાયરામાં આવી જશે. વધુ વાંચો