શોધખોળ કરો
ITR-1 સહજ ફોર્મમાં થયો બદલાવ, જાણો શું નવી જાણકારી આપવી પડશે
આ ફોર્મ ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેમાં તમારે સેલરી, પેન્શનથી થયેલી આવકની વિગત ભરવી પડશે.
નવી દિલ્હીઃ ઈન્કમ ટેક્સ વિભાગે એસેસમેન્ટ વર્ષ 2020-21 માટે ITR ફોર્મ જાહેર કરી દીધા છે. ઈન્કમ ટેક્સ વિભાગે રિટર્ન ફોર્મ ITR 1 સહજ, 2,3,4 સુગમ, 5,6,7 અને ITR-V ફોર્મ નોટિફાઇ કર્યા છે. પરંતુ આ વખતે આઈટીઆર-1 સહજ ફોર્મમાં થોડો બદલાવ કર્યો છે અને તેમાં કેટલીક નવી જાણકારી માંગવામાં આવી છે. જે હિસાબે આ ફોર્મ ભરવું પડશે.
આ ફોર્મ ઈન્કમ ટેક્સ વિભાગની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. જેમાં તમારે સેલરી, પેન્શનથી થયેલી આવકની વિગત ભરવી પડશે. હાઉસ પ્રોપર્ટીથી થયેલી ઈન્કમ કે ખોટની પણ જાણકારી આપવી પડશે. પરિવારની પેન્શનથી આવક અને બીજા સ્ત્રોતની આવક અંગે પણ જાણકારી આપવી પડશે.
આ વખતે જે પરિવર્તન કરવામાં આવ્યા છે તે આ પ્રમાણે છે
-ઘરેલુ કંપનીથી લાભ તરીકે આવક થઈ છે તો તે ટેક્સ અંતર્ગત આવે છે. તેથી તમે આઈટીઆર-1 એટલે કે સહજ ફોર્મ દ્વારા આઈટીઆર નહીં ભરી શકો.
- જો હાઉસ પ્રોપર્ટીમાં સંયુક્ત માલિકી હક છે ચો આઈટીઆર-1 સહજ કે આઈટીઆર-4 અંતર્ગત આઈટીઆર નહીં ભરી શકો.
- કરદાતાના કરંટ એકાઉન્ટ ડિપોઝિટ, વિદેશ યાત્રા અને વીજળી બિલની જાણકારી આપવી પડશે. જે અંતર્ગત કોઈ બેંક કે કો-ઓપરેટિવ બેંકમાં એક અથવા તેથી વધુ કરંટ એકાઉન્ટમાં એક કરોડથી વધારે રૂપિયા જમા કરાવ્યા હશે તો તેની જાણકારી આપવી પડશે.
- નાણાકીય વર્ષ 2019-20માં વિદેશ યાત્રા પર બે લાખ રૂપિયા કે તેથી વધુ ખર્ચ કર્યો હશે તો તેની જાણકારી આપવી પડશે. આ ઉપરાંત તમે એક લાખ કે તેનાથી વધારે વીજળી બિલ ભર્યુ હશે તો ફોર્મમાં ઉલ્લેખ કરવો પડશે.
કોરોના વાયરસના કારણે આ વખતે અનેક ટેક્સ સેવિંગ્સ ઇન્સ્ટ્રૂમેન્ટસ પર છૂટ આપીને રોકાણનો સમયગાળો વધારવામાં આવ્યો છે. હવે 30 જૂન સુધી કરેલા રોકાણ પર ટેક્સ છૂટ મળશે અને તેનો ઉલ્લેખ કરવા માટે ફોર્મમાં જગ્યા હશે. તેમાં 80 સી અંતર્ગત મળનારી છૂટ જેવીકે LIC, PPF, NSCમાં કરેલા રોકાણનો સમાવેશ થાય છે. 80 ડી (મેડિક્લેમ) અને 80 જી (ડોનેશન) અંતર્ગત કરવામાં આવેલા રોકાણ પર ડિડક્શન મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દેશ
Advertisement