BSNLનો શાનદાર પ્લાન, છ મહિના સુધી મફત ઇન્ટરનેટ, આ રીતે ઉઠાવો ફાયદો
BSNL New Plan: BSNL ફરી એકવાર તેના યુઝર્સ માટે વિન્ટર બોનાન્ઝા ઑફર લાવ્યું છે
BSNL New Plan: BSNL ફરી એકવાર તેના યુઝર્સ માટે વિન્ટર બોનાન્ઝા ઑફર લાવ્યું છે. સરકાર હવે ટેલિકોમ યુઝર્સને પૂરા 6 મહિના માટે ફ્રી ઈન્ટરનેટ ઓફર કરી રહી છે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 1300GB હાઇ સ્પીડ ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીએ તેના X હેન્ડલ દ્વારા આ માહિતી આપી છે. BSNLનો આ બ્રોડબેન્ડ પ્લાન દેશના તમામ ટેલિકોમ સર્કલ (દિલ્હી અને મુંબઈ સિવાય) માટે છે.
BSNLના નવા પ્લાનમાં બમ્પર ડેટા મળશે
BSNL એ X પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે યુઝર્સને વિન્ટર બોનાન્ઝા ઑફર હેઠળ 1,999 રૂપિયામાં 6 મહિના સુધી Bharat Fibre બ્રોડબેન્ડ સર્વિસ મળશે. આ પ્લાનમાં યુઝર્સને દર મહિને 25Mbpsની સ્પીડ પર 1300GB ડેટા આપવામાં આવી રહ્યો છે. FUP (ફેર યુસેઝ પોલિસી) લિમિટ પૂર્ણ થયા પછી યુઝર્સને 4Mbpsની ઝડપે અનલિમિટેડ ઇન્ટરનેટ મળશે. આ પ્લાનમાં યુઝર્સને લેન્ડલાઈન દ્વારા અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે.
599 રૂપિયાનો પ્લાન
અગાઉ BSNL એ 599 રૂપિયાનું સ્પેશિયલ ટેરિફ વાઉચર (STV) લૉન્ચ કર્યું હતું. આ પ્લાન હેઠળ મોબાઈલ યુઝર્સને 84 દિવસની વેલિડિટી મળી રહી છે. આ ઉપરાંત યુઝર્સને દરરોજ 3GB હાઇ સ્પીડ ડેટાનો લાભ પણ મળશે. આ પ્લાનમાં યુઝર્સને અમર્યાદિત કૉલિંગનો લાભ પણ મળે છે અને સમગ્ર ભારતમાં કોઈપણ નેટવર્ક પર કૉલ કરવા માટે દરરોજ 100 મફત SMS મળે છે.
D2D સર્વિસ
તાજેતરમાં BSNL એ દેશની પ્રથમ D2D એટલે કે ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ સર્વિસ લોન્ચ કરી છે. સેટેલાઈટ બેસ્ટઃ આ સર્વિસમાં યુઝર્સને કોઈપણ મોબાઈલ નેટવર્ક વગર પણ કનેક્ટિવિટી મળશે. આ સેવા યુઝર્સને ખાસ કરીને ઈમરજન્સીમાં ઘણી મદદરૂપ થશે. યુઝર્સ સેટેલાઇટ દ્વારા કોલિંગ અને ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે છે.
Jio New Year Plan:જિયોનો ન્યૂ યર ધમાકા પ્લાન, 200 દિવસની વેલિડિટી સાથે 500GB ડેટા, જાણો કિંમત