શોધખોળ કરો
Gold Price: સોનું 1.38 લાખને પાર! અમેરિકાના આ 3 કારણોથી ભાવ ભડકે બળ્યા, જાણો વિગત
સોના-ચાંદીમાં રોકેટ ગતિએ તેજી. અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો તણાવ જવાબદાર. સેન્ટ્રલ બેંકો દ્વારા ડોલર સામે સોનાની ખરીદી વધી.
સોના અને ચાંદીના ભાવમાં અત્યારે જે રીતે ઉછાળો આવી રહ્યો છે તે અટકવાનું નામ નથી લેતો. મંગળવારે સોનાએ 1.38 લાખની સપાટી વટાવીને નવો ઈતિહાસ રચ્યો છે. સોનું ફરી રેકોર્ડ તોડી રહ્યું છે અને આ તેજી પાછળ અમેરિકા (US) સાથે જોડાયેલા ત્રણ પ્રમુખ કારણો જવાબદાર છે. વર્ષ 2025 ના અંત સુધીમાં સોનામાં આવેલી આ અચાનક તેજીએ બજારના સમીકરણો બદલી નાખ્યા છે.
1/5

વર્ષ 2025 ની શરૂઆતથી જ સોના અને ચાંદીના ભાવે બજારમાં ધૂમ મચાવી છે. ભલે થોડા સમય માટે સોનામાં ઘટાડો જોવા મળ્યો હોય, પરંતુ વર્ષ પૂરું થતાં પહેલાં જ કિંમતી ધાતુઓએ જોરદાર વાપસી કરી છે. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે એટલે કે મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાના ભાવમાં જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો. બજાર ખુલતાની સાથે જ ભાવ લગભગ 1,500 રૂપિયા વધીને 10 ગ્રામ દીઠ 1.38 લાખ રૂપિયાની ઐતિહાસિક સપાટીને પાર કરી ગયા હતા. સોનામાં આવેલી આ તેજી પાછળ અમેરિકા સાથે જોડાયેલા ત્રણ મહત્વના પરિબળો કામ કરી રહ્યા છે.
2/5

મંગળવારે સોનું રોકેટની ગતિએ ઉપર ગયું હતું. MCX પર 5 ફેબ્રુઆરીએ પાકતા સોનાના વાયદાના ભાવમાં 1,519 રૂપિયા એટલે કે 1.11% નો વધારો થયો હતો. ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) ના ડેટા મુજબ, સોમવારે જે ભાવ 1,33,970 રૂપિયા હતો, તે મંગળવારે વધીને 1,36,133 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં પણ આ જ સ્થિતિ છે, જ્યાં સ્પોટ ગોલ્ડ 4,445.69 ડોલર પ્રતિ ઔંસના સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે. ચાંદીમાં પણ 3,000 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. 2025 માં અત્યાર સુધીમાં સોનામાં 70% જેટલું જબરદસ્ત વળતર જોવા મળ્યું છે.
Published at : 23 Dec 2025 04:31 PM (IST)
આગળ જુઓ
Advertisement





















