શોધખોળ કરો
Advertisement
કોરોના વાયરસઃ એર ઈન્ડિયા એક્સપ્રેસમાં ટિકિટ રિશિડ્યૂલ કરાવવા પર નહીં લાગે ચાર્જ, જાણો વિગતે
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું, COVID-19ના વધતા ખતરાના કારણે પેસેન્જર્સ તેમના બુકિંગને ફ્લાઈટ ઉપડવાના ત્રણ દિવસ સુધી લંબાવી શકશે. 12 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી થનારા નવા બુકિંગ અને એપ્રિલ 30, 2020 સુધી ટ્રાવેલ કરનારા પેસેન્જર્સને આ લાભ મળશે.
નવી દિલ્હીઃ ભારતમાં પણ કોરોનાનો કહેર વધી રહ્યો છે. આજે દેશમાં ચાર નવા કેસ નોંધાયા છે. દિલ્હી, ઉત્તરપ્રદેશ, કેરળ અને જમ્મુ-કાશ્મીરમાં ખતરનાક વાયરસના દર્દી મળી સામે આવતાં દેશમાં કોરોનાના દર્દીની સંખ્યા 43 પર પહોંચી છે. મળતી માહિતી મુજબ, આ ચારેય દર્દીઓ તાજેતરમાં જ વિદેશથી પરત ફર્યા છે.
આ દરમિયાન એર ઈન્ડિયા એક્સપ્રેસ મોટી જાહેરાત કરી છે. સોમવારે જાહેરાત કરતાં એર ઈન્ડિયા એક્સપ્રેસે જણાવ્યું, કોરોના વાયરસના કારણે પેસેન્જરો 12 માર્ચથી 31 માર્ચ સુધી બુક કરાવેલી ટિકિટને ફ્રી ઓફ કોસ્ટ રિશિડ્યૂલ કરાવી શકશે.
13 આંતરરાષ્ટ્રીય સ્થળો પર જતી આ એરલાઇન્સના મોટાભાગના ડેસ્ટિનેશન ગલ્ફ પ્રદેશમાં છે. કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું, COVID-19ના વધતા ખતરાના કારણે પેસેન્જર્સ તેમના બુકિંગને ફ્લાઈટ ઉપડવાના ત્રણ દિવસ સુધી લંબાવી શકશે. 12 માર્ચથી 31 માર્ચ, 2020 સુધી થનારા નવા બુકિંગ અને એપ્રિલ 30, 2020 સુધી ટ્રાવેલ કરનારા પેસેન્જર્સને આ લાભ મળશે. જો ફ્લાઇટ બુકિંગ કેન્સલ કરાવશો તો આ માટે ચાર્જ આપવો પડશે તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે.Air India Express: We offer penalty waivers due to #COVID2019. In view of uncertain travel situation due to COVID-19, free date change will be permitted up to 3 days prior to the flight departure, for all new bookings between March 12 & March 31, for travel up to April 30. pic.twitter.com/XGXFHBXlrE
— ANI (@ANI) March 9, 2020
રવિવારે ગો એરે પણ 30 એપ્રિલ સુધી બુક થયેલી ટિકિટના રિશિડ્યૂલિંગ કે કેન્સલેશન પર કોઈ ચાર્જ નહીં લેવાની જાહેરાત કરી હતી. શનિવારે ઈન્ડિગોએ પણ 12 માર્ચથી 31 માર્ચ સુધી ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટના બુકિંગ પર રિશિડ્યૂલિંગ ચાર્જ માફ કરવાની જાહેરાત કરી હતી. Coronavirus: દેશમાં વધુ 4 દર્દી નોંધાયા, 30 એરપોર્ટ પર સઘન તપાસ, સરકાર કરી રહી છે આ ઉપાય શેરબજારમાં માતમ, રિલાયન્સના શેરમાં બોલ્યો મોટો કડાકો, ગુમાવ્યો નંબર 1નો તાજ મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ શેફાલીએ ગુમાવ્યું નંબર વનનું સ્થાન, ટોપ-10માં ત્રણ ભારતીયNumber of #Coronavirus cases worldwide crosses 110,000, reports AFP
— ANI (@ANI) March 9, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement