DA Hike 2025: કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશખબર! 2025 માં આટલું વધશે મોંઘવારી ભથ્થું
જાન્યુઆરી 2025માં DA 56% થવાની સંભાવના: એક કરોડથી વધુ કર્મચારીઓ-પેન્શનરોને થશે ફાયદો.
DA Hike 2025: નવું વર્ષ નજીક આવી રહ્યું છે ત્યારે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોની નજર જાન્યુઆરી 2025માં થનારા મોંઘવારી ભથ્થા (DA)ના વધારા પર છે. વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ વધારો તેમના માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે. જોકે, આ વધારો ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI)ના આંકડા પર આધારિત છે, જેના કારણે સત્તાવાર જાહેરાતમાં થોડો વિલંબ થઈ રહ્યો છે.
મોંઘવારી ભથ્થું કેવી રીતે નક્કી થાય છે?
મોંઘવારી ભથ્થામાં દર 6 મહિને AICPIના આંકડાના આધારે સુધારો કરવામાં આવે છે. સરકાર જાન્યુઆરી-જૂન અને જુલાઈ-ડિસેમ્બરના ડેટાની સમીક્ષા કરે છે અને 12 મહિનાની સરેરાશ AICPIના આધારે DAમાં વધારો જાહેર કરે છે.
ઓક્ટોબર 2024માં DAમાં 3%નો વધારો
16 ઓક્ટોબર, 2024ના રોજ કેન્દ્ર સરકારે DA 3% વધારીને 53% કર્યો હતો, જેનો લાભ એક કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને મળ્યો હતો. અગાઉ, જાન્યુઆરી 2024માં DA 4% વધારીને 50% કરવામાં આવ્યું હતું, જેની જાહેરાત માર્ચમાં કરવામાં આવી હતી.
જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે?
અપેક્ષા છે કે જાન્યુઆરી 2025માં DAમાં 3%નો વધુ વધારો થઈ શકે છે. AICPIના વર્તમાન પ્રવાહોના આધારે, જે ઓક્ટોબર 2024માં 144.5 પર પહોંચી ગયો છે અને હજુ પણ વધવાની શક્યતા છે, DA 56% સુધી પહોંચી શકે છે. જો આ વધારો લાગુ થશે, તો તેની સીધી અસર કર્મચારીઓ અને પેન્શનરોના પગાર અને પેન્શન પર પડશે.
કોને કેટલો ફાયદો થશે?
- જે કર્મચારીઓનો લઘુત્તમ પગાર ₹18,000 છે, તેમને ₹540નો લાભ મળશે.
- ₹2,50,000નો મહત્તમ પગાર મેળવનારાઓને ₹7,500નો વધારો મળશે.
- પેન્શનરોને પણ લાભ મળશે, જેમનું પેન્શન ₹270 થી વધીને ₹3,750 સુધી વધી શકે છે.
8મા પગારપંચ અંગે કોઈ સ્પષ્ટતા નથી
કર્મચારી યુનિયન ઘણા સમયથી 8મા પગાર પંચની માંગ કરી રહ્યા છે, પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં તેની કોઈ યોજના નથી. સંસદમાં રાજ્યકક્ષાના મંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે 8મા પગાર પંચને લઈને કોઈ પ્રસ્તાવ વિચારણા હેઠળ નથી.
આમ, જાન્યુઆરી 2025માં મોંઘવારી ભથ્થામાં સંભવિત વધારાથી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળવાની શક્યતા છે.
આ પણ વાંચો....
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