Dell layoffs: ગૂગલ, માઇક્રોસોફ્ટ બાદ Dell કંપનીમાં મોટાપાયે છટણી, 6000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા
Dell layoffs: ખર્ચમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ આ સંખ્યા ઘટીને 1 લાખ 20 હજાર થઈ ગઈ છે.
Dell layoffs: અમેરિકન કોમ્પ્યુટર વિક્રેતા કંપની ડેલે તેના 6 હજાર કર્મચારીઓની છટણી કરી છે. એચટી ન્યૂઝના અહેવાલ મુજબ, ડેલ ટેક્નોલોજીનું કહેવું છે કે તેણે ખર્ચ ઘટાડવાની વ્યાપક પહેલના ભાગરૂપે તેના મેન પાવરમા ઘટાડો કર્યો છે. તેનાથી કંપનીને કોઈ નુકસાન થશે નહીં. હવે કંપની તેની જરૂરિયાત જેટલા જ લોકોને નોકરી પર રાખશે. કંપની બાહ્ય નિમણૂકોને મર્યાદિત કરશે અને કર્મચારીઓનું પુનર્ગઠન શરૂ કરશે.
After Google & Microsoft, Dell Becomes Latest Tech Giant To Do Layoffs, Fires 6,000 Employees #worth #business https://t.co/Hf0vYclfcT
— Indiatimes (@indiatimes) March 26, 2024
ડેલ ટેક્નોલોજીએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2023માં તેની પાસે લગભગ 1 લાખ 26 હજાર કર્મચારીઓ હતા, પરંતુ ખર્ચમાં ઘટાડો કરવાના નિર્ણય બાદ આ સંખ્યા ઘટીને 1 લાખ 20 હજાર થઈ ગઈ છે.
અગાઉ ઓક્ટોબર 2023માં પણ ડેલે કર્મચારીઓની છટણી કરી હતી. આ છટણી બાદ ડેલ ટેક્નોલોજીના કર્મચારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેઓને નવી નોકરી શોધવાની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
હવે કેટલીક કંપનીઓ દ્વારા છટણી માટે જે રીતો અપનાવવામાં આવી રહી છે તે ખૂબ જ આશ્ચર્યજનક છે. આવા જ એક આશ્ચર્યજનક નિર્ણયમાં કેનેડાની અગ્રણી ટેલિકોમ કંપની બેલે માત્ર 10 મિનિટના વીડિયો કોલમાં 400 કર્મચારીઓને ઘરે મોકલી દીધા છે.
યુનિયને કંપનીની પદ્ધતિઓને શરમજનક ગણાવી હતી
કેનેડાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના કર્મચારી સંઘ યુનિફોરે આ નિર્ણયની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે આ અસંવેદનશીલ રીતે કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાનો નિર્ણય ઘણો ખોટો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ યુનિફોરે કંપની દ્વારા અપનાવવામાં આવેલી પદ્ધતિને શરમજનક ગણાવી છે. છૂટા કરાયેલા કર્મચારીઓ લાંબા સમયથી બેલ માટે કામ કરતા હતા. મહેનતુ કર્મચારીઓને દૂર કરવા માટે, બેલે માત્ર 10 મિનિટની વર્ચ્યુઅલ ગ્રૂપ મીટિંગ યોજી અને આ તમામ 400 લોકોને કંપની પર બોજ ગણીને છૂટા કરી દેવામાં આવ્યા. એક મેનેજર હાથમાં છટણીનો પત્ર લઈને આ મીટિંગમાં આવ્યો. તેણે ચુકાદો આપવાનું શરૂ કર્યું. તેણે ન તો કોઈ કર્મચારી સાથે વાત કરી કે ન તો યુનિયન સાથે. દરેકને માત્ર એક પિંક સ્લીપ આપવામાં આવી હતી.