શોધખોળ કરો

Meta Layoffs: ફેસબુક-વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ ફરીથી 10,000 કર્મચારીઓની છટણી કરવાનો લીધો નિર્ણય

Meta Layoffs:  ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ નવી છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. મેટા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી લગભગ 10,000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે.

Meta Layoffs:  ફેસબુક અને વોટ્સએપની પેરેન્ટ કંપની મેટાએ નવી છટણીની પ્રક્રિયા શરૂ કરી છે. મેટા તેના વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક, વોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ પરથી લગભગ 10,000 લોકોને છૂટા કરવા જઈ રહ્યું છે. આ અગાઉ, કંપનીએ નવેમ્બર 2022 માં પણ 11,000 કર્મચારીઓની છટણી કરી હતી.

મેટા પ્લેટફોર્મની આ છટણી પછી, કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 2021 ના ​​મધ્યભાગ જેટલી થઈ જશે. કોરોના સમયગાળા દરમિયાન (કોવિડ -19), કંપનીએ 2020 થી જબરદસ્ત ભરતી કરી હતી. આ ભરતી બાદ કંપનીમાં કર્મચારીઓની સંખ્યા બમણી થઈ ગઈ હતી. LinkedIn દ્વારા, કંપનીએ કર્મચારીઓને આ છટણી વિશે નવેસરથી જાણ કરી છે. આ છટણીમાં, એડ સેલ્સ ટીમ, માર્કેટિંગ અને પાર્ટનરશિપ ટીમની ઘટશે.

મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગે માર્ચમાં જણાવ્યું હતું કે છટણીનો બીજો રાઉન્ડ આગામી થોડા મહિનામાં ત્રણ તબક્કામાં પૂર્ણ થશે. મોટે ભાગે આ છટણી નોન-એન્જિનિયરિંગ પોસ્ટ માટે છે. તાજેતરમાં, કંપનીના ટાઉનહોલમાં, માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં 4000 કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી.

મેટા દ્વારા આ છટણી આવકમાં ઘટાડો, ફુગાવો અને છેલ્લા કેટલાક મહિનામાં ડિજિટલ જાહેરાતમાં ઘટાડાનું પરિણામ છે. જેમાં કોરોના સમયગાળા દરમિયાન તેજી જોવા મળી હતી. Meta એ રિયલ્ટી લેબ્સ વિભાગમાં અબજો ડોલરનું રોકાણ કર્યું છે જે Metaverse વિકસાવે છે. જોકે આ યુનિટને 13.7 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. અગાઉ નવેમ્બર 2022 માં, મેટાએ તેના 11,000 કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો.

વૈશ્વિક આર્થિક કટોકટી, વધતા વ્યાજ દરો અને નિયમનકારી પડકારોને લીધે, આલ્ફાબેટ અને એમેઝોન જેવી કંપનીઓએ પણ તાજેતરના સમયમાં નોકરીમાંથી છટણી કરી રહી છે. માઈક્રોસોફ્ટ અને ટ્વિટરે પણ સામૂહિક છટણી કરી છે.

હવે આ મોટી કંપનીઓની છટણીની યોજના, હજારો લોકો ગુમાવશે નોકરી

નોરંજન ઉદ્યોગની જાયન્ટ કંપની વોલ્ટ ડિઝનીમાં છટણીની પ્રક્રિયા ચાલુ છે. હવે કંપનીએ છટણીના ત્રીજા રાઉન્ડની યોજના બનાવી છે. IANSના અહેવાલ મુજબ, કંપનીની આ પ્રક્રિયામાં ઓછામાં ઓછા 2500 થી વધુ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે. કંપનીએ પહેલા જ સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાના ખર્ચમાં કાપ મૂકવાના ઈરાદાથી આ પગલું ભરી રહી છે.

છટણીથી કોને અસર થશે

રિપોર્ટ અનુસાર, છટણીની તૈયારીને કારણે કંપનીએ ઘણા ટાઇટલ પણ હટાવવાનું શરૂ કરી દીધું છે, પરંતુ પાર્ક અને રિસોર્ટ ડિવિઝનના કર્મચારીઓની નોકરીઓ સુરક્ષિત રહેશે. નોંધનીય છે કે કંપનીના છટણીના બીજા રાઉન્ડમાં ટેલિવિઝન વિભાગમાં કામ કરતા લોકોને સૌથી વધુ ફટકો પડ્યો હતો. બિઝનેસ ટુડેના અહેવાલ મુજબ, ડિઝનીના છટણીના ત્રીજા રાઉન્ડ પછી અમુક કંપની દ્વારા બરતરફ કરાયેલા કર્મચારીઓની સંખ્યા લગભગ 7,000 હશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાતરથી ખોરાક સુધી નકલીની ભરમાર !
Hun To Bolish : હું તો બોલીશ : સરદારના આશ્રમથી શુભ શરૂઆત
Hun To Bolish : હું તો બોલીશ : બીમારીથી પ્રજા ત્રસ્ત, નેતાઓ મેચમાં મસ્ત!
Mahesh Vasava Allegation On BJP : ભાજપ ભાગલા પાડી રાજ કરવાની વાત કરે છે, મહેશ વસાવાના પ્રહાર
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Chhattisgarh:સુકમામાં 26 નક્સલીઓએ કર્યું સરેન્ડર, 13 માઓવાદીઓ પર હતુ 65 લાખનું ઈનામ
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
Supreme Court: 'કાલે કોઈ સોસાયટીમાં ભેંસ લાવશે, તો શું કરશો', રખડતા કૃૂતરા મુદ્દે સુપ્રીમ કોર્ટની મોટી ટિપ્પણી
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
યુદ્ધની તૈયારી? ટ્રમ્પે વેનેઝુએલા પર કર્યો હુમલો તો હવે રશિયાએ દરિયામાં ઉતારી નૌસેના!
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
Gujarat Cold: ગુજરાતમાં હાડ થીજવતી ઠંડીને લઈ હવામાન વિભાગે કરી મોટી આગાહી
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
ડેબિટ-ક્રેડિટ કાર્ડથી તમે પણ Tap-To-Pay નો ઉપયોગ કરો છો,  ખાતામાંથી ઉપડી જશે પૈસા! જાણો કેમ બચવું
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
કર્મચારીઓ-પેન્શનરો માટે સારા સમાચાર : જાન્યુઆરી 2026 માં 60 ટકા થશે મોંઘવારી ભથ્થું! ટૂંક સમયમાં થશે જાહેરાત
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
8th Pay : કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સને લોટરી લાગશે, પગાર અને DA-DR માં થશે બમ્પર વધારો!
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
Gold silver Rate: સોના-ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો, જાણી લો આજના લેટેસ્ટ રેટ 
Embed widget