(Source: ECI/ABP News/ABP Majha)
Cyber Fraud: સાવધાન! ઓનલાઈન ફ્રોડની નવી જ ટ્રીક, OTP વગર જ આ રીતે ઉપડી ગયા રૂ. 50 લાખ
પીડિતનું કહેવું છે કે, તેના નંબર પર તેને ઘણી વખત મિસ્ડ કોલ આવ્યા હતાં જેમાંથી તેણે એક-બે વાર ફોન ઉપાડ્યો હતો પરંતુ સામેથી કોઈ જવાબ મળ્યો નહોતો.
Delhi Cyber Fraud Case: આજકાલ ઓનલાઈન છેતરપિંડીના કેસો વધી રહ્યાં છે. ઓનલાઈન ફ્રોડ કરનારાઓ નવી નવી રીતો પણ અખત્યાર કરી રહ્યાં છે. આવો જે ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. ઠગોએ સિક્યુરિટી એજન્સી ચલાવતા વ્યક્તિના ખાતામાંથી રૂપિયા 50 લાખ ઉઠાવી લીધા હતા. પીડિતનું કહેવું છે કે, તેણે ના તો કોઈ OTP કોઈને કહ્યો છે અને ન તો તેને OTP માટે કોઈ કોલ આવ્યો હતો. તેમ છતાં તેના ખાતામાંથી આટલી મોટી રકમની ઉઠાંતરી થઈ ગઈ છે.
પીડિતનું કહેવું છે કે, તેના નંબર પર તેને ઘણી વખત મિસ્ડ કોલ આવ્યા હતાં જેમાંથી તેણે એક-બે વાર ફોન ઉપાડ્યો હતો પરંતુ સામેથી કોઈ જવાબ મળ્યો નહોતો. અહેવાલ મુજબ મિસ્ડ કોલની મારવાનો આ ઘટનાક્રમ લગભગ 1 કલાક સુધી ચાલ્યો હતો અને તે ત્યાર બાદ તેના નંબર પર એક મેસેજ આવ્યો હતો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, તમારા બેંક ખાતામાંથી 50 લાખ રૂપિયા ઉપડ્યા છે. ફોન સાંજે 7 થી 8:45 વચ્ચે આવ્યો હતો. ઘટના 19 ઓક્ટોબરની કહેવાય છે.
જુદા જુદા ખાતામાં પૈસા થયા ટ્રાન્સફર
સાયબર ગુનેગારો છેતરપિંડીની અવનવી રીતો અપનાવી રહ્યા છે. સામે આવેલા કેસમાં RTGS દ્વારા ખાતામાંથી 50 લાખની રકમ ઉપાડી લેવામાં આવી હતી. સાયબર ફ્રોડ દ્વારા જુદા-જુદા એકાઉન્ટ દ્વારા 50 લાખ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતાં. જેમાંથી એક ભાસ્કર મંડળના ખાતામાં 12 લાખ, જ્યારે અન્ય વ્યક્તિના ખાતામાં 4.6 લાખ અને બે અલગ-અલગ ખાતામાં 10 લાખ ટ્રાંસફર કરવામાં આવ્યા હતાં.
OTP વગર પૈસા ઉપાડો!
પોલીસનું કહેવું છે કે, આટલી રકમ ઉપાડવા માટે ‘સિમ સ્વેપિંગ’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે માહિતી આપી હતી કે, આ ટેકનિક હેઠળ છેતરપિંડી કરનારાઓ કોઈ પણ રીતે વ્યક્તિના સિમ સુધી પહોંચે છે અને એકાઉન્ટમાં રજિસ્ટર્ડ નંબર સાથે ડુપ્લિકેટ સિમ કાર્ડનો ઉપયોગ કરે છે. ત્યાર બાદ મૂળ નંબર પર બંધ થઈ જાય છે અને ડુપ્લિકેટ સિમ સક્રિય થઈ જાય છે. તેઓ મેસેજ દ્વારા OTP વગેરે વિશેની માહિતી મેળવી લે છે.
કેવી રીતે કરવો બચાવ?
જો તમારા ફોનમાં કોઈ કોલ અથવા એસએમએસ નથી આવી રહ્યો તો તરત જ તેના વિશે મોબાઈલ ઓપરેટર સાથે વાત કરો અને સંપૂર્ણ માહિતી મેળવો. કસ્ટમર કેરને પણ ફોન કરો. આ સ્થિતિમાં જો વારંવાર અનેક કોલ આવે તો પણ એલર્ટ રહેવું જોઈએ. કારણ કે છેતરપિંડી કરનાર તેમને વારંવાર ફોન કરીને તમને તમારો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરવાની ફરજ પાડી શકે છે.
તમારો મોબાઈલ નંબર કોઈ પણ સોશિયલ મીડિયા પર અથવા એવી જગ્યાએ શેર ન કરવો જોઈએ જ્યાંથી કોઈ તમારા નંબરની વિગતો મેળવી શકે. તમારા ફોન અને બેંકની વિગતો કોઈને ન આપો. તમારા ફોનના SMS પણ ચેક કરતા રહો.