BSNL લઈને આવ્યું નવો પ્લાન, 997 રુપિયામાં મળશે 160 દિવસની વેલિડિટી, જાણો અન્ય ફાયદા
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના ગ્રાહકો માટે ખૂબ જ સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. BSNLના નવા પ્લાનની કિંમત 997 રૂપિયા છે.
Bsnl new plan : ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ તેના ગ્રાહકો માટે ખૂબ જ સસ્તો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. BSNLના નવા પ્લાનની કિંમત 997 રૂપિયા છે. નવા પ્લાનમાં BSNL ગ્રાહકોને 320GB ડેટા આપી રહી છે, જેની કિંમત પ્રતિ GB માત્ર રૂ. 3.11 છે. પ્લાન હેઠળ ગ્રાહકોને દરરોજ 2GB ડેટા, અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS સેવા મળશે. આ ઉપરાંત, આ પ્લાન 2 મહિના માટે ફ્રી પ્રી-લોડેડ કોલર ટ્યુન (PRBT) અને લોકધૂન સેવા પણ ઓફર કરે છે. આમ એકંદરે આ પ્લાન 320GB ડેટા આપે છે, જેની કિંમત માત્ર 3.11 રૂપિયા પ્રતિ GB છે. અહીં જાણો નવા પ્લાનની ખાસિયતો.
આ પ્લાનની સૌથી મોટી ખાસિયત તેની 160 દિવસની લાંબી વેલિડિટી છે. માર્કેટમાં બહુ ઓછા પ્રીપેડ પ્લાન છે જે આટલી લાંબી વેલિડિટી ઓફર કરે છે. BSNLનો આ પ્લાન ખાસ કરીને એવા ગ્રાહકો માટે ફાયદાકારક છે જે લાંબા સમય સુધી ડેટા અને કોલિંગ સેવાઓનો ઉપયોગ કરવા માગે છે. જો તમે આ પ્લાનને બે વાર રિચાર્જ કરો છો, તો તમને 320 દિવસની વેલિડિટી મળે છે, જે લગભગ એક વર્ષ બરાબર છે. આનો અર્થ એ છે કે 2000 રૂપિયાથી ઓછી કિંમતમાં, તમે આખા વર્ષ માટે આ પ્લાનનો લાભ મેળવી શકો છો.
BSNL આગામી 18 થી 24 મહિનામાં સમગ્ર ભારતમાં 4G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહ્યું છે, જેનાથી ગ્રાહકોને આવા સસ્તા પ્લાનનો વધુ ફાયદો થશે. BSNL પાસે એવી યોજનાઓ પણ છે જે ગેમિંગ લાભો અને OTT (ઓવર-ધ-ટોપ) સબ્સ્ક્રિપ્શન્સ જેવી વધારાની સેવાઓ મફતમાં ઑફર કરે છે.
BSNL થોડા સમયમાં 5G સેવા શરૂ કરશે
BSNL 2024 સુધીમાં 5G સેવા શરૂ કરવાની પણ યોજના ધરાવે છે. કંપનીએ તેના 4G મોબાઇલ ટાવર્સના સપ્લાય અને ઇન્સ્ટોલેશન માટે 'Skipper' કંપનીને એક મોટો પ્રોજેક્ટ કોન્ટ્રાક્ટ આપ્યો છે. વધુમાં, BSNL યુનિવર્સલ સર્વિસ ઓબ્લિગેશન ફંડ (USOF) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલ 2343 મોબાઈલ ટાવર્સને 4Gમાં અપગ્રેડ કરશે. આમ, BSNLના રૂ. 997ના પ્લાન સાથે ગ્રાહકો સસ્તા દરે સેવાનો લાભ લઈ શકશે અને આવનારા સમયમાં 4G અને 5G સેવાઓનો પણ આનંદ લઈ શકશે.
Jio નો 98 દિવસનો સસ્તો પ્લાન, ફ્રીમાં મળશે આ લાભ, ડેટા ખતમ થવાનું નો ટેન્શન