શોધખોળ કરો

Indian Budget: ભારતનું એ બજેટ જેને પાકિસ્તાનના વડાપ્રધાને રજૂ કર્યું હતું, થયો હતો વિવાદ

Budget 2024: આ બજેટ રજૂ કરનાર વ્યક્તિ બાદમાં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન પણ બન્યા હતા

Budget 2024: જ્યારે પણ દેશના સૌથી લોકપ્રિય બજેટની ચર્ચા કરવામાં આવે છે, ત્યારે મનમોહન સિંહ 1991-92, પી ચિદમ્બરમ 1997-98 અને યશવંત સિંહા 2000-01ના બજેટની ચર્ચા કરવામાં આવે છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા કરવામાં આવેલા આર્થિક સુધારાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ, આજે અમે તમને એક એવા બજેટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે આઝાદી પહેલા આવ્યું હતું. આમાં લેવાયેલા નિર્ણયો આજે પણ ચર્ચાનો વિષય છે. આ બજેટ રજૂ કરનાર વ્યક્તિ બાદમાં પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન પણ બન્યા હતા.

લિયાકત અલી ખાન આઝાદીના 6 મહિના પહેલા બજેટ લાવ્યા હતા

ભારતની આઝાદીના લગભગ 6 મહિના પહેલા કોંગ્રેસ અને મુસ્લિમ લીગની વચગાળાની સરકારમાં નાણામંત્રી લિયાકત અલી ખાને બજેટ રજૂ કર્યું હતું. આ વાતને આજે પણ યાદ કરવામા આવે છે. આ બજેટમાં તેમણે મીઠા પરનો ટેક્સ હટાવીને કેપિટલ ગેઈન ટેક્સ લાગુ કરવાની દરખાસ્ત કરી હતી. ખાનનું આ બજેટ ગરીબોનું બજેટ કહેવાય છે. તેમણે ટેક્સ માટેની લઘુત્તમ વાર્ષિક આવક 2000 થી વધારીને 2500 રૂપિયા કરી હતી.  તેમણે મીઠા પરના કરને દૂર કરવા અને કરની આવકમાં વધારાને કારણે સરકારની આવકમાં થયેલા ઘટાડાને સરભર કરવા માટે બે નવા ટેક્સ લગાવવાની દરખાસ્ત કરી હતી.

કેપિટલ ગેન ટેક્સનો થયો જન્મ

પ્રથમ તેમણે બિઝનેસથી થનારા એક લાખ રૂપિયાથી વધુના નફા પર 25 ટકા ટેક્સ લગાવ્યો હતો. ઉપરાંત 5000 રૂપિયાથી વધુની સંપત્તિના વેચાણ પર કેપિટલ ગેન ટેક્સ લાદવામાં આવ્યો હતો. તેમણે કોર્પોરેશન ટેક્સ પણ બમણો કર્યો હતો. લિયાકત અલી ખાને 327.88 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું હતું. નાણામંત્રી નિર્મલા સીતારમણનું છેલ્લું બજેટ 39.45 લાખ કરોડ રૂપિયા હતું.

તેને સામાજિક ન્યાયનું બજેટ કહેવામાં આવતું હતું. પરંતુ ઉદ્યોગપતિઓએ તેનો વિરોધ કર્યો હતો. બજેટના બીજા દિવસે બોમ્બે સ્ટોક એક્સચેન્જ બંધ રહ્યું હતું. કલકત્તા, મદ્રાસ અને દિલ્હીમાં પણ બંધ જાહેર કરાયું હતું. ઉદ્યોગ સંગઠનોએ પણ આ નવા કરનો વિરોધ કર્યો હતો. આ પછી તત્કાલિન વાઈસરોય લોર્ડ આર્ચીબાલ્ડ વાવેલે લિયાકત અલી ખાનને ટેક્સ ઘટાડવા માટે કહ્યું હતું.

ખાનનું આ બજેટ વિવાદોમાં ફસાયું હતું

ખાનના આ બજેટ પર અન્ય આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. મોટા ભાગના વેપારીઓ કોંગ્રેસને ટેકો આપતા હોવાથી આવો ટેક્સ લગાવવામા આવ્યો હોવાનો પણ આરોગ લગાવવામાં આવતો હતો. તેમનો હેતુ હિંદુ મારવાડી અને વ્યાપારી સમુદાયોને નુકસાન પહોંચાડવાનો હતો. એવું પણ કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ લીગ માત્ર એ બતાવવા માટે સરકારમાં જોડાઈ હતી કે સંયુક્ત ભારત ચલાવવું એ ખૂબ મુશ્કેલ કામ છે. આ બજેટે પાકિસ્તાનના જન્મને વધુ વેગ આપ્યો. આખરે દેશ બે ભાગમાં વહેંચાઈ ગયો. પરંતુ લિયાકત અલી ખાને આપેલો કેપિટલ ગેઈન ટેક્સ યથાવત રહ્યો હતો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
Embed widget