મોંઘવારીનો વધુ એક માર, દિવાળી પહેલા કમર્શિયલ LPG સિલિન્ડમાં 266 રૂપિયાનો વધારો
Gas Cylinder Price Hike: દરરોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ બાદ ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ વધારો થયો છે.
Commercial Cylinder Price Hike: પેટ્રોલ-ડીઝલના (Petrol Diesel Price Hike)વધતા ભાવથી આમ આદમી પહેલાથી જ પરેશાન છે ત્યારે હવે કમર્શિયલ એલપીજી ગેસ (Commercial Cylinder Price Hike) સિલિન્ડરના ભાવમાં પણ વધારો થયો છે. કમર્શિયલ સિલિન્ડરના ભાવમાં 266 રૂપિયાનો વધારો થયો છે. જે બાદ દિલ્હીમાં 19.2 કિલોના કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2000.50 રૂપિયા થઈ ગયો છે. જોકે રાહતની વાત એ છે કે ઘરેલુ ઉપયોગમાં લેવાતા સિલિન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.
મહાનગરમાં શું છે ભાવ
આ પહેલા 1 ઓક્ટોબરના રોજ 19 કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. દિલ્હામાં 19.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમત 1734.50 રૂપિયા હતી. જે ચાલુ મહિનાના પ્રથમ દિવસ એટલે કે 1 નવેમ્બરે 264 રૂપિયા વધી ગઈ છે. ઈન્ડિયન ઓયલની વેબસાઇટ મુજબ દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરનો ભાવ 2000.50 રૂપિયા, કોલકાતમાં 2073.50, મુંબઈમાં 1950 રૂપિયા અને લખનઉમાં 2093 રૂપિયા થઈ ગયો છે.
હોટલમાં જમવાનું બિલ વધી શકે છે
ગેસના ભાવ વધતાં હોટલ-રેસ્ટોરંટમાં જમવાનું મોંઘું થઈ જશે. શાકભાજીના ભાવ, તેલના આસમાને આંબેલા ભાવના કારણે હોટલ ઈન્ડસ્ટ્રી પહેલાથી જ પરેશાન છે. હવે સિલિન્ડરના ભાવમાં વધારાથી હોટલ માલિકો ભાવ વધારવા મજબૂર બની શકે છે.
આ રીતે કરો ભાવ ચેક
ઈન્ડિયન ઓયલની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે તમારા શહેરના ભાવ ચેક કરી શકો છો. આ માટે https://www.iocl.com/pages/indane-cooking-gas-overview પર ક્લિક કરો જ્યાં તમને સબ્સિડી અને નોન સબ્સિડીવાળા સિલિન્ડરના ભાવ જોવા મળશે,
ચારેકોર મોંઘવારી
આ બાજુ પેટ્રોલના વધતા ભાવના કારણે દરેક લોકો પરેશાન છે. જે લોકો ફોર વ્હીલ ટુ વ્હીલ વાપરે છે તેમના ખિસ્સામાંથી રોજ સવારે વધારે પૈસા જઈ રહ્યા છે. પરિવહનથી લઈ રોજિંદી વપરાશની દરેક ચીજો મોંઘી થઈ રહી છે.