શોધખોળ કરો

કોરોના વાયરસના ડરે લોકો ATM નથી જતા, આ રીતે ઘર બેઠે જ બેંકમાંથી મંગાવી શકો છો રૂપિયા

એસબીઆઈ, આઈસીઆઈસીઆઆ, એક્સિસ, કોટક અને એચડીએફસી જેવી અનેક બેંક શરતોની સાથે ગ્રાહકોને ઘર સુધી રોકડ પહોંચાડી હી છે.

નવી દિલ્હીઃ કોરોના વાયરસના વધતા જોખને ધ્યાનમાં રાખતા દેશમાં 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી ખૂબ જ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું. આ મહામારીના ડરથી લોકો પણ ઘરમાં કેદ થઈ ગયા છે. બહાર નથી જઈ શકતા. બેંકો અને એટીએમને સરકારે ખુલા રાખવાની છૂટ આપી છે, પરંતુ ત્યાં પણ ભીડ  હોય છે, જેના કારણે સામાન્ય લોકો ત્યાં પણ જતા ડરે છે. એવામાં અમે તમને એવો રસ્તો બતાવી રહ્યા છે જેમાં તમે ઘર બેઠે જ બેંકમાંથી રોકડ મગાવી શકો છો. દેશની અનેક મોટી બેંક પોતાના ગ્રાહકોનો રોકડની હોમ ડિલિવરીની સુવિધા આપે છે. એસબીઆઈ, આઈસીઆઈસીઆઆ, એક્સિસ, કોટક અને એચડીએફસી જેવી અનેક બેંક શરતોની સાથે ગ્રાહકોને ઘર સુધી રોકડ પહોંચાડી હી છે. ઘર બેઠે કેવી રીતે મગાવી શકાય છે રોકડ ગ્રાહકો દ્વારા રોકડ મગાવવા માટે દરેક બેંકની પોતાની પ્રોસેસ છે. દેશના સૌથી મોટી બેંક એસેબીઆઈ રોકડની હોમ ડિલિવરીની સાથે સાથે ઘર બેઠે બેંકમાં રૂપિયા જમા કરાવવાની સુવિધા પણ આપી રહી છે. જોકે એસબીઆઈમાં આ સુવિધા વરિષ્ઠ નાગરિકો, દિવ્યાંગો અથવા વિશેષ રજિસ્ટ્રેસન કરાવનારા ગ્રાહકો માટે ઉપલબ્ધ છે. આ ગ્રાહકો 25 હજાર રૂપિયા સુધી ઘર બેઠે મગાવી શકે છે. આ સેવાનો લાભ લેવા માટે તમારે 100 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. એચડીએફસી પણ આ પ્રકારની સેવા પોતાના ગ્રાહકોને આપે છે. એચડીએફસીમાં તમે ઘર બેઠે 25 હજાર રૂપિયા સુધી મગાવી શકો છો. તેના માટે ચાર્જ તરીકે તમારે 100થી 200 રૂપિયા બેંકને આપવા પડશે. આઈસીઆઈસીઆઆ બેંકના ગ્રાહકો બેંકની વેબસાઇટ Bank@homeservice પર લોગનઇન કરી અથવા કસ્મટર કેર પર ફોન દ્વારા ઘર બેઠે રોકડ મગાવાની સુવિધા સાથે જોડાઈ શકે છે. આ બેંકે રોકડ મગાવવા માટે સવારે 9 કલાકથી બપોરના 2 કલાક સુધીનો સમય નક્કી કર્યો છે. બેંક અનુસાર વિનંતી કર્યાના બે કલાકની અંદર ગ્રાહકોને રૂપિયા તેના ઘરે પહોંચાડવામાં આવશે. ખાસ વાત એ છે કે આઈસીઆઈસીઆઈના ગ્રાહકો આ સુવિધા અંતર્ગત બે હજારથી લઈને બે લાખ સુધીની રોકડ મગાવી શકે છે. તેના માટે ગ્રાહકોએ 50 રૂપિયા ચાર્જ ઉપરાંત તેના પર 18 ટકા જીએસટી આપવો પડશે, જે કુળ મળીને  60 રૂપિયા આસાપસ થાય છે. ઉપરાંત એક્સિસ, કોટક જેવી અનેક મોટી બેંક પણ અરજી કરવા પર ઘર બેઠે રોકડ પહોંચાડી રહી છે. આ સેવા માટે બેંકની એપનો ઉપયોગ કરી શકાય છે.

ટોપ સ્ટોરી

ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
ઓગસ્ટ સમાપ્ત થાય તે પહેલા આ 4 કામ પતાવી લો, નહીં તો થઈ શકે છે મુશ્કેલી?
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
SIP Calculator: 40 વર્ષે SIP શરુ કરી તમે નિવૃતિ માટે બનાવી શકો છો 1 કરોડનું ફંડ! આ રહ્યું કેલ્ક્યુલેશન 
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Gold Silver Rate: સોના, ચાંદીની ફરી વધી ચમક, કિંમતમાં થયો વધારો, જાણો આજના લેટેસ્ટ ભાવ
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો

વિડિઓઝ

Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
Embed widget