એશિયાના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ દર કલાકે કેટલા રૂપિયા કમાય છે ? જાણીને આંખો પહોળી થઈ જશે
દૈનિક ધોરણે જોઈએ તો ગત ત્રિમાસિક દરમિયાન આરઆઈએલે 151.71 કરોડ રૂપિયા નફો કર્યો હતો, જે એક વર્ષ પહેલાના સમાનગાળાની તુલનામાં 91 કરોડ રૂપિયા પ્રતિ દિનના નફાના મુકાબલે ઘણો વધારે છે.
(Piyush Pandey)
મુંબઈઃ માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે ભારતની સૌથી મૂલ્યવાન કંપની (મોસ્ટ વેલ્યૂડ ફર્મ) રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)એ જૂનમાં સમાપ્ત થયેલા ત્રિમાસિકમાં 6.32 કરોડ રૂપિયા પ્રતિ કલાક નફો કર્યો હતો. ગત ત્રિમાસિકમાં કંપની પ્રતિ કલાક 3.79 કરોડ રૂપિયાનો નફો કરતી હતી. એટલે કે પહેલાની તુલનામાં પૈસા બનાવવાની સ્પીડમાં 67 ટકા તેજી આવી છે.
દૈનિક ધોરણે જોઈએ તો ગત ત્રિમાસિક દરમિયાન આરઆઈએલે 151.71 કરોડ રૂપિયા નફો કર્યો હતો, જે એક વર્ષ પહેલાના સમાનગાળાની તુલનામાં 91 કરોડ રૂપિયા પ્રતિ દિનના નફાના મુકાબલે ઘણો વધારે છે. આરઆઈએલના ચેરમેન મુકેશ અંબાણીનો આરઆઈએલમાં 42ટકા હિસ્સો છે. મુકેશ અંબાણીની ચાલુ વર્ષ સપંત્તિ 4519.6 કરોડ રૂપિયા અથવા પ્રતિદિન સરેરાશ 212,6 કરોડ રૂપિયા કે પ્રતિ કલાક 8.85 કરોડ રૂપિયાના હિસાબે વધી છે.
મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 77 અબજ ડોલરથી વધારે
બીએસઈ પર આરઆઈએલનો શેર શુક્રવારે 1 ટકાના ઘટાડા સાથે 2035.40 રૂપિયા પર બંધ રહ્યો હતો. જેના કારે કંપનીનું મૂલ્ય 12,90,330 કરોડ રૂપિયા થઈ ગયું છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ મુજબ કંપનીના ચેરમેને મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 77.3 અબજ ડોલર (5,74,5250 કરોડ રૂપિયા) થઈ છે.
આરઆઈએલનો પ્રતિ કલાક કેટલો છે નફો
રિલાયન્સનો નફો 1745.7 કરોડ રૂપિયા નોંધાયો હતો. એટલ કે પ્રતિ કલાક કંપનીએ 72.74 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો. રેવન્યૂમાં 57.4 ટકાનો વધારો નોંધાયો છે. ત્રિમાસિક દરમિયાન આરઆઈએલની નિકાસ 56,156 કરોડ રૂપિયા હતી.
જિયો અને રિલાયન્સ રિટેલમાં સૌથી વધારે નફો
જિયો પ્લેટફોર્મ અને રિલાયન્સ રિટેલના બિઝનેસે ક્રમશઃ 40.12 કરોડ રૂપિયા અને 10.57 કરોડ રૂપિયાનું દૈનિક નફામાં યોગદાન આપ્યું. જે દૈનિક નફાની અડધાથી વધારે રકમ છે. કલાકના આધારે જિયોનો નપો 1.67 કરોડ રૂપિયા રહ્યો, જ્યારે રિલાયન્સ રિટેલનો નફો 44 લાખ રૂપિયા રહ્યો.
કંપનીને જિયો પ્લેટફોર્મ્સથી રોજની 244,69 કરોડ રૂપિયા, રિટેલ ઓપરેશન્સથી રોજની 423.59 કરોડ રૂપિયા અને ઓયલ ટૂ કેમિકલ્સ બિઝનેસથી 1134,2 કરોડ રૂપિયા રેવન્યૂ મળી છે. પ્રતિ કલાકના આધારે જિયોથી રેવન્યૂ 10.19 કરોડ રહી, જ્યારે રિલાયન્સ રિટેલની રેવન્યૂ 17.64 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે O2C કારોબારથી રેવન્યૂ 47.25 કરોડ રૂપિયા પ્રતિ કલાક રહી.
જિયોએ જૂન ત્રિમાસિકમાં 1.4 કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા
રિલાયન્સ જિયોએ જૂન ત્રિમાસિકમાં સરેરાશ 1.4 કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા છે. એટલે કે સરેરાશ 1.57 લાખ પ્રતિ માસ કે 6547 ગ્રાહક પ્રતિ કલાક. ગ્રાહકોએ સરેરાશ દરરોજ જિયો નેટવર્ક પર વાત કરવામાં લગભગ અડધો કલાક વીતાવ્યો હતો અને 500 એમબીથી વધારે ડેટાનો ઉપયોગ કર્યો હતો.