શું નાણા મંત્રાલય ખરેખર દરેક નાગરિકને ₹46,715 આપી રહ્યું છે? જાણો વાયરલ દાવાની સંપૂર્ણ સત્યતા
હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતનું નાણા મંત્રાલય દેશના નાગરિકોને રૂપિયા આપી રહ્યું છે.

- વોટ્સએપ પર નાણા મંત્રાલય દ્વારા દરેક નાગરિકને ₹46,715 આપવાનો દાવો કરતો મેસેજ સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે.
- PIB ફેક્ટ ચેકમાં સ્પષ્ટ થયું છે કે આ એક કૌભાંડ છે અને નાણા મંત્રાલયે આવી કોઈ યોજના જાહેર કરી નથી.
- આવા મેસેજમાં આપેલી લિંક્સ પર ક્લિક ન કરો, કારણ કે તે તમારી અંગત માહિતી ચોરવાનો ફિશિંગ પ્રયાસ હોઈ શકે છે.
Fact Check: હાલમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ખાસ કરીને વોટ્સએપ પર એક મેસેજ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ભારતનું નાણા મંત્રાલય દેશના નાગરિકોને, ખાસ કરીને ગરીબોને, ₹46,715 ની નાણાકીય સહાય પૂરી પાડી રહ્યું છે. આ મેસેજમાં લખ્યું છે કે, "ભારતીય લોકો દ્વારા અનુભવાયેલા નાણાકીય સંકટને ધ્યાનમાં રાખીને, નાણાં મંત્રાલયે કટોકટીની ગંભીરતા ઘટાડવા માટે દરેક નાગરિકને (₹46,715) ની રકમ આપવાનો નિર્ણય લીધો."
જોકે, આ દાવાની સત્યતા તપાસવામાં આવતા, વાસ્તવિકતા સંપૂર્ણપણે અલગ બહાર આવી છે.
શું છે વાયરલ દાવાની હકીકત?
પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) દ્વારા આ વાયરલ મેસેજની હકીકત તપાસ કરવામાં આવી. PIB દ્વારા કરવામાં આવેલા આ ફેક્ટ ચેક માં સ્પષ્ટપણે જાણવા મળ્યું છે કે વોટ્સએપ પર ફેલાઈ રહેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો અને ભ્રામક છે. PIB એ જણાવ્યું કે આ માત્ર એક કૌભાંડ છે અને નાણાં મંત્રાલય દ્વારા આવી કોઈ યોજનાની જાહેરાત કરવામાં આવી નથી.
🚨Just click on the link & share your personal info to get ₹46,715 from the Govt 💸
— PIB Fact Check (@PIBFactCheck) July 18, 2025
Sounds too good to be true? Think again!
A #WhatsApp message claims that the Ministry of Finance is offering financial aid of ₹46,715 to the poor. #PIBFactCheck
🚫 This is a SCAM!
🚫… pic.twitter.com/Fi2QKdx3UO
આવી લિંક્સથી સાવધાન રહો!
PIB એ લોકોને ચેતવણી આપી છે કે આવા મેસેજમાં આપેલી કોઈપણ લિંક પર ક્લિક ન કરે. આ એક પ્રકારનો ફિશિંગ પ્રયાસ હોઈ શકે છે, જેનો ઉદ્દેશ્ય તમારી અંગત માહિતી ચોરવાનો અથવા તમને છેતરવાનો હોઈ શકે છે.
આવી સ્થિતિમાં, લોકોને તમામ ખોટી અને ભ્રામક માહિતીથી સાવધ રહેવાની અને આવા મેસેજને વધુ શેર કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ સત્તાવાર જાહેરાત માટે સરકારી વેબસાઇટ્સ અથવા PIB ના સત્તાવાર હેન્ડલ્સ પર આધાર રાખવો જોઈએ.





















