બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત
આ નવા પગલાથી નાણાકીય ટ્રાન્ઝેક્શનમાં વધારે પારદર્શકતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
![બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત Cash depositor withdraw these rules can be change from 26th may check in details બેંકમાંથી કેશ ઉપાડવા-જમા કરાવવાના બદલાશે નિયમ! 26 મેથી લાગુ થશે નવા નિયમ, જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/26/38d9d5d43a806150da2c690ec42efae8_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Bank News: બેંક ગ્રાહકો માટે કામના સમાચાર છે. સરકારે મોટી રકમના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે નિયમ બદલ્યા છે. સરકારે એક નાણાકીય વર્ષમાં 20 લાખ રૂપિયાથી વધારે રકમ જમા કરાવવા કે ઉપાડવાની સાથે ચાલુ ખાતું ખોલવા માટે આધાર કે પાન કાર્ડ ફરજિયાત કર્યુ છે.
સીબીડીટીએ એક નોટિફિકેશનમાં કહ્યું કે, નાણાકીય વર્ષમાં બેંકમાંથી મોટી રકમની લેણદેણ માટે પાન નંબરની જાણકારી આપવી કે આધારની બાયોમેટ્રિક પુષ્ટિ કરવી ફરજિયાત હશે. આ ઉપરાંત કોઈ બેંક કે પોસ્ટ ઓફિસમાં ચાલુ ખાતુ કે કેશ ક્રેડિટ ખાતું ખોલાવવા માટે પણ આ ફરજિયાત હશે.
સીબીડીટીએ ઈન્કમ ટેક્સ રૂલ્સ, 2022 અંતર્ગત નવો નિયમ તૈયાર કર્યો છે. આ નોટિફિકેશન 10 મે 2022ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ગ્રાહકો પર આ નવો નિયમ 26 મેથી લાગુ થશે. આ નવા પગલાથી નાણાકીય ટ્રાન્ઝેક્શનમાં વધારે પારદર્શકતા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અદાણી પરિવાર નહીં જાય રાજકારણમાં
ગુજરાતના જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના પરિવારની રાજકારણમાં એન્ટ્રીને લઈ છેલ્લા થોડા દિવસોથી સમાચાર આવી રહ્યા છે. દુનિયાના ટોપ ધનિકોમાં સામેલ એવા ભારતના ગૌતમ અદાણી પરિવારને લઈને છેલ્લા થોડા દિવસથી ચર્ચા થઈ રહી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે, ગૌતમ અદાણી અને તેમની પત્ની ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવી શકે છે. આ દાવા પર અદાણી ગ્રુપે સ્પષ્ટતા આપી છે. ગ્રુપે કહ્યું કે, અદાણી પરિવારના કોઈ સભ્યને રાજકારણમાં બિલકુલ રસ નથી.
પોતાની સ્પષ્ટતામાં અદાણી ગ્રુપે કહ્યું કે, ગ્રુપ ગૌતમ અદાણી અને ડો. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના સમાચારો વિશે અમે જાણ્યું. આ સમાચાર તદ્દન ખોટા છે. મીડિયા રિપોર્ટ દ્વારા બીજા લોકો પોતાના ફાયદા માટે અમારુ નામ ખરાબ કરી રહ્યા છે. ગૌતમ અદાણી, પ્રીતિ અદાણી અને અદાણી પરિવારના કોઈ સભ્ય કોઈ રાજકીય પાર્ટી જોઈન કરવાના નથી. આ સમાચાર એકદમ ખોટા અને વાહિયાત છે. અદાણી ગ્રુપે સ્પષ્ટતા કરીને તેમના રાજકારણમાં પ્રવેશ પર હાલ પૂર્ણવિરામ મુકી દીધું છે.
આ પણ વાંચોઃ
Andrew Symonds Death: બિગ બોસ 5નો હિસ્સો રહી ચુક્યો છે સાયમન્ડ્સ, સની લિયોની સાથે હતી મિત્રતા
Russia Ukraine War: અમેરિકન સાંસદો અચાનક પહોંચ્યા યુક્રેન, ઝેલેન્સકીને મળીને કહી આ વાત
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)