શોધખોળ કરો
Advertisement
BSNL આર્થિક મંદીમાં, 1.76 લાખ કર્મચારીઓને નથી મળી સેલરી
નવી દિલ્હીઃ આર્થિક સંકટના કારણે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ (ભારત સંચાર નિગમ લિમિટેડ)ના 1.76 લાખ કર્મચારીઓને ફેબ્રુઆરી મહિનાની સેલરી હજુ સુધી મળી નથી. અહેવાલ મુજબ બીએસએનએલના કર્મચારીઓ પર દર મહિને 1200 કરોડ રૂપિયા ખર્ચ થાય છે. જે કંપનીની કુલ આવકનો 55 ટકા હિસ્સો હોય છે.
બીએસએનએલના કર્મચારીઓના સંગઠન ઓલ યૂનિયન એન્ડ એસોસિએશન ઓફ બીએસએનએ સંચાર મંત્રી મનોજ સિંહાને એખ પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ મુદ્દે હસ્તક્ષેપ કરવાની ભલામણ કરી છે. કર્મચારીઓના કહેવા મુજબ મોદી સરકાર બીએસએનએલને બંધ કરવાનું કાવતરું કરી રહી છે. જેને લઇ તેઓ સતત દેશભરમાં પ્રદર્શન પણ કરતા રહે છે.
વાંચોઃ લોકસભા ચૂંટણીઃ PM મોદીએ આ બોલીવુડ સેલેબ્સને ટેગ કરીને શું કરી અપીલ, જાણો વિગત
ભારતમાં લેન્ડલાઇન અને બ્રોડબેન્ડ સર્વિસ સહિત બેંડવિથનો કારોબાર કરતી કંપની બીએસએનએલ છેલ્લા ત્રણ વર્ષથી સતત નુકસાનમાં છે. આ નુકસાન વધી રહી છે. કંપનીએ 2016-17માં 4793 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી હતી. કંપનીએ નાણાકીય વર્ષ 2018માં પણ 8000 કરોડ રૂપિયાની ખોટ દર્શાવી છે. ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝેસ દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઇડલાઇન મુજબ બીએસએનએલને આર્થિક બીમાર કંપની જાહેર કરવામાં આવી છે.
વાંચોઃ કોંગ્રેસે વિધાનસભાના અધ્યક્ષની ઓફિસ બહાર ધરણાં કરી બોલાવી રામધૂન, જાણો વિગત
લોકસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રની આઠ પૈકી એક બેઠક ક્ષત્રિય સમાજને આપવા આગેવાનોની માંગ, જુઓ વીડિયો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
શિક્ષણ
ક્રિકેટ
Advertisement