શોધખોળ કરો

Budget 2024: ઘરથી લઈને મફત વિજળી, બજેટમાં કોને શું મળ્યું, 10 પોઈન્ટમાં જાણો સરકારની મહત્વની જાહેરાત 

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. બજેટમાં મહિલાઓ અને યુવાનો પર ફોકસ કરવામાં આવ્યું છે.

Budget 2024:  નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું વચગાળાનું બજેટ 2024 રજૂ કર્યું. બજેટમાં મહિલાઓ અને યુવાનો પર ફોકસ કરવામાં આવ્યું છે. નાણામંત્રીએ ગરીબોને ઘર અને સામાન્ય લોકોને મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું. બજેટ ભાષણની શરૂઆતમાં નાણામંત્રીએ સૌપ્રથમ મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી અને કહ્યું કે અમારી સરકાર ગરીબોને સશક્તિકરણ કરવામાં માને છે. સરકારી યોજનાઓને કારણે ગરીબી ઘટી છે. તેમણે કહ્યું કે અમારા માટે મહિલાઓ, ગરીબ, યુવા અને ખેડૂતો એમ ચાર જાતિઓ છે અને તેમના પર જ ફોકસ છે.

ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીંઃ  નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં કહ્યું કે આ વખતે ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પહેલાની જેમ, આવકવેરાની મર્યાદા 7 લાખ રૂપિયા રહેશે, જેના કારણે નોકરી કરનારાઓને કોઈ લાભ નહીં મળે. 

મફત વીજળીની જાહેરાત: નાણામંત્રીએ તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે આગામી સમયમાં 1 કરોડ પરિવારોને રૂફટોપ સોલારાઇઝેશનનો લાભ મળશે. તેમણે કહ્યું કે આનાથી માસિક 300 યુનિટ સુધી મફત વીજળી મળશે. નાણામંત્રીએ કહ્યું કે તેનાથી 15,000 થી 18,000 રૂપિયાની બચત થવાની આશા છે.

સરકાર આવાસ યોજના લાવશેઃ  નાણામંત્રીએ દરેક ગરીબને ઘર આપવાની જાહેરાત કરી છે. સીતારમણે કહ્યું કે સરકાર ભાડાના મકાનો, ઝૂંપડપટ્ટી અથવા અનધિકૃત કોલોનીઓમાં રહેતા લોકોને પોતાનું ઘર ખરીદવામાં મદદ કરવા માટે નવી આવાસ યોજના લાવશે.

4 કરોડ મકાનોનો લક્ષ્યાંક પૂરો થશેઃ નાણામંત્રીએ કહ્યું કે મોદી સરકાર દરેક ગરીબને ઘર આપવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે સરકારે ગરીબોને 2 કરોડ ઘરો સોંપ્યા છે અને 4 કરોડ ઘરોના લક્ષ્યને હાંસલ કરવાની નજીક છે. સીતારમણે કહ્યું કે અમારી સરકારે 70 ટકા મહિલાઓને ઘર આપવાનું કામ કર્યું છે. 

મેડિકલ કોલેજોનું વિસ્તરણ થશે: સીતારમને કહ્યું કે સરકાર હાલની હોસ્પિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને વધુ મેડિકલ કોલેજો સ્થાપવાની યોજના બનાવી રહી છે. આ માટે એક સમિતિની રચના કરવામાં આવશે. 

સર્વાઇકલ કેન્સર માટે રસીકરણ અભિયાન: સરકાર સર્વાઇકલ કેન્સરને દૂર કરવા માટે 9-14 વર્ષની વયની છોકરીઓ માટે રસીકરણને પ્રોત્સાહિત કરશે.

આયુષ્માન ભારતનું વિસ્તરણ: આયુષ્માન ભારત હેઠળ આરોગ્ય સંભાળ કવચ તમામ આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો અને હેલ્પરોને વિસ્તૃત કરવામાં આવ્યું છે.

સંરક્ષણ ખર્ચમાં વધારોઃ નાણામંત્રીએ કહ્યું કે સરકારે સંરક્ષણ ખર્ચમાં 11.1 ટકાનો વધારો કર્યો છે, તે જીડીપીના 3.4 ટકા થશે.

રેલવેને અપગ્રેડ કરવામાં આવશેઃ 40 હજાર વંદે ભારત લેવલના રેલવે કોચ બનાવવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે વધુ ભીડવાળા રેલ્વે માર્ગો માટે 3 અલગ કોરિડોર બનાવવામાં આવશે.

મહિલાઓ બની કરોડપતિઃ નાણામંત્રીએ કહ્યું કે અમારી સરકારે 3 કરોડ મહિલાઓને લખપતિ દીદી બનાવવાની યોજના બનાવી છે અને અત્યાર સુધીમાં એક કરોડને લાખપતિ બનાવવામાં આવી છે.  

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
Punjab Building collapsed: મોહાલીમાં 6 માળની ઈમારત ધરાશાયી, ઘણા લોકો દબાયા હોવાની આશંકા
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
કુવૈતમાં પીએમ મોદી રામાયણ-મહાભારતના અરબી અનુવાદક અને પ્રકાશકને મળ્યા, નાની બાળકીની ઇચ્છા કરી પૂરી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન 
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો
Embed widget