(Source: ECI | ABP NEWS)
Union Budget 2025: વર્ષ 2025-26નું બજેટ રજૂ, જાણો ઇલેક્ટ્રિક કાર સહિત કઇ વસ્તુઓ થશે સસ્તી
નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં નાણામંત્રીએ ખેડૂતો અને MSME ક્ષેત્ર માટે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. તો બીજી નાણામંત્રીએ પોતાના પિટારામાંથી બિહાર માટે ઘણી મહત્વની યોજનાઓની જાહેરાત કરી છે

Union Budget 2025:નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં નાણામંત્રીએ ખેડૂતો અને MSME ક્ષેત્ર માટે ઘણી મહત્વની જાહેરાતો કરી છે. તો બીજી નાણામંત્રીએ પોતાના પિટારામાંથી બિહાર માટે ઘણી મહત્વની યોજનાઓની જાહેરાત કરી છે. બિહારમાં મખાના બોર્ડ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી છે. વર્ષ 2025-2026ના બજેટમાં શું સસ્તુ થશે જાણીએ.
- શું સસ્તું થશે?
- જીવનરક્ષક દવાઓ સસ્તી થશે. કેન્સરની દવાઓ સસ્તી થશે. LED-LCD ટીવીના ભાવ ઘટશે. આના પર લાદવામાં આવતી કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. લિથિયમ આયન બેટરી સસ્તી થશે. EV અને મોબાઈલની બેટરી સસ્તી થશે. ઇલેક્ટ્રિક કાર સસ્તી થશે
36 જીવનરક્ષક દવાઓ માટે મૂળભૂત કસ્ટમ ડ્યુટીમાંથી સંપૂર્ણ મુક્તિની જાહેરાત કરવામાં આવી છે. 5 ટકા આકર્ષક કન્સેશનલ કસ્ટમ ડ્યુટીની યાદીમાં 6 જીવનરક્ષક દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉપરાંત, 37 અન્ય દવાઓ અને 13 દર્દી સહાયતા કાર્યક્રમોને પણ મૂળભૂત કસ્ટમ ડ્યુટીથી સંપૂર્ણપણે બહાર રાખવામાં આવ્યા છે.
નિકાસ વધારવાની જોગવાઈ
નિકાસ વધારવા માટે બજેટમાં ઘણી જોગવાઈઓ પણ કરવામાં આવી છે. જેમાં હસ્તકલા નિકાસ ઉત્પાદનોની સમય મર્યાદા છ મહિનાથી વધારીને એક વર્ષ કરવામાં આવી છે. આ પછી પણ તેને વધુ ત્રણ મહિના માટે લંબાવી શકાય છે. ચામડાને પણ BCDમાંથી મુક્તિ આપવામાં આવી છે. ફ્રોઝન ફિશ પેસ્ટના ઉત્પાદન અને નિકાસ પર BCD (મૂળભૂત કસ્ટમ ડ્યુટી) 30 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.
આ વસ્તુઓ પણ થઇ સસ્તી
વણકરો દ્વારા વણાયેલા કપડાં સસ્તા થશે. ચામડાની બનેલી વસ્તુઓ સસ્તી થશે. દરિયાઈ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી 30 થી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.- ફ્રોઝન ફિશ પેસ્ટ પર કસ્ટમ ડ્યુટી 15 થી ઘટાડીને 5 કરવામાં આવી છે
બજેટમાં સીતારમણની મોટી જાહેરાતો
- - MSME માટે લોન 5 કરોડથી વધીને 10 કરોડ રૂપિયા થઈ
- ડેરી અને ફિશરી માટે રૂ. 5 લાખ સુધીની લોન
- આસામના નામરૂપમાં યુરિયા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે.
- - સ્ટાર્ટ અપ માટે 10 હજાર કરોડનું ફંડ
- - લેઘરની યોજના દ્વારા 22 લાખ લોકોને રોજગાર
- - ભારતને ટોય હબ બનાવશે
- - રમકડાં માટે રાષ્ટ્રીય યોજનાની રચના




















