(Source: ECI/ABP News/ABP Majha)
Cryptocurrency News Today: ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં તેજી, Cardano અને Dogecoin માં જબરદસ્ત ઉછાળો
Bitcoin 2.19% વધીને $42,836.88 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereumની કિંમત છેલ્લા 24 કલાકમાં 2.83% વધીને $3,023.05 પર હતી.
Cryptocurrency News: આજે ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં સારો ઉછાળો આવ્યો છે. ગુરુવારે સવારે 10:05 વાગ્યા સુધીમાં, ગ્લોબલ ક્રિપ્ટો માર્કેટ કેપ 2.46%ના ઉછાળા સાથે $1.95 ટ્રિલિયન સુધી પહોંચી ગયું છે. મોટા સિક્કાની વાત કરીએ તો કાર્ડનોમાં 15%નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. આ સિવાય બિટકોઈન અને ઈથેરિયમ પણ સારા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે. બિટકોઈન હાલમાં $42 હજારથી ઉપર છે અને તે સતત વધી રહ્યું છે.
Coinmarketcap ના ડેટા અનુસાર, મંગળવારે આ સમાચાર લખ્યાના સમયે, Bitcoin 2.19% વધીને $42,836.88 પર ટ્રેડ કરી રહ્યું હતું, જ્યારે Ethereumની કિંમત છેલ્લા 24 કલાકમાં 2.83% વધીને $3,023.05 પર હતી. બિટકોઈન પ્રભુત્વ આજે 41.8% છે. ઇથેરિયમનું માર્કેટ વર્ચસ્વ વધીને 18.6% થયું છે.
ક્યા કોઈનમાં કેટલો ઉછાળો-ઘટાડો?
- કાર્ડાનો (Cardano – ADA) - કિંમત: $1.10, ઉછાળો: 14.19%
- ડોજેકોઈન (Dogecoin – DOGE) - કિંમત: $0.1358, ઉછાળો: 11.80%
- શિબા ઇનુ (Shiba Inu) - કિંમત: $0.00002466, ઉછાળો: 6.41%
- સોલાના (Solana – SOL) - કિંમત: $95.16, ઉછાળો: 5.85%
- ટેરા લુના (Terra – LUNA) - કિંમત: $94.57, ઉછાળો: 2.07%
- બીએનબી (BNB) - કિંમત: $407.60, ઉછાળો: 1.68%
- એવલોન્ચ (Avalanche) - કિંમત: $84.75, ઉછાળો: 1.68%
- એક્સઆરપી (XRP) - કિંમત: $0.8341, ડાઉન: 0.60%
સૌથી વધુ આ ક્રિપ્ટોમાં ઉછાળો આવ્યો
છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ જે ક્રિપ્ટોમાં ઉછાળો આવ્યો છે તેમાં ARC, AltSwitch (ALTS) અને Integral (ITGR) નો સમાવેશ થાય છે. ARC માં 329.22% નો નોંધપાત્ર ઉછાળો જોયો છે, જ્યારે AltSwitch (ALTS) નામના ક્રિપ્ટોકોઇનમાં 299.53%નો ઉછાળો આવ્યો છે. ઇન્ટિગ્રલ (ITGR) ત્રીજા નંબરે છે અને તેમાં 157.61%નો વધારો થયો છે.