શોધખોળ કરો

શું VISA અપ્રુવલ માટે જરૂરી છે સારો CIBIL સ્કોર? જાણો શું છે સત્ય

જ્યારે પણ આપણે વિદેશમાં મુસાફરી કરવાનું કે સ્થાયી થવાનું સ્વપ્ન જોઈએ છીએ ત્યારે સૌથી પહેલા મનમાં વીઝા આવે છે

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • વીઝા માટે CIBIL સ્કોર સીધો માપદંડ કે કારણ નથી.
  • વીઝા અધિકારીઓ આવક, બચત, નોકરીની માહિતી મુખ્યત્વે તપાસે છે.
  • સારો CIBIL સ્કોર નાણાકીય છબી મજબૂત કરી વિશ્વાસ વધારે છે.
  • ક્રેડિટ બિલ, EMI સમયસર ચૂકવી સારો સ્કોર જાળવો.

જ્યારે પણ આપણે વિદેશમાં મુસાફરી કરવાનું કે સ્થાયી થવાનું સ્વપ્ન જોઈએ છીએ ત્યારે સૌથી પહેલા મનમાં વીઝા આવે છે. વીઝા પ્રક્રિયા દરમિયાન આપણી ઓળખ, ગુનાહિત રેકોર્ડ અને બેન્ક બેલેન્સની સખત તપાસ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ સમગ્ર પ્રક્રિયામાં તમારો CIBIL સ્કોર અથવા ક્રેડિટ સ્કોર કેટલો મહત્વપૂર્ણ છે?

શું ખરાબ ક્રેડિટ સ્કોરથી વીઝા રિજેક્ટ થઈ શકે છે? આ પ્રશ્નનો જવાબ ના છે. ક્રેડિટ સ્કોર વીઝા મંજૂરી માટે સીધો માપદંડ નથી. વિશ્વના કોઈપણ દેશને વીઝા માટે 750 અથવા 800 ના ક્રેડિટ સ્કોરની જરૂર નથી. ઇમિગ્રેશન અધિકારીઓ મુખ્યત્વે તમારી આવકના સ્ત્રોત, બેન્ક બચત, રોજગાર માહિતી અને ઓળખ દસ્તાવેજોની તપાસ કરે છે.

તો સારો ક્રેડિટ સ્કોર શા માટે મહત્વપૂર્ણ છે?

ભલે તેનો સીધો સંબંધ ન હોય તે તમારી નાણાકીય છબીને મજબૂત બનાવે છે. 300 થી 900 સુધીનો આ ત્રણ-અંકનો સ્કોર દર્શાવે છે કે તમે પૈસા પ્રત્યે કેટલા જવાબદાર છો.

લાંબા ગાળાના વીઝામાં મદદ: જો તમે અભ્યાસ, કામ અથવા કાયમી ધોરણે વિદેશ જઈ રહ્યા છો, તો કેટલાક દેશો પૃષ્ઠભૂમિ ચકાસણી માટે તમારા નાણાકીય ઇતિહાસની સમીક્ષા કરી શકે છે.

વિશ્વાસ વધે છે: 750 થી ઉપરનો સ્કોર દર્શાવે છે કે તમે તમારા બધા દેવા અને બિલ સમયસર ચૂકવી દીધા છે. આ અધિકારીઓને ખાતરી આપે છે કે તમે વિદેશી અર્થતંત્ર પર બોજ નહીં બનો.

બેંક લોનની સરળતા: જો તમને વિદેશ મુસાફરી માટે શિક્ષણ અથવા મુસાફરી લોનની જરૂર હોય તો સારો ક્રેડિટ સ્કોર ઝડપી મંજૂરીની ખાતરી આપે છે.

મજબૂત ક્રેડિટ સ્કોર કેવી રીતે જાળવી રાખવો?

જો તમે ટૂંક સમયમાં વિદેશ જવાનું આયોજન કરી રહ્યા છો તો તમે કેટલીક બાબતો ધ્યાનમાં રાખીને તમારો સ્કોર સુધારી શકો છો.

હંમેશા તમારા ક્રેડિટ કાર્ડ બિલ અને લોન EMI સમયસર ચૂકવો.

આ પણ વાંચોઃ Loan Tips: પર્સનલ લોન જોઈએ છે? બેન્કના રિજેક્શનથી બચવા તૈયાર કરી લો આ ડોક્યુમેન્ટ્સ

બિનજરૂરી દેવું ટાળો.

તમારા ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો અને કોઈપણ ભૂલોને તાત્કાલિક સુધારી લો.

નબળા ક્રેડિટ સ્કોરને કારણે વીઝા રિજેક્શન નહીં થાય, પરંતુ સારો ક્રેડિટ સ્કોર ચોક્કસપણે તમારી ફાઇલને મજબૂત અને વધુ વિશ્વસનીય બનાવે છે.                       

Frequently Asked Questions

શું ખરાબ ક્રેડિટ સ્કોરથી વીઝા રિજેક્ટ થઈ શકે છે?

ના, ક્રેડિટ સ્કોર વીઝા મંજૂરી માટે સીધો માપદંડ નથી. વિશ્વનો કોઈ દેશ વીઝા માટે ચોક્કસ CIBIL સ્કોરની માંગ કરતો નથી.

વીઝા પ્રક્રિયામાં સારો ક્રેડિટ સ્કોર શા માટે મહત્વપૂર્ણ છે?

સારો ક્રેડિટ સ્કોર તમારી નાણાકીય છબીને મજબૂત બનાવે છે. તે દર્શાવે છે કે તમે પૈસા પ્રત્યે જવાબદાર છો અને વિદેશી અર્થતંત્ર પર બોજ નહીં બનો.

વીઝા મંજૂરી માટે ઇમિગ્રેશન અધિકારીઓ કઈ માહિતી તપાસે છે?

ઇમિગ્રેશન અધિકારીઓ મુખ્યત્વે તમારી આવકના સ્ત્રોત, બેન્ક બચત, રોજગાર માહિતી અને ઓળખ દસ્તાવેજોની તપાસ કરે છે.

સારો ક્રેડિટ સ્કોર જાળવી રાખવા માટે શું કરવું જોઈએ?

ક્રેડિટ કાર્ડ બિલ અને લોન EMI સમયસર ચૂકવો, બિનજરૂરી દેવું ટાળો અને તમારા ક્રેડિટ રિપોર્ટ નિયમિતપણે તપાસો.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
ઓછા પ્રીમિયમમાં મોટું ફંડ: આ 5 LIC પોલિસીઓ છે શાનદાર, આજીવન રિટર્નની આપે છે ગેરંટી
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
PPF vs SCSS vs SSY: કઈ સ્કીમમાં મળશે સૌથી વધુ વ્યાજ અને ટેક્સ બેનિફિટ?
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
Advertisement

વિડિઓઝ

Narmada Tribal Protest : આદિવાસી દિવસે જ આદિવાસીઓના ગુજરાતમાં ધરણા
Vegetable Price Hike : શાકભાજીના ભાવમાં ભડકો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું
Gandhinagar Crime News : ગાંધીનગરમાં સગીરાનું મોત, પ્રેમી પર દુષ્કર્મનો આરોપ
Govind Dholakia : ઉદ્યોગપતિ અને સાંસદ ગોવિંદ ધોળકિયાના નામે છેતરપિંડીનો પ્રયાસ
Ahmedabad Crime : અમદાવાદમાં ભાડે રહેતી યુવતી પર દુષ્કર્મથી મચ્યો ખળભળાટ, સિક્યુરીટી ગાર્ડની ધરપકડ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત, યુપી, સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, IMD નું એલર્ટ
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રોંગ સાઈડથી આવતા ટ્રકની ટક્કરે ઈકોનો કચ્ચરઘાણ : વડોદરાના 6 શ્રદ્ધાળુઓના કરૂણ મોત
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
રાજ્યમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ વરસાદની આગાહી, 11 ઓગસ્ટે 5 જિલ્લામાં એલર્ટ
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
IPO માર્કેટમાં ધમાકો! આગામી અઠવાડિયે આવી રહ્યા છે 9 નવા IPO, રોકાણની મોટી તક
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
હારેલી મેચ સિરાજે જીતાડી! 3 છગ્ગા ફટકારતા જ શ્રીલંકન ટીમે બેટ ચેક કરવું પડ્યું
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
West Bengal: મમતા બેનર્જીના કાફલા પર હુમલો, કાર પર ફેંકવામાં આવ્યા પથ્થર
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: 11 ઓગસ્ટથી ગુજરાતમાં મેઘમહેર, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Embed widget