શોધખોળ કરો

Budget અગાઉ ગેસ સિલિન્ડર પર લોકોને રાહત, જાણો કેટલી થઇ LPGની કિંમત

price of LPG:બજેટ 2025 રજૂ થવાના થોડા કલાકો પહેલા દેશના કરોડો લોકોને મોટી રાહત મળી છે

price of LPG: બજેટ 2025 રજૂ થવાના થોડા કલાકો પહેલા દેશના કરોડો લોકોને મોટી રાહત મળી છે. દેશના સામાન્ય લોકોને ગેસ સિલિન્ડરના ભાવમાં રાહત આપવામાં આવી છે. IOCL ના ડેટા અનુસાર, ગેસ સિલિન્ડરના ભાવમાં સતત બીજા મહિને ઘટાડો કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આ ઘટાડો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં સાત રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.  જો છેલ્લા બે મહિનાના ઘટાડાને ઉમેરવામાં આવે તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 20 રૂપિયાથી વધુનો ઘટાડો થયો છે. બીજી તરફ માર્ચ 2024થી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ચાલો તમને એ પણ જણાવીએ કે દેશમાં કોમર્શિયલ અને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવ શું છે?

કોમર્શિયલ ગેસ સિલિન્ડર સસ્તા થયા

સતત બીજા મહિને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. દેશની રાજધાની દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 7 રૂપિયાનો ઘટાડો થયો છે અને તેની કિંમત 1,797 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં, ન્યૂનતમ ઘટાડો 4 રૂપિયા થયો છે અને કિંમત 1907 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે મુંબઈ અને ચેન્નઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 6.5 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જે બાદ બંને મહાનગરોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ અનુક્રમે 1749.50 રૂપિયા અને 1959.50 રૂપિયા થઈ ગયા છે. જો આપણે છેલ્લા બે મહિનાની વાત કરીએ તો, દેશની રાજધાની દિલ્હી અને મુંબઈમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 21.5 રૂપિયા સસ્તો થયો છે. જ્યારે કોલકાતામાં 20 રૂપિયા અને ચેન્નાઈમાં 21 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે.

ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર નથી

બીજી તરફ, સતત 11મા મહિને ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં છેલ્લે માર્ચ 2024માં ફેરફાર કરવામાં આવ્યો હતો. જ્યારે સરકારની જાહેરાત પછી IOCL એ ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. સરકારે હોળી અને લોકસભા ચૂંટણી પહેલા સામાન્ય લોકોને રાહત આપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારથી ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ત્યારથી દિલ્હીમાં ઘરેલુ ગેસ સિલિન્ડરનો ભાવ 803 રૂપિયા પર યથાવત છે. બીજી તરફ, કોલકાતામાં કિંમત 829 રૂપિયા, મુંબઈમાં 802.50 રૂપિયા અને ચેન્નઈમાં 818.50 રૂપિયા છે.

Budget 2025: બજેટમાં મધ્યમ વર્ગને મળશે મોટી કર રાહત! PM મોદીએ એવું શું કહ્યું કે, બધે થવા લાગી ચર્ચા?

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Amreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?Devayat Khavad Case : દેવાયત ખવડ વિવાદમાં પોલીસે શું કર્યો મોટો ખુલાસો? ક્યાંથી મળી કાર?Swaminarayan Gurukul viral video:  સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલAmreli Rape Case : બાળકી સાથે અડપલા કરનાર નરાધમ શિક્ષકને પિતાએ રંગેહાથ ઝડપ્યો, ફાંસીની માંગ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
મોહલ્લા ક્લિનિકના ટોઇલેટમાં દવાઓના બોક્સ, કેગ રિપોર્ટમાં AAPના 'હેલ્થ મોડલ' પર સવાલ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી બહાર ફેંકાયું પાકિસ્તાન, છતાં આઇસીસી આપશે આટલા કરોડનું ઇનામ
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
IND VS NZ: શુભમન ગિલ ચેમ્પિયન્સ ટ્રોફીમાં કરી શકે છે કેપ્ટનશીપ, જાણો રોહિત કેમ થશે બહાર?
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
BSNLએ Jio-Airtel ની ઊંઘ કરી હરામ, લગભગ 4 રૂપિયાના દૈનિક ખર્ચે 1 વર્ષની વેલિડિટી અને છપ્પરફાડ ડેટા પણ
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
‘તું મારી સાથે વાત કેમ નથી કરતો, મારો નંબર કેમ બ્લોક કર્યો’, યુવતીએ કારથી યુવકને મારી ટક્કર
Embed widget