EPFO મેમ્બર્સને રાહત! UANને આધાર કાર્ડ સાથે લિંક કરવાની ડેડલાઈન વધી, જાણો સંપૂર્ણ પ્રક્રિયા
EPFOના સભ્યો માટે તેમના EPF એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે.
EPFO UAN Aadhar Link: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને EPF સભ્યોને મોટી રાહત આપી છે. EPF એકાઉન્ટને આધાર કાર્ડ સાથે લિંક કરવાની સમયમર્યાદા વધારી દેવામાં આવી છે. હવે સબ્સ્ક્રાઇબર્સ 31 ડિસેમ્બર સુધી તેમના UANને આધાર સાથે લિંક કરી શકે છે. અગાઉ તેની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ હતી. EPFO એ ટ્વીટ દ્વારા આ માહિતી આપી છે.
EPFOના સભ્યો માટે તેમના EPF એકાઉન્ટને આધાર સાથે લિંક કરવું ફરજિયાત છે. સામાજિક સુરક્ષા કોડ 2020 હેઠળ, EPFO એ આધારને લિંક કરવાનો નિર્ણય કર્યો હતો. આ અંતર્ગત તમામ સભ્યોનું યુએએન પણ આધાર વેરિફાઇડ હોવું ફરજિયાત છે. તેથી તમારે તમારા EPF ખાતાને આધાર સાથે લિંક કરવું અને UAN ને આધાર સાથે ચકાસવું જરૂરી છે.
જો તમે 31 ડિસેમ્બર સુધી તમારા EPF ખાતાને આધાર સાથે લિંક નહીં કરો તો કંપની તરફથી મળતું યોગદાન અટકાવી શકાય છે. આ સિવાય EPF ખાતામાં જમા નાણાં ઉપાડવામાં પણ તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તમે ઈપીએફઓની સત્તાવાર વેબસાઈટ પર જઈને આધાર લિંક કરી શકો છો. આ સાથે તમને ભવિષ્યમાં EPF ખાતાને લગતી કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે.
Deadline for Aadhaar linking of UAN extended till 31.12.2021 for Establishments in NORTH EAST and certain class of establishments. Please check the circular here: pic.twitter.com/x4ZSGG5cy1
— EPFO (@socialepfo) September 11, 2021
EPF ખાતાને આધાર સાથે કેવી રીતે લિંક કરવું
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઈટ epfindia.gov.in પર જઈને લોગીન કરો.
- તે પછી 'ઓનલાઈન સેવાઓ' પર જાઓ અને 'ઈ-કેવાયસી પોર્ટલ' પર જાઓ. અહીં Link UAN Aadhaar ના વિકલ્પ પર ક્લિક કરો.
- તેમાં તમારો UAN નંબર અને રજિસ્ટર્ડ મોબાઇલ નંબર દાખલ કરો.
- તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર OTP આવશે. આ OTP અને તમારો આધાર નંબર દાખલ કરો.
- તે પછી તમે સબમિટ બટન પર ક્લિક કરો અને OTP વેરિફિકેશન પર ક્લિક કરીને તેને ચકાસો.
- આ પછી, તમારી કંપનીનો આધાર- EPF એકાઉન્ટ લિંકિંગના પ્રમાણીકરણ માટે EPFO દ્વારા સંપર્ક કરવામાં આવશે. આધારને EPF એકાઉન્ટ સાથે લિંક કરવા માટે તમારી કંપની પાસેથી વેરિફિકેશન મેળવ્યા બાદ, એકાઉન્ટને આધાર સાથે લિંક કરવામાં આવશે.