Patan News: પાટણના ચાણસ્મામાં ભયંકર દુર્ઘટના, એક જ પરિવારના 5 લોકોના તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ
Patan News: પાટણના ચાણસ્મામાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 5 લોકોના કરૂણ મૃત્યુ નિપજ્યાં છે. ઘટના આખરે કેવી રીતે ઘટી જાણીએ સમગ્ર વિગત

Patan News: પાટણના ચાણસ્મામાં તળાવમાં ડૂબી જવાથી પાંચના મૃત્યુ થયા છે. વડાવલી ગામમાં તળાવમાં એક જ પરિવારના પાંચ લોકો ડૂબી જતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ઉલ્લેખનિય છે કે, પશુ ચરાવવા જતા સમયે દુર્ઘટના બની હતી. દુર્ઘટના એવી રીતે ઘટી કે બાળકને ડૂબી જતાં જોઇને મહિલા સહિત ત્રણ લોકો બાળકને બચાવવા તળાવમાં કૂદ્યાં હતા. જેના પગલે માતા-પુત્ર, પુત્રી અને અન્ય બે બાળકોના મોત થયા છે. મૃતકમાં 25 વર્ષીય ફિરોઝા બાનુ, 10 વર્ષીય માહીરા બાનુ મલેક, 8 વર્ષીય અબ્દૂલ કાદરી મલેક, 14 વર્ષીય સીમુ પઠાણ, અને 16 વર્ષીય સોહીલ રહીમ કુરેશીનો સમાવશે થાય છે. બાળકને બચાવવા જતાં તળાવમાં આખો પરિવાર ડૂબી ગયો. એક પરિવારના ચાર બાળકો અને એક મહિલાનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રવિવારના સાંજે માતા-પુત્ર અને પુત્રી સાથે અન્ય બે બાળકો પશુ ચરાવવા માટે ગયા હતા.જ્યાં તળાવમાં પગ લપસી જતા એક બાળક ડૂબવા લાગ્યો.બાળકને બચાવવા મહિલા ગઈ બાદ અન્ય બાળકો પણ તળાવના પાણીમાં ગરકાવ થયા.જો કે પશુઓ એકલા જ ઘરે આવતા પરિવારના લોકોની સાથે ગામના લોકો એકત્ર થયા.તળાવ પાસે પગરખા જોવા મળતા લોકોએ શોધખોળ શરૂ કરી.જેમાં તળાવમાંથી ચાર બાળક સહિત એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો.જો કે સમગ્ર ઘટનાને લઈ ગામમાં શોકનો માહોલ ફેલાયો.પાંચેય મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા.સાથે જ સ્થાનિક પોલીસ સહિત ચાણસ્મા પ્રાંત અધિકારી પણ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા...અને તમામ મૃતદેહને પોસ્ટમોર્ટમમાં મોકવાયા છે .જ્યાં પણ ગામના સરપંચ સહિત લોકો એકત્ર થયા હતા.
એક જ પરિવારના 5 લોકોના મોતથી ગામમા ગમગીની છવાઈ ગઈ છે. એકજ પરિવારના ત્રણ લોકો જેમાં માતા પુત્ર અને પુત્રી સહિત અન્ય બે બાળકોનો સમાવેશ થાય છે. તેઓ બપોરે બકરા ચરાવવા માટે બપોરે ગયા હતા અને ત્યાર બાદ બકરા ઘરે પહોંચ્યા પરંતુ સાથે એકપણ વ્યક્તિ ના દેખાતા શોધખોળ કરતા માલુમ પડ્યું કે, બાળકનો તળાવમાં પગ લપસવાથી ડુબ્તાયો હતો જેને બચાવવા જતા વારાફરતી એક બાદ એક પાંચે જણા તળાવમાં કૂદ્યા હતા. જ્યારે પરિજને તપાસ કરતા તળાવ પાસે પહોંચ્યાં તો તળાવના કિનારે ચંપલ નજરે પડ્યા હતાઅને અનુમાન લગાવ્યું હતું કે તળાવના અંદર જ આ લોકો ડૂબ્યા છે ત્યારે ગામના યુવાનો સહિત આગેવાનો તળાવ ખાતે મોટી સંખ્યામાં ભેગા થયા હતા ગામના યુવાનો તળાવમાં શોધખોળ કરતા એક કલાક ની જહેમત બાદ એક બાદ એક લાશો મળી આવતાં વાતાવરણ ગમગીન થઇ ગયું હતું. આ પાંચ મૃતદેહને ચાણસ્મા રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લઇ જવાયા હતા. હોસ્પિટલ ખાતે ગામના સરપંચ સહિત ગામના લોકો ના ટોળે ટોળા ઉમટ્યા હતા પોસ્ટમોર્ટમ થયા બાદ તમામ મૃતદેહને પરિવારને સોંપવામાં આવયાં હતી અને તમામને વડાવલી ગામ ખાતે લઈ જવામાં આવ્યા ત્યારે આખુય ગામ શોકમગ્ન બની ગયું હતું મુસ્લિમલ પરિવાર હોવાથી મુસ્લિમ સમુદાયમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
