શોધખોળ કરો

1 લાખના રોકાણ સામે કરોડોની કમાણી! છેલ્લા 10 વર્ષમાં સુપરહિટ સાબિત થયા આ 5 મલ્ટિબેગર શેર

Multibagger stocks India 2026 પતંજલિ, અદાણી પાવર સહિતના આ 5 મલ્ટિબેગર શેરોએ રોકાણકારોને માલામાલ કર્યા; જાણો કઈ કંપનીએ કેટલો નફો કરાવ્યો.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • છેલ્લા દાયકામાં 6000% સુધી રિટર્ન આપનારા 5 સુપરશેર.
  • પતંજલિ, ક્યુપિડે 6156% અને 5692% રિટર્ન આપ્યું.
  • લોયડ્સ, ડાયમંડ પાવરે મોટા પ્રોજેક્ટ્સથી 4000% વળતર.
  • અદાણી પાવર 3587% વળતર સાથે સૌથી મોટી થર્મલ કંપની.

Multibagger stocks India 2026: શેરબજારમાં રોકાણકારો હંમેશા એવા શેરોની શોધમાં હોય છે જે લાંબા ગાળે તેમને માલામાલ કરી દે. મંગળવારે શેરબજારમાં સારી તેજી જોવા મળી હતી અને નિફ્ટી 50 ઇન્ડેક્સ 0.63 ટકા વધીને 23,269.35 ના સ્તરે પહોંચ્યો હતો. બજારના આ ઉતાર-ચઢાવ વચ્ચે છેલ્લા 10 વર્ષમાં કેટલાક એવા શેરો રહ્યા છે જેણે રોકાણકારોને કલ્પના બહારનો નફો કરાવ્યો છે. આજે આપણે એવા 5 સુપર મલ્ટિબેગર શેરો વિશે વાત કરીશું જેણે છેલ્લા 10 વર્ષમાં 6000% સુધીનું છપ્પરફાડ રિટર્ન આપ્યું છે. એટલે કે, જો કોઈએ 10 વર્ષ પહેલા આમાં માત્ર 1 લાખ રૂપિયા રોક્યા હોત, તો આજે તે રકમ લાખોમાં ફેરવાઈ ગઈ હોત. ચાલો જાણીએ આ 5 શેરો વિશે અને તેમની આ જબરદસ્ત પ્રગતિ પાછળના મુખ્ય કારણો.

1. પતંજલિ ફૂડ્સ લિમિટેડ (Patanjali Foods Ltd)

આ સમયગાળા દરમિયાન રોકાણકારોને સૌથી વધુ કમાણી કરાવવામાં પતંજલિ ફૂડ્સ મોખરે છે. છેલ્લા 10 વર્ષમાં આ શેરે લગભગ 6,156% નું જંગી વળતર આપ્યું છે. કંપની માત્ર ખાદ્ય તેલ પૂરતી સીમિત ન રહેતા ફૂડ, હોમ કેર અને પર્સનલ કેર સેગમેન્ટમાં પણ જબરદસ્ત એન્ટ્રી મારી ચૂકી છે. પતંજલિ આયુર્વેદ પાસેથી બિઝનેસ હસ્તગત કર્યા બાદ તેમનો FMCG પોર્ટફોલિયો ખૂબ મજબૂત બન્યો, જેના કારણે તેમની કમાણી અને નફામાં મોટો ઉછાળો આવ્યો છે.

2. ક્યુપિડ લિમિટેડ (Cupid Ltd)

ક્યુપિડ લિમિટેડે પણ રોકાણકારોને નિરાશ નથી કર્યા. છેલ્લા એક દાયકામાં આ શેરે આશરે 5,692% નું રિટર્ન આપ્યું છે. આ કંપની મેલ અને ફીમેલ કોન્ડોમ, પર્સનલ લુબ્રિકન્ટ્સ અને ડાયગ્નોસ્ટિક પ્રોડક્ટ્સ બનાવવામાં ગ્લોબલ લેવલે મોટું નામ બની ગઈ છે. વિદેશી બજારોમાં વધતી માંગ, ઇન્ટરનેશનલ હેલ્થ એજન્સીઓના ઓર્ડર અને નવી પ્રોડક્ટ્સ લાવવાને કારણે કંપનીએ આ લાંબી મજલ કાપી છે.

3. લોયડ્સ એન્જિનિયરિંગ વર્ક્સ (Lloyds Engineering Works)

એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં ધૂમ મચાવનાર લોયડ્સ એન્જિનિયરિંગ વર્ક્સે 10 વર્ષમાં લગભગ 4,704% નું વળતર આપ્યું છે. કંપનીએ મોટા અને હાઈ-વેલ્યુ ઔદ્યોગિક પ્રોજેક્ટ્સ હાથ ધર્યા અને એન્જિનિયરિંગ કોન્ટ્રાક્ટ્સ સમયસર પૂરા કર્યા. અલગ-અલગ સેક્ટરમાં કામ કરવાના લીધે તેમની ઓર્ડર બુક હંમેશા ભરેલી રહી અને નાણાકીય કામગીરી સતત મજબૂત થતી ગઈ.

