શોધખોળ કરો

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

યુવાનો માટે રોજગારી સર્જન સરકારની પ્રાથમિકતા, હાલ કોઈ સીધી બેરોજગારી ભથ્થાની યોજના નથી

તાજેતરમાં સંસદમાં પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે હાલમાં યુવાનો માટે કોઈ સીધી બેરોજગારી ભથ્થાની યોજના શરૂ કરવાની કોઈ દરખાસ્ત નથી. જો કે, સરકારે રોજગારીનું સર્જન અને યુવાનોના કલ્યાણને પોતાની પ્રાથમિકતા ગણાવી છે અને આ દિશામાં સતત કામ કરી રહી છે.

સંસદના શિયાળુ સત્રમાં સાંસદ જીસી ચંદ્રશેખરે સરકારને બેરોજગાર યુવાનોને બેરોજગારી ભથ્થું આપવા અંગે પૂછ્યું હતું, જેથી તેઓ વધતી મોંઘવારીનો સામનો કરી શકે. આ પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે સરકાર યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

તેમણે કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC)ની અટલ બીમિત વ્યકિત કલ્યાણ યોજના (ABVKY - Atal Beemit Vyakti Kalyan Yojana)નો ઉલ્લેખ કર્યો હતો, જે હેઠળ પાત્રતા ધરાવતા વીમાધારક કામદારોને બેરોજગારી લાભ આપવામાં આવે છે. આ યોજના હેઠળ બેરોજગારી લાભ સરેરાશ દૈનિક કમાણીના 25% થી વધારીને 50% કરવામાં આવ્યો છે, જે 90 દિવસ માટે ચૂકવવાપાત્ર છે. આ ઉપરાંત, વીમાધારક કામદારો માટે લાભોનો દાવો કરવાની પાત્રતાની શરતોમાં પણ છૂટછાટ આપવામાં આવી છે.

સરકારે રોજગાર સર્જનના દરમાં વધારાનો પણ દાવો કર્યો છે. એક અહેવાલને ટાંકીને શ્રમ મંત્રાલયે જણાવ્યું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં રોજગારમાં લગભગ 36%નો વધારો થયો છે, એટલે કે 2016-17 અને 2022-23 વચ્ચે લગભગ 17 કરોડ નોકરીઓનું સર્જન થયું છે.

ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનનો તાજેતરનો અહેવાલ 'Busting the myth of jobless growth: Insights from data, theory, and logic' એ છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતમાં રોજગારીનાં વલણો વિશે જણાવે છે, આ અહેવાલ અનુસાર દેશમાં બેરોજગારીનો દર 2017-18માં 6% થી ઘટીને 2022-23 માં 3.2% થઈ ગયો છે.

મંત્રાલયે જણાવ્યું હતું કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના KLEMS ડેટાબેઝના રોજગાર ડેટા, જે રોજગાર અને બેરોજગારી સર્વેક્ષણ અને પીરિયોડિક લેબર ફોર્સ સર્વે (PLFS) પર આધાર રાખે છે, તે 1980 ના દાયકાથી રોજગારમાં સતત વધારો દર્શાવે છે .

આ પણ વાંચો...

Gold Rate: સોનામાં મોટો ઘટાડો: 2,561 રૂપિયાથી વધુ સસ્તું થયું, ભાવ વધુ ઘટવાની શક્યતા

Ration card: રેશનકાર્ડના એક-બે નહીં, આ છે 8 મોટા ફાયદા, જાણો તમને કઈ રીતે મળશે લાભ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ

PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ

Indians In Russia: રશિયન સૈન્યમાં ફસાયા 18 ભારતીયો, સૌથી વધુ UPના, સંસદમાં સરકારે આપી જાણકારી

Delhi New CM: જો ભાજપની સરકાર બનશે તો કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? રેસમાં છે આ 5 મોટા નામ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મોતના ખાડા કોનું પાપ?Hun To Bolish : હું તો બોલીશ : ટ્રમ્પનું ટોર્ચરAhmedabad news : અમદાવાદના દરિયાપુરમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ આચર્યાની ફરિયાદAhmedabad News: અમદાવાદની વધુ એક હોસ્પિટલ પર લાગ્યો સારવાર બાદ દર્દીના મોતનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
Sonu Sood: બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ વિરુદ્ધ ધરપકડ વોરંટ જાહેર,લાખો રુપિયાની છેતરપીંડીનો છે કેસ
PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ
PM Kisan Yojna: પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો આ તારીખે આવશે બેન્ક એકાઉન્ટમાં, ફટાફટ કરો આ કામ
Indians In Russia: રશિયન સૈન્યમાં ફસાયા 18 ભારતીયો, સૌથી વધુ UPના, સંસદમાં સરકારે આપી જાણકારી
Indians In Russia: રશિયન સૈન્યમાં ફસાયા 18 ભારતીયો, સૌથી વધુ UPના, સંસદમાં સરકારે આપી જાણકારી
Delhi New CM: જો ભાજપની સરકાર બનશે તો કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? રેસમાં છે આ 5 મોટા નામ
Delhi New CM: જો ભાજપની સરકાર બનશે તો કોણ બનશે દિલ્હીના મુખ્યમંત્રી? રેસમાં છે આ 5 મોટા નામ
ભયાનક જંગલોને પાર કર્યા, ગન બતાવી રૂપિયા વસૂલ્યા... આ રીતે USA પહોંચ્યો હતો રોબિન હાંડા

Health Tips: ભૂલથી પણ ખાલી પેટે ન ખાવી જોઈએ આ વસ્તુઓ, તે તમારા સ્વાસ્થ્યને થશે ગંભીર નુકસાન

Crime News: અમદાવાદમાં સગા બાપે સગીર દીકરી પર દુષ્કર્મ ગુજાર્યો, દીકરીને ગર્ભ રહેતા પાપનો પર્દાફાશ

DeepSeek AI પર અત્યાર સુધી ત્રણ દેશોએ લગાવ્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ?

Embed widget