શોધખોળ કરો

Diwali 2024: દિવાળી પર ગોલ્ડ પ્રથમવાર 82000 રૂપિયાને પાર, વધુ માંગને કારણે કિંમતોમાં ઉછાળો

Diwali 2024:છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે.

Diwali 2024: દિવાળીમાં સોનાની કિંમત નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગઈ છે. મજબૂત માંગને કારણે દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 1000 રૂપિયા વધી છે અને 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ઐતિહાસિક ટોચે પહોંચી છે.

ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, દિવાળી પહેલા મજબૂત માંગને કારણે દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાના સોનાની કિંમત 1,000 રૂપિયા વધીને 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામની નવી ટોચે પહોંચી ગઈ છે. 99.5 ટકા શુદ્ધતાનું સોનું પણ 1,000 વધીને 82,000 પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચી ગયું છે. અગાઉ ધનતેરસ, 29 ઓક્ટોબર, 2024ના રોજ 99.9 ટકા અને 99.5 ટકા શુદ્ધતાનું સોનું 81,400 રૂપિયા અને 81,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.

વેપારીઓના મતે, સોનાના ભાવમાં તીવ્ર વધારો દિવાળી દરમિયાન વધતી માંગને પહોંચી વળવા સ્થાનિક જ્વેલર્સ દ્વારા કરવામાં આવી રહેલી જંગી ખરીદીને કારણે હોઈ શકે છે. આ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા અનિશ્ચિતતા અને વૈશ્વિક તણાવનું વાતાવરણ પણ સોનાના ભાવમાં ઉછાળાનું મુખ્ય કારણ છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં 35 ટકાનો વધારો થયો છે. 29 ઓક્ટોબર 2023ના રોજ સોનાની કિંમત 61,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે હવે 82,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે.

ચાંદીની કિંમત ફરી એક લાખ રૂપિયાને પાર પહોંચી ગઈ છે. 1,300 રૂપિયાના ઉછાળા સાથે ચાંદી 1.01 લાખ રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી હતી, જ્યારે છેલ્લા ટ્રેડિંગ સત્રમાં તેની કિંમત  99,700 રૂપિયા પ્રતિ કિલો હતી. ચાંદીના ભાવમાં પણ એક વર્ષમાં 36 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષે 29 ઓક્ટોબરે ચાંદીની કિંમત 74,000 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 1,01,000 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડના કોમોડિટી રિસર્ચ એનાલિસ્ટ માનવ મોદીના જણાવ્યા અનુસાર, અમેરિકા અને જાપાનમાં વધતી જતી રાજકીય અનિશ્ચિતતા અને વ્યાજદર સંબંધિત સંકેતોને કારણે લોકો સુરક્ષિત રોકાણ માટે ગોલ્ડમાં રોકાણ કરી રહ્યા છે.                                                                                          

Petrol-Diesel: ધનતેરસ પર ઓઈલ કંપનીઓના ડીલરોને મોટી ભેટ, ડીઝલ અને પેટ્રોલના ભાવ ઘટશે!

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
SBI FD Rates: 1 વર્ષની FD પર કેટલું વ્યાજ મળશે? જાણો સિનિયર સિટીઝન્સને કેટલો થઈ રહ્યો છે ફાયદો
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
PM Matritva Vandana Yojana: શું છે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, કઈ મહિલાઓને મળે છે આનો લાભ
8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો
8મું પગાર પંચ: લેવલ 2 થી 10 નું થશે મર્જર? જાણો કોને કેટલો થશે ફાયદો
એક EMI ચુકી ગયા પછી કેટલા સમય બાદ ખરાબ થાય છે CIBIL સ્કોર? જાણીલો બેંકના નિયમો
એક EMI ચુકી ગયા પછી કેટલા સમય બાદ ખરાબ થાય છે CIBIL સ્કોર? જાણીલો બેંકના નિયમો

વિડિઓઝ

Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ
Hun To Bolish : ખેડૂતનું દર્દ સાંભળો સરકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
TMC બળવાખોર યુસુફ પઠાણનો નવો દાવ! મુખ્યમંત્રી સામે મૂકી મોટી શરત, કહ્યું - ‘જે નામ હટાવ્યા તે....’
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
માર્ક ઝકરબર્ગે ભારત સરકારની માફી માંગી: ડીપફેક અને CSAM કન્ટેન્ટ પર મેટાએ ભૂલ સ્વીકારી
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
ICCની મોટી જાહેરાત: 2027 ODI વર્લ્ડ કપના ક્વોલિફાયરનું શેડ્યૂલ જાહેર, ફોર્મેટ બદલાયું
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
Embed widget