આ પણ વાંચોઃ ₹15 નો શેર આજે ₹19,000 ને પાર: ₹1 લાખનું રોકાણ ₹12 કરોડમાં ફેરવાયું, આ પેની સ્ટોકે રોકાણકારોને માલામાલ બનાવ્યા

4. ડાયમંડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ (Diamond Power Infrastructure Ltd)

આ શેરે છેલ્લા 10 વર્ષમાં આશરે 4,290% રિટર્ન આપીને રોકાણકારોને ખુશ કરી દીધા છે. ભારતના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન સેક્ટરમાં વધેલી માંગનો કંપનીને સીધો ફાયદો મળ્યો છે. કંપનીના રિસ્ટ્રક્ચરિંગ બાદ તાજેતરના ક્વાર્ટરમાં તેના નફામાં જોરદાર સુધારો જોવા મળ્યો છે. ખાસ વાત એ છે કે માર્ચ 2026 સુધીમાં કંપનીમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ 84% થી વધુ રહ્યું છે.

5. અદાણી પાવર લિમિટેડ (Adani Power Ltd)

ગૌતમ અદાણીની આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં રોકાણકારોને આશરે 3,587% નું તગડું વળતર આપ્યું છે. દેશમાં વીજળીની સતત વધતી માંગ, શાનદાર કામગીરી અને સતત નવા પાવર પ્લાન્ટ્સ ખરીદવાને કારણે અદાણી પાવર આજે ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર કંપની બની ગઈ છે. નાણાકીય વર્ષ 2026 માં કંપનીએ 105 અબજ યુનિટ વીજળીનું ઉત્પાદન કર્યું હતું અને તેની કુલ ક્ષમતા 13.3 GW સુધી પહોંચી ગઈ છે.

(ડિસ્ક્લેમર: આ લેખ માત્ર માહિતી આપવાના હેતુથી લખવામાં આવ્યો છે. આ કોઈ રોકાણ માટેની સલાહ નથી. શેરબજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે, તેથી કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકારની સલાહ ચોક્કસ લો.)

આ પણ વાંચોઃ સ્ટોક્સ અને મ્યુચ્યુઅલ ફંડમાં ગુમાવ્યા પૈસા, જાણો હવે રોકાણ માટે કયા વિકલ્પો છે

Frequently Asked Questions

છેલ્લા 10 વર્ષમાં કયા શેરોએ રોકાણકારોને છપ્પરફાડ રિટર્ન આપ્યું છે?

પતંજલિ ફૂડ્સ, ક્યુપિડ લિમિટેડ, લોયડ્સ એન્જિનિયરિંગ, ડાયમંડ પાવર અને અદાણી પાવર જેવા શેરોએ છેલ્લા 10 વર્ષમાં 6000% સુધીનું રિટર્ન આપ્યું છે.

પતંજલિ ફૂડ્સના શેરમાં આટલો ઉછાળો આવવાનું મુખ્ય કારણ શું હતું?

કંપની ખાદ્ય તેલ ઉપરાંત ફૂડ, હોમ કેર અને પર્સનલ કેર સેગમેન્ટમાં પ્રવેશી. પતંજલિ આયુર્વેદ પાસેથી બિઝનેસ હસ્તગત કરતા FMCG પોર્ટફોલિયો મજબૂત બન્યો, જેનાથી કમાણીમાં મોટો ઉછાળો આવ્યો.

ક્યુપિડ લિમિટેડની સફળતાના મુખ્ય કારણો શું છે?

કંપની મેલ અને ફીમેલ કોન્ડોમ, લુબ્રિકન્ટ્સ અને ડાયગ્નોસ્ટિક પ્રોડક્ટ્સ બનાવવામાં વૈશ્વિક અગ્રણી છે. વિદેશી બજારોમાં વધતી માંગ, આંતરરાષ્ટ્રીય ઓર્ડર અને નવી પ્રોડક્ટ્સ તેની પ્રગતિના મુખ્ય કારણો છે.

અદાણી પાવરની જબરદસ્ત પ્રગતિ પાછળ કયા કારણો જવાબદાર છે?

દેશમાં વીજળીની સતત વધતી માંગ, શાનદાર કામગીરી અને નવા પાવર પ્લાન્ટ્સ ખરીદવાને કારણે અદાણી પાવર ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર કંપની બની છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
ફ્રી રાશન લેવા માટે કઈ App ડાઉનલોડ કરવી, કેવી રીતે થશે KYC?
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
8મા પગાર પંચનો ફાઇનલ રિપોર્ટ ક્યારે આવશે? સરકારે સંસદમાં આપી આ મહત્વની જાણકારી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
5 વર્ષ માટે ₹1 લાખની FD પર કઈ બેંક આપશે સૌથી વધુ વળતર? જુઓ SBI, HDFC સહિતની ગણતરી
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર
Advertisement

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Vadodara: ફૂટબોલ રમતા 15 વર્ષીય વિદ્યાર્થીનું વીજ કરંટ લાગતા મોત,પોલીસે શરુ કરી તપાસ
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
'મિત્રોને ખવડાવવું મારી દિનચર્યાનો ભાગ', મોરને દાણા ખવડાવતા જોવા મળ્યાં PM મોદી
Embed widget