શોધખોળ કરો
Advertisement
Budget 2021: બજેટમાં સરકારે કૃષિ લોનની લિમિટ વધારી
Union Budget 2021: સામાન્ય બજેટમાં દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી ભેટ આપી છે. સરકારનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં દેશના ખેડૂતની આવક બે ગણી થઈ જશે.
Union Budget 2021: સામાન્ય બજેટમાં દેશના ખેડૂતો અને કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી ભેટ આપી છે. સરકારનો દાવો છે કે આવતા વર્ષ સુધીમાં દેશના ખેડૂતની આવક બે ગણી થઈ જશે. નાણામંત્રીએ ખેડૂતને તેમના રોકાણથી દોઢ ગણુ વધુ આપવાના પ્રયાસની જાહેરાત કરી છે.બજેટમાં સરકારે કૃષિ લોનની લિમિટ વધારી દીધી છે. આ વખતે ખેડૂતોને 16.5 લાખ કરોડ સુધીની લોન આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. બજેટમાં સરકારે પશુપાલન, ડેરી અને માછલી પાલન સાથે જોડાયેલા ખેડૂતોની આવક વધારવા પર ફોકસ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સરકારે વર્ષ 2020-21 માટે 15 લાખ કરોડ રૂપિયાની કૃષિ લોનનું લક્ષ્ય રાખ્યું હતું, આ વખતે કૃષિ કાયદાના વિરોધમાં દેશમાં જે માહોલ બન્યો છે તેને જોતા મોદી સરકારનો નિર્ણય મહત્વનો માનવામાં આવે છે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે દેશમાં ઘઉં ઉગાડનારા ખેડુતોની સંખ્યા બે ગણી થઈ ગઈ છે, ઘઉંની એમસપી દોઢ ગણી કરી દેવાઈ છે.
નાણાં મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય પર ખેડૂતોની ઉત્પાદ પ્રક્રિયા યથાવત રહેશે. નાણાં મંત્રીએ કહ્યું કે વર્ષ 2020-21માં ખેડૂતોને 1.72 લાખ રોડ રૂપિયાનું ધાન્ય ખરીદ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાણામંત્રીએ કૃષિક્ષેત્ર પર ચર્ચા કરતા કહ્યું કે સરકાર ખેડૂતોને સમર્પિત છે તો સંસદમાં હંગામો શરૂ થઈ ગયો હતો અને વિપક્ષે કૃષિનો કાળો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે નારા લગાવ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion