EPFO KYC Update: EPFO માં ઇ-કેવાયસી અપડેટ કરવું થયું સરળ, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
EPFO KYC Update:જો તમે પણ EPFOમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે.
EPFO KYC Update: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના દેશભરમાં કરોડો ખાતાધારકો છે. જો તમે પણ EPFOમાં રોકાણ કરો છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી છે. ઇપીએફઓએ સબસ્ક્રાઇબર્સ માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. EPFOએ ખાતાધારકોને ઓનલાઇન છેતરપિંડીથી બચાવવા માટે KYC ફરજિયાત બનાવ્યું છે. આ સાથે EPFO સંબંધિત ક્લેમ અને સેટલમેન્ટના કેસોમાં કેવાયસીથી ઝડપ આવે છે.
તમે ઘરે બેઠા ઈ-કેવાયસીનું કામ પૂર્ણ કરી શકો છો
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન તેના કરોડો ખાતાધારકોને ઘરે બેઠા ઈ-કેવાયસી કરવાની સુવિધા પૂરી પાડે છે. માત્ર થોડા સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે KYC પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકો છો. અમે તમને તેની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ જણાવી રહ્યા છીએ.
ઇપીએફમાં ઇ-કેવાયસી પૂર્ણ કરવા માટે આ દસ્તાવેજોની જરૂર પડશે
આધાર કાર્ડ
પાન કાર્ડ
બેન્ક ખાતાની વિગતો
પાસપોર્ટ નંબર
ડ્રાઇવિંગ લાઇસન્સ
મતદાર ઓળખ કાર્ડ
રેશન કાર્ડ
આ રીતે EPF ખાતામાં KYC અપડેટ કરો
-KYC અપડેટ કરવા માટે સૌ પ્રથમ EPFOની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
-આગળ Service ટેબ પર ક્લિક કરો અને For Employees સેક્શન પર ક્લિક કરો.
-આગળ તમારા UAN મેમ્બર પોર્ટલ પર ક્લિક કરો.
-આ પછી તમારે UAN નંબર અને પાસવર્ડ નાખવો પડશે.
-પછી હોમ પેજ પર મેનેજ વિકલ્પ પસંદ કરો.
- તમને ઘણા વિકલ્પો દેખાશે જેમાંથી KYC નો વિકલ્પ પસંદ કરો.
-આ પછી તમારી સામે એક પેજ ખુલશે જેમાં આપેલ ડોક્યુમેન્ટ્સ પસંદ કરો.
-ધ્યાનમાં રાખો કે PAN અને આધારની માહિતી દાખલ કરવી જરૂરી છે.
-વિગતો ભર્યા પછી બધી વિગતો તપાસો.
-આ પછી સેવ બટન પર ક્લિક કરો.
-KYC અપડેટ થયા પછી આ માહિતી તમારા એમ્પ્લોયર પાસે જશે.
-એમ્પ્લોયર પાસેથી મંજૂરી મળ્યા બાદ EPFમાં KYC અપડેટ કરવામાં આવશે.