શોધખોળ કરો

Share Market: ટ્રમ્પે ફરી બગાડી માર્કેટની ચાલ, ઓપનિંગમાં જ ધડામ થયું શેર બજાર

ગુરુવારે ખુલતાની સાથે જ શેરબજાર તૂટી પડ્યું. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો થયો. ટ્રમ્પના ભાષણ પછી, બજારમાં ભારે વેચવાલી જોવા મળી. સેન્સેક્સ લગભગ 1,500 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો.

Share Market: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણમાં યુદ્ધ તાત્કાલિક બંધ નહીં થાય તેવા સંકેત મળ્યા બાદ સમગ્ર એશિયન બજાર ડાઉન થઇ  ગયું.. ક્રૂડ ઓઇલના ભાવ $105 સુધી વધી ગયા હતા, જેની અસર ગુરુવારે ભારતીય શેરબજાર પર સ્પષ્ટપણે દેખાઈ હતી. ગુરુવારે ખુલતાની સાથે જ દલાલ સ્ટ્રીટ ક્રેશ થઈ હતી. જ્યારે બજારના મુખ્ય સૂચકાંકો, સેન્સેક્સ અને નિફ્ટી 50, બુધવારે 1.5 ટકાથી વધુના વધારા સાથે બંધ થયા હતા, ત્યારે આજે ખુલતાની સાથે જ તેમાં લગભગ 1.5 ટકાનો ઘટાડો થયો હતો. સેન્સેક્સ લગભગ 1500 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો.

30 શેર ધરાવતો BSE Sensex ઇન્ડેક્સ 872.27 પોઇન્ટ અથવા 1.19 ટકાની ઘટાડા સાથે ખુલ્યો હતો. દિવસની શરૂઆત સેન્સેક્સે 72,262.05ના સ્તરે કરી હતી. ત્યારે Nifty 50 એ પણ નેગેટિવ શરૂઆત કરી હતી. નિફ્ટી 50 296.00 પોઇન્ટ અથવા 1.31 ટકા ઘટીને 22,383.40ના સ્તરે ખુલ્યો હતો.

સવારે લગભગ 9:20 વાગ્યા સુધી, BSE Sensex 1401 અંકના ઘટાડા સાથે 71,733 અંક પર ટ્રેડ કરી રહ્યો હતો. ત્યારે Nifty 50 456 અંક ઘટીને 22,222ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

બીએસઈના ટોપ ગેનર અને લૂઝર

Bombay Stock Exchange (BSE) બાસ્કેટમાંથી માત્ર HCL Technologies ના શેરોમાં તેજી જોવા મળી હતી. જ્યારે Sun Pharma, IndiGo, Adani Ports, Eternal Ltd અને Larsen & Toubro ટોપ લૂઝર રહ્યા હતા.

 બુધવારે માર્કેટ કેવું રહ્યું હતું?

ભારતીય શેર બજારમાં બુધવાર, 1 એપ્રિલના ટ્રેડિંગ દિવસે જોરદાર તેજી જોવા મળી હતી. મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ BSE Sensex અને Nifty 50 લીલા નિશાનમાં ટ્રેડ કરતા દિવસના અંતે બંધ થયા હતા.સેન્સેક્સ 1186.77 અંક અથવા 1.65%ની તેજી સાથે 73,134.32 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 50 348.00 અંક અથવા 1.56% વધીને 22,679.40ના સ્તરે બંધ થયો હતો.

Bombay Stock Exchange (BSE) બાસ્કેટમાંથી Trent Ltd, IndiGo, Adani Ports, State Bank of India અને Eternal Ltd ટોપ ગેનર રહ્યા હતા.

જ્યારે ટોપ લૂઝરની વાત કરીએ તો NTPC, Sun Pharma, Power Grid Corporation અને Bharti Airtel રહ્યા હતા.

Nifty 100, Nifty Auto, Nifty Smallcap 100, Nifty FMCG, Nifty Bank, Nifty IT અને Nifty Midcap 100 ના શેરોમાં તેજી જોવા મળી હતી.

બુધવારના ટ્રેડિંગ દિવસે BSE બાસ્કેટમાંથી 25 શેર લાલ નિશાનમાં બંધ થયા હતા, જ્યારે 5 શેરોમાં તેજી નોંધાઈ હતી.

બીએસઈ બાસ્કેટમાં ટોપ ગેનર અને લૂઝર

બીએસઈ બાસ્કેટમાંથી Trent Ltd, IndiGo, Adani Ports, State Bank of India અને Eternal Ltd ટોપ ગેનર રહ્યા હતા. જ્યારે ટોપ લૂઝરમાં NTPC, Sun Pharma, Power Grid Corporation અને Bharti Airtel રહ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
8th pay: મે 2027 થી આવશે વધેલો પગાર? કમિશનના અંતિમ અહેવાલ પર અપડેટ 
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
LIC ની સુપરહીટ સ્કીમ: માત્ર એકવાર રોકાણ કરો અને આજીવન મેળવો મહિને ₹25,000 નું પેન્શન
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget