શોધખોળ કરો
Advertisement
શેરબજારમાં માતમ, રિલાયન્સમાં 12 વર્ષનો સૌથી મોટો કડાકો, ગુમાવ્યો નંબર 1નો તાજ
દિવસના અંતે સેન્સેક્સ 1941.67ના કડાકા સાથે 35634.94 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 538 પોઈન્ટના ઘટાડા સાથે 10451.45ની સપાટીએ બંધ થઈ હતી.
મુંબઈઃ કોરોના વાયરસ અને યસ બેંકના કારણે સોમવે ભારતીય શેરબજારમાં મોટો કડાકો બોલ્યો હતો. સેન્સેક્સ 2300થી વધુ પોઈન્ટ ગબડ્યો હતો અને નિફટીમાં પણ 600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે ગત સપ્તાહે થાપણદારો અને રોકાણકારોને રડાવનારી યસ બેંકના શેરમાં 34 ટકાનો ઉછાળો આવ્યો હતો.
દિવસના અંતે સેન્સેક્સ 1941.67ના કડાકા સાથે 35634.94 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 538 પોઈન્ટના ઘટાડા સાથે 10451.45ની સપાટીએ બંધ થઈ હતી. Yes Bank 31.58%ના વધારા સાથે 21.25 પર બંધ રહી હતી.
મુકેશ અંબાણીના નેતૃત્વવાળી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ ઘટીને 7,05,655.56 કરોડ થઈ ગયું હતું. રિલાયન્સના શેરની 52 સપ્તાહની નીચી સપાટી 1094.95 અને સર્વોચ્ચ સપાટી 1617.80 છે. આજે રિલાયન્સનો શેર 1114.15 પર બંધ રહ્યો હતો. કારોબાર દરમિયાન રિલાયન્સનો શેર 13 ટકાના ઘટાડા સાથે 1105 પર આવી ગયો હતો. જે ઓક્ટોબર 2008 બાદનો સૌથી મોટો ઘટાડો હતો. કંપનીના શેરધારકોને એક જ દિવસમાં 1.08 લાખ કરોડ રૂપિયા ડૂબી ગયા હતા.Sensex closes 1941.67 points lower, at 35,634.95 pic.twitter.com/s9lbXZCPLR
— ANI (@ANI) March 9, 2020
રિલાયન્સને પછાડીને TCS નંબર પર કંપની બની ગઈ છે. TCSનો શેર આજે 145.70 રૂપિયાના ઘટાડા સાથે 1972.20ની સપાટી પર બંધ રહ્યો હતો. તેમ છતાં તેની માર્કેટકેપ 7,40,045.31 કરોડ રૂપિયા છે. ટીસીએસના શેરની 52 સપ્તાહની નીચી સપાટી 1929 અને સર્વોચ્ચ સપાટી 2296 રૂપિયા છે.
મહિલા વર્લ્ડકપની ફાઈનલમાં હાર બાદ શેફાલીએ ગુમાવ્યું નંબર વનનું સ્થાન, ટોપ-10માં ત્રણ ભારતીય
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion