Income Tax Returns: 7 કરોડથી વધુ લોકોએ ઈન્કમ ટેક્સ રિટર્ન કર્યુ ફાઈલ, હાંસલ થયો નવો માઇલસ્ટોન
આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા અપીલ કરી છે કે જો તમે દંડથી બચવા માંગતા હો, તો શક્ય તેટલી વહેલી તકે ITR ફાઇલ કરો.
Income Tax: ઈન્કમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે, જે આજે પૂરી થઈ રહી છે. અગાઉ, આવકવેરા વિભાગે માહિતી આપી હતી કે બુધવારે સાંજે 7 વાગ્યા સુધી 7 કરોડથી વધુ આવકવેરા રિટર્ન ફાઈલ (More than 7 crore ITRs filed) કરવામાં આવ્યા છે. જેમાંથી 31મી જુલાઈના રોજ એક જ દિવસમાં 50 લાખથી વધુ રિટર્ન ફાઈલ કરવામાં (Over 50 lakh ITRs have been filed today till 7 pm) આવ્યા છે. વિભાગે તમામ લોકોને જલદી રિટર્ન ફાઈલ કરવા અપીલ કરી છે. આ માઈલસ્ટોન બનાવવા બદલ કરદાતાઓનો પણ આભાર માન્યો હતો.
વિભાગ 24 કલાક લોકોને મદદ કરવા તૈયાર છે
આકારણી વર્ષ 2024-25 (ITR for AY 2024-25) અને નાણાકીય વર્ષ 2023-24 માટે રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. આવકવેરા વિભાગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X દ્વારા અપીલ કરી છે કે જો તમે દંડથી બચવા માંગતા હો, તો શક્ય તેટલી વહેલી તકે ITR ફાઇલ કરો. દરમિયાન, લોકો આવકવેરા રિટર્ન ફાઇલિંગ પોર્ટલની મંદી અંગે પણ ફરિયાદ કરી રહ્યા છે. આવકવેરા વિભાગે કહ્યું છે કે તે લોકોને 24x7 મદદ કરવા તૈયાર છે. કોઈપણ સમસ્યાના કિસ્સામાં અમારા હેલ્પડેસ્ક પરથી ફોન કોલ, લાઈવ ચેટ, વેબ સેશન અને એક્સ દ્વારા મદદ લઈ શકાય છે.
More than 7 crore ITRs have been filed so far (31st July), out of which over 50 lakh ITRs have been filed today till 7 pm. To assist taxpayers for ITR filing, tax payment and other related services, our helpdesk is functioning on a 24x7 basis. We urge all those who haven't filed… pic.twitter.com/skAfDxv92h
— ANI (@ANI) July 31, 2024
ITR ફાઇલિંગ માટે એક નવો રેકોર્ડ સર્જાયો
આવકવેરા વિભાગે કહ્યું છે કે આ વર્ષે ITR ફાઇલિંગનો નવો રેકોર્ડ બન્યો છે. ગયા વર્ષે 31 જુલાઈ સુધી 6.77 કરોડ આવકવેરા રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. આ વર્ષે આ આંકડો 7 કરોડને વટાવી ગયો છે. 31 જુલાઈ, 2024 સુધી આવકવેરા રિટર્ન ભરવા માટે કોઈ ફી નથી. આ પછી, કરદાતાઓ 31 ડિસેમ્બર સુધી વિલંબિત રિટર્ન ફાઇલ કરી શકે છે. પરંતુ, તેના માટે તેમને 1000 થી 5000 રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે.