શોધખોળ કરો
મોરેટોરિયમની મુદત ફરી વધી શકે છે, નાણા મંત્રીએ આપ્યો સંકેત
નાણામંત્રીએ કહ્યું, તેમનું મંત્રાલય રી-સ્ટ્રક્ચરિંગ પર આરબીઆઈ સાથે ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યું છે.
![મોરેટોરિયમની મુદત ફરી વધી શકે છે, નાણા મંત્રીએ આપ્યો સંકેત Finance ministry indicates about extension of loan moretorium મોરેટોરિયમની મુદત ફરી વધી શકે છે, નાણા મંત્રીએ આપ્યો સંકેત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/08/01215503/moretorium.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સરકાર લોન મોરેટેરિયમની મુદત વધારી શકે છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે શુક્રવારે કહ્યું કે, સરકાર આરબીઆઈ સાથે મળીને ટર્મ લોનના રિ-સ્ટ્રક્ચરિંગ અને તેની મોરેટેરિયમ મુદત વધારવા વિચારી રહી છે. બેંકો ઈમરજન્સી ક્રેડિટ લાઇન ગેરંટી સ્કીમ અંતર્ગત એમએસએમઈને લોન આપવા નથી ઈચ્છતી. જો કોઈ બેંક લોન આપવામાં આના કાની કરે તો તેનું રિપોર્ટિંગ થવું જોઈએ. અમારું ફોક્સ લોનના રિ સ્ટ્રક્ચરિંગ પર હોવું જોઈએ.
નાણામંત્રીએ કહ્યું, તેમનું મંત્રાલય રી-સ્ટ્રક્ચરિંગ પર આરબીઆઈ સાથે ગંભીરતાથી વિચાર વિમર્શ કરી રહ્યું છે. ફિક્કી સાથે એક બેઠકમાં નાણા મંત્રીએ કહ્યું કે, રિ સ્ટ્રક્ચરિંગના વિચાર પર વાતચીત ચાલી રહી છે. એમએસએમઈને લોન દેવાના સલાવ પર સીતારમણે કહ્યું બેંક, એમએસએમઈ માટે નિર્ધારીત ત્રણ લાખ કરોડ રૂપિયામાંથી 43.5 ટકા લોકો લોન ભરપાઈ કરી ચુક્યા છે.
એસબીઆઈના ચેરમેન રજનીશ કુમારે કહ્યું કે, મોરેટોરિયમનો ગાળો ઓગસ્ટથી વધારે લંબાવવો ઠીક નથી. અમારું માનવું છે કે લોન ચૂકવવાની છૂટ દેવા માટે છ મહિનાનો સમય ઘણો છે.
રજનીશકુમાર પહેલા એચડીએફસીના ચેરમેન દીપક પારેખે પણ મોરેટોરિયમનો ગાળો વધારવો ન જોઈએ તેમ કહ્યું હતું. આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે પારેખને એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, મોરેટોરિયમનો ગાળો ન વધારવો જોઈએ. કેટલાક લોકો લોન ભરપાઈ કરવાની સ્થિતિમાં હોવા છતાં ચુકવતા નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)