શોધખોળ કરો

વૃદ્ધ માતા-પિતાની સંભાળ: આરોગ્ય વીમો શા માટે મહત્વનો છે

જેમ જેમ ઉંમર વધે છે, તેમ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે, અને વૃદ્ધાવસ્થામાં ઘણી આરોગ્ય સમસ્યાઓ ઉભી થાય છે. હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સાંધાનો દુખાવો, અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.

બાળકના જન્મ પછી માતા પિતા પોતાનું સર્વસ્વ પોતાના બાળક પાછળ લગાડી દેતા હોય છે. બાળકની ઇચ્છા પુરી કરવા માટે પોતાની ખુશીને પોતાના ભવિષ્યનું બલીદાન આપી દેવા તૈયાર થઈ જતા હોય છે. પરંતુ તેમની ઉંમર સાથે શારિરીક તંદુરસ્તી નબળી થવા લાગે છે. નાની-મોટી બીમારીઓ પણ ઘણીવાર હોસ્પિટલના ચક્કર, મસમોટા મેડિકલ ખર્ચ અને વારંવારની તપાસનું કારણ બની જાય છે. આવી સ્થિતિમાં સમજાય છે કે વધતી ઉંમર સાથે આરોગ્ય દ્રષ્ટીએ આર્થિક ભારણ પણ સતત વધી રહ્યો છે.

આવી ચિંતા ઘટાડવા માટે ACKO General Insurance જેવા વિકલ્પો ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે, જે માતા-પિતાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હેલ્થ ઈન્શ્યોરન્સ યોજનાઓ પ્રદાન કરે છે. એટલે જ માતા-પિતા માટે ખાસ હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના હોવી અત્યંત જરૂરી છે. યોગ્ય હેલ્થ ઈન્શ્યોરન્સ યોજના લેવી માત્ર આર્થિક સુરક્ષા જ આપતી નથી, પણ તમને માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે.

વધતી ઉંમર અને આરોગ્યની સમસ્યાઓ
જેમ જેમ ઉંમર વધે છે, તેમ શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટવા લાગે છે, અને વૃદ્ધાવસ્થામાં ઘણી આરોગ્ય સમસ્યાઓ ઉભી થાય છે. હૃદયરોગ, ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, સાંધાનો દુખાવો, અને કેન્સર જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે. આ ઉપરાંત, નાની-મોટી સમસ્યાઓ જેમ કે દૃષ્ટિની સમસ્યા, શ્રવણશક્તિમાં ઘટાડો, કે ચાલવામાં તકલીફ પણ રોજિંદા જીવનને અસર કરે છે. આવી પરિસ્થિતિમાં નિયમિત હેલ્થ ટેસ્ટ, દવાઓ, અને કેટલીકવાર હોસ્પિટલમાં દાખલ થવું જરૂરી બની જાય છે. ભારતમાં ખાનગી હોસ્પિટલોમાં સારવારનો ખર્ચ ઘણો ઊંચો હોઈ શકે છે, જેમ કે એક નાની સર્જરીનો ખર્ચ પણ લાખો રૂપિયા સુધી પહોંચી શકે છે. આવા સંજોગોમાં આરોગ્ય વીમા યોજનાઓ વિવિધ કંપનીના ACKO Health Insurance યોજના તમે જોઈ શકો છો.  

આરોગ્ય વીમો શું છે?
આરોગ્ય વીમો એ એક એવી યોજના છે જે હેલ્થ એક્સપેન્સને આવરી લે છે. આમાં હોસ્પિટલમાં દાખલ થવાનો ખર્ચ, દવાઓ, સર્જરી, અને કેટલીકવાર નિયમિત આરોગ્ય તપાસનો પણ સમાવેશ થાય છે. વૃદ્ધ માતા-પિતા માટે આરોગ્ય વીમો લેવો એટલે તેમના આરોગ્યની ચિંતા ઓછી કરવી. આ ઉપરાંત, આવો વીમો ન માત્ર આર્થિક બોજ ઘટાડે છે, પરંતુ અણધારી હેલ્થ ઈમરજન્સીના સમયે પણ સહાય પૂરી પાડે છે. 

આરોગ્ય વીમાનું મહત્વ
આપણે આરોગ્ય વીમાનું મહત્વ શું છે તે જાણી લઈએ.

આર્થિક બોજ ઘટાડે છે
ઉંમરના એક પડાવ બાદ શારિરીક સમસ્યા પણ વધી જાય છે. રોગપ્રતિકારક શક્તિ ઘટવાથી હેલ્થ પ્રોબલેમ્સ પણ વધે છે. મોંઘવારી સાથે હોસ્પિટલ ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. હવે કોઈ પણ હોસ્પિટલમાં હૃદયની બાયપાસ સર્જરીનો ખર્ચ 2 થી 5 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. જો તમારી પાસે હેલ્થ ઇન્શ્યોરન્સ હોય, તો આ ખર્ચનો મોટો ભાગ વીમા કંપની ઉઠાવે છે. જેનાથી તમારી બચત સુરક્ષિત રહે છે અને લોન લેવી કે અન્ય નાણાકીય બોજ ઉઠાવવાની જરૂર નથી. આ રીતે, આરોગ્ય વીમો તમારા પરિવારની આર્થિક સ્થિતિને સ્થિર રાખવામાં મદદ કરે છે.

