શોધખોળ કરો

PAN-Aadhaar Linking: જૂન મહિનામાં પાન-આધાર લિંકથી લઈ EPS પેંશન સાથે જોડાયેલા પતાવી દો આ કામ, નહીંતર થશે પરેશાની

Financial Deadline in June: જૂન મહિનામાં ઘણા નાણાકીય કામોની સમયમર્યાદા નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં તમારે આ કાર્યોને વહેલી તકે પૂર્ણ કરવા જોઈએ.

PAN-Aadhaar Linking: જૂન મહિનાની શરૂઆત સાથે ઘણા નાણાકીય કાર્યોની અંતિમ તારીખ નજીક આવી ગઈ. આવી સ્થિતિમાં અમે તમને એવા કામો વિશે જણાવી રહ્યા છીએ જે કરવા ખૂબ જ જરૂરી છે. આ પછી, તમારે કોઈપણ પ્રકારનું નુકસાન સહન કરવું પડશે નહીં. ચાલો આ સમયમર્યાદા વિશે જાણીએ-

PAN આધાર લિંકની અંતિમ તારીખ

જો તમે હજુ સુધી PAN અને આધારને લિંક નથી કરાવ્યું તો જૂન મહિનાની અંદર આ કામ પૂર્ણ કરો. અગાઉ લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2023 હતી, જે હવે વધારીને 30 જૂન, 2023 કરવામાં આવી છે. જો PAN અને Aadhaar લિંક નહીં હોય તો તમારું PAN નિષ્ક્રિય થઈ જશે. જો તમે આ કામ પૂર્ણ નથી કર્યું તો આજે જ પૂરું કરી લો.

EPS ના વધુ પેન્શન માટે અરજી કરો

EPFOના પેન્શન ધારકો માટે જૂન મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમે હજુ સુધી ઉચ્ચ પેન્શન માટે અરજી કરી નથી, તો 26 જૂન, 2023ની અંતિમ તારીખ છે. અગાઉ, EPFOએ આ કામ માટે 3 મેની સમયમર્યાદા નક્કી કરી હતી, જેને હવે વધારીને 26 જૂન કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમે વધુ પેન્શન મેળવવા માટે હજુ સુધી અરજી કરી નથી, તો આજે જ આ કામને વહેલી તકે પતાવી દો.

મફત આધાર અપડેટ કરવાની અંતિમ તારીખ

યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ 15 માર્ચથી 14 જૂન 2023 સુધી તમામ આધાર કાર્ડ ધારકોને મફત આધાર અપડેટની સુવિધા આપી છે. આવી સ્થિતિમાં, જો તમે આધારને ફ્રી અપડેટ કરીને 50 રૂપિયા બચાવવા માંગતા હો, તો તમે MyAadhaar પોર્ટલ પર જઈને તેને જલદી અપડેટ કરી શકો છો. યુઆઈડીએઆઈએ તમામ નાગરિકોને વિનંતી કરી છે કે જેમના આધારને 10 વર્ષથી વધુ સમય થઈ ગયો છે તેઓએ તેમના સરનામાના પુરાવા અને આઈડી પ્રૂફ અપડેટ કરવા જોઈએ.

બેંક લોકર કરારની અંતિમ તારીખ

રિઝર્વ બેંકે ગ્રાહકોને બેંકો સાથે લોકર કરાર પર હસ્તાક્ષર કરવા માટે 31 ડિસેમ્બર, 2023 સુધીનો સમય આપ્યો છે. આવી સ્થિતિમાં, બેંકોએ 30 જૂન, 2023 સુધીમાં 50 ટકા ગ્રાહકો પાસેથી આ લોકર કરાર પર હસ્તાક્ષર લેવા પડશે. 75 ટકા લોકર એગ્રીમેન્ટ પર 30 સપ્ટેમ્બર સુધીમાં સાઇન લેવાનું રહેશે. આવી સ્થિતિમાં SBI તેના ગ્રાહકોને કરાર પર હસ્તાક્ષર કરવા વારંવાર વિનંતી કરી રહી છે.

SBI અમૃત કલશ યોજના

જો તમે SBIની સ્પેશિયલ સ્કીમ SBI અમૃત કલશનો લાભ લેવા માગો છો, તો તમારી પાસે માત્ર 30 જૂન, 2023 સુધીનો સમય છે. અગાઉ આ યોજના 15 ફેબ્રુઆરી, 2023 થી 31 માર્ચ, 2023 સુધી શરૂ કરવામાં આવી હતી, જેની સમયમર્યાદા પછીથી વધારીને 30 જૂન, 2023 કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget