Mehsana Tragedy: મહેસાણા જિલ્લામાં આગની દુર્ઘટનામાં બેના મોત
મહેસાણા- બહુચરાજી હાઈવે સામેત્રા ગામ નજીક સલ્ફર બનાવતી કંપનીમાં ગેસ ગળતરની સાથે આગ લાગતા બે લોકોના મોત. બે કામદાર થયા ઘાયલ. APN કંપનીમાં લાગી હતી આગ. કર્મચારીના મૃત્યુ ગેસ ગળતરથી થયા કે આગથી તેની તપાસ.
કંપનીમાં જીવલેણ દુર્ઘટના સર્જાઈ. એપીએન સલ્ફર બનાવતી કંપનીમાં આગ બાદ ગેસ ગળતરની દુર્ઘટનામાં બે કામદારના મોત થયા છે. જ્યારે બે કામદાર ઘાયલ થયા. કેમિકલ કંપનીમાં આગના સમાચાર મળતા જ ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી હતી. જોકે ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા જ આગ બૂઝાઈ ગઈ હતી. આ તમામની વચ્ચે કામદારોના મોત પાછળનું કારણ આગ છે કે પછી ગેસ ગળતર તે કહેવું મુશ્કેલ છે. કામદારોના મોતનું કારણ અને આગ તેમજ ગેસ ગળતરના કારણની તપાસ શરૂ થઈ ચૂકી છે.




