નિયમિત આરોગ્ય તપાસની સુવિધા
ઘણી હેલ્થ વીમા યોજનાઓ નિયમિત આરોગ્ય તપાસનો ખર્ચ પણ આવરી લે છે. જેનાથી વૃદ્ધ માતા-પિતાનું આરોગ્ય નિયમિત રીતે નિરીક્ષણમાં રહે છે. કોઈ મોટી બીમારીની શરૂઆત પહેલાં જ તેની ઓળખ થઈ શકે છે. કોઈ પણ બિમારીનું નિવારણ હંમેશા ઉપચાર કરતા સારુ હોય છે, અને આરોગ્ય વીમા કંપની આ નિવારણ પ્રક્રિયાને સરળ બનાવે છે.

અણધારી હેલ્થ ઈમરજન્સી માટે સુરક્ષા
અચાનક બીમારી કે અકસ્માતના કિસ્સામાં, આરોગ્ય વીમો તાત્કાલિક આર્થિક મદદ પૂરી પાડે છે. જો તમારા માતા-પિતાને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે, તો વીમો હોસ્પિટલના બિલ, ડોક્ટરની ફી, અને દવાઓનો ખર્ચ આવરી લે છે. જેનાથી તમે આર્થિક ચિંતા વગર તેમની સંભાળ પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો. ખાસ કરીને, ગંભીર બીમારીઓના કિસ્સામાં, જેમ કે સ્ટ્રોક કે કેન્સર, આરોગ્ય વીમો એક આશીર્વાદ સમાન બની શકે છે.

આર્થિક ચિંતાઓથી મુક્ત
જ્યારે તમે જાણો છો કે તમારા માતા-પિતાનું આરોગ્ય વીમા દ્વારા સુરક્ષિત છે, ત્યારે તમારા મનનો બોજ હળવો થઈ જાય છે. તમે તેમની સુખાકારી અને સંભાળ પર વધુ ધ્યાન આપી શકો છો. આર્થિક ચિંતાઓથી મુક્ત થઈને, તમે તેમની સાથે સારો સમય વિતાવી શકો છો, જે તેમના માનસિક સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક બની રહે છે.

વૃદ્ધો માટે આરોગ્ય વીમો પસંદ કરતી વખતે શું ધ્યાન રાખવું?

આરોગ્ય વીમો લેતી વખતે, ખાસ કરીને વૃદ્ધ માતા-પિતા માટે,  ઘણી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે જેમ કે...

વ્યાપક કવરેજ: એવી પોલિસી પસંદ કરો જે હોસ્પિટલમાં દાખલ થવાના ખર્ચ ઉપરાંત, ઓપરેશન, દવાઓ, અને નિયમિત તપાસનો ખર્ચ પણ આવરી લે. કેટલીક યોજનાઓ ઘરે સારવારનો ખર્ચ પણ આવરી લે છે, જે વૃદ્ધો માટે ઉપયોગી હોઈ શકે છે.
પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બીમારીઓ: ઘણી વીમા કંપનીઓ પૂર્વ-અસ્તિત્વમાં રહેલી બીમારીઓ (જેમ કે ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર) માટે વેઈટિંગ પીરિયડ રાખે છે. એવી પોલિસી પસંદ કરો જેમાં આ સમયગાળો ઓછો હોય.

ઉંમરની મર્યાદા: ઘણી વીમા કંપનીઓ ઉંમરની મર્યાદા નક્કી કરે છે. 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે યોગ્ય યોજના ધ્યાનથી પસંદ કરો.

હોસ્પિટલનો નર્ટવર્ક: વીમા કંપનીના નેટવર્કમાં સારી અને નજીકની હોસ્પિટલો હોવી જોઈએ, જેથી કેશલેસ સુવિધાનો લાભ લઈ શકાય.

પ્રીમિયમની રકમ: વીમાનું પ્રીમિયમ તમારા બજેટમાં બંધ બેસે અને સાથે વ્યાપક કવરેજ પણ આપે તેવું હોવું જોઈએ.
 
હેલ્થ વીમાના ફાયદા
હેલ્થ ઈન્સ્યોરન્સના ઘણા ફાયદા છે, ચાલો તેના પર એક નજર કરીએ.

કેશલેસ સુવિધા
નેટવર્ક હોસ્પિટલોમાં, તમે કેશલેસ સારવારનો લાભ લઈ શકો છો. જેનાથી તમારે તાત્કાલિક નાણા ચૂકવવાની જરૂર નથી, અને વીમા કંપની સીધી હોસ્પિટલ સાથે બિલનું સેટલમેન્ટ કરે છે. 

ટેક્સ બેનિફિટ
ભારતમાં, આરોગ્ય વીમાના પ્રીમિયમ પર આવકવેરા અધિનિયમની કલમ 80D હેઠળ ટેક્સમાં છૂટ મળે છે. વૃદ્ધ માતા-પિતા માટે 50,000 રૂપિયા સુધીની છૂટ મળે છે, જે તમારી આર્થિક યોજનામાં વધારાનો ફાયદો આપે છે.

લાંબા ગાળાની બચત
આરોગ્ય વીમો લેવાથી તમે ભવિષ્યના મોટા તબીબી ખર્ચથી બચી શકો છો. આ તમારી આર્થિક યોજનાને સુરક્ષિત રાખે છે અને અણધાર્યા ખર્ચનો સામનો કરવાની ચિંતા ઘટાડે છે.

ગંભીર બીમારીઓ માટે કવરેજ
ઘણી વીમા યોજનાઓ ગંભીર બીમારીઓ જેમ કે કેન્સર, સ્ટ્રોક, અને કિડની ફેલ્યર માટે ખાસ કવરેજ આપે છે. આ યોજનાઓ લાંબા ગાળાની સારવાર અને ખર્ચાળ દવાઓનો ખર્ચ પણ આવરી લે છે.

વૃદ્ધોની સંભાળમાં આરોગ્ય વીમાની ભૂમિકા
વૃદ્ધ માતા-પિતાની સંભાળ એ માત્ર આર્થિક જવાબદારી નથી, પરંતુ તેમના પ્રત્યેના પ્રેમ અને આદરનું પ્રતીક પણ છે. આરોગ્ય વીમો આ સંભાળને વધુ સરળ અને અસરકારક બનાવે છે. તે તમને તેમના આરોગ્યની ચિંતા કરવાની સ્વતંત્રતા આપે છે, જેથી તમે તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવી શકો. આ ઉપરાંત, વૃદ્ધોના માનસિક સ્વાસ્થ્ય માટે પણ આરોગ્ય વીમો મહત્વનો છે, કારણ કે તે તેમને આર્થિક સુરક્ષાનો અહેસાસ આપે છે.

વૃદ્ધ માતા-પિતાની સંભાળ એ એક ફરજ છે જે પ્રેમ, આદર, અને જવાબદારીનું સંયોજન છે. આરોગ્ય વીમો આ સંભાળને વધુ સરળ અને સુરક્ષિત બનાવે છે. તે ન માત્ર આર્થિક બોજ ઘટાડે છે, પરંતુ તમને અને તમારા માતા-પિતાને મનની શાંતિ પણ આપે છે. આજે જ યોગ્ય આરોગ્ય વીમા યોજના પસંદ કરો અને તમારા માતા-પિતાના આરોગ્યની ચિંતા ઓછી કરો. આ નાનું પગલું તેમના જીવનમાં મોટો ફેરફાર લાવી શકે છે, અને તમને તેમની સાથે વધુ સુંદર પળો વિતાવવાની તક આપે છે.

Disclaimer: This article is a featured article. ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.
 
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Switzerland: સ્વિઝરલેન્ડના ક્રાંસ મોન્ટાનાના બારમાં ભીષણ વિસ્ફોટ, 10 લોકોના મોત
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
Flower Show Ahmedabad: મુખ્યમંત્રીના હસ્તે ફ્લાવર શોનો પ્રારંભ,12 વર્ષથી નાના બાળકો-દિવ્યાંગો માટે પ્રવેશ ફ્રી
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
GSRTC: આજથી એસટીની સવારી થઈ મોંઘી, જાણો બસના ભાડામાં કેટલો કરાયો વધારો?
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
ChatGPT બનાવનારી કંપની હવે લાગી રહી છે એક નવી AI પેન, ફિચર્સ જાણશો તો દંગ રહી જશો
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
Flight Attendant Rules: ફ્લાઈટમાં એર હોસ્ટેસ નથી કરી શકતી આ કામ, નિયમોના ભંગ બદલ થાય છે કાર્યવાહી
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
થાઈલેન્ડમાં નવા વર્ષની ઉજવણી કરતો જોવા મળ્યો MS Dhoni, પુત્રી ઝીવાના લુકે ચોંકાવ્યા
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
Premanand Maharaj Video: પ્રેમાનંદ મહારાજે જણાવ્યું કેવી રીતે કરવી જોઈએ 2026 ના પહેલા દિવસની ઉજવણી
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
New Year 2026: આ દેશોમાં 1 જાન્યુઆરીએ નવું વર્ષ ઉજવવા પર મળે છે જેલની સજા
Embed widget