શોધખોળ કરો

UPI, SBI Card થી લઈને FASTag સુધી, ઓગસ્ટમાં લાગૂ થશે આ નવા નિયમ, જાણો તમારા પર શું થશે અસર

ઓગસ્ટ મહિનો આવતીકાલથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટમાં ઘણા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર દેશના સામાન્ય લોકો પર પડશે.

New Rules from August 2025: ઓગસ્ટ મહિનો આવતીકાલથી એટલે કે શુક્રવારથી શરૂ થઈ રહ્યો છે. ઓગસ્ટમાં ઘણા નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર દેશના સામાન્ય લોકો પર પડશે. UPI, SBI કાર્ડ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો ઓગસ્ટમાં લાગુ થશે. આજે અમે તમને UPI, SBI કાર્ડ અને ફાસ્ટેગ સંબંધિત નવા નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ અને જરૂરી છે.

UPI

નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) 1 ઓગસ્ટથી Google Pay, Paytm ફોન પે જેવી UPI એપ્સ માટે UPI સંબંધિત નવા નિયમો લાગુ કરી રહી છે. નવા નિયમો હેઠળ, UPI વપરાશકર્તાઓ દરેક એપ પર દિવસમાં મહત્તમ 50 વખત જ તેમનું બેલેન્સ ચેક કરી શકે છે. તમને જણાવી દઈએ કે અગાઉ આવો કોઈ નિયમ નહોતો અને તમે દિવસમાં ગમે તેટલી વખત બેલેન્સ ચેક કરી શકતા હતા. વ્યસ્ત સમયમાં ભાર ઘટાડવા માટે આ નવો નિયમ રજૂ કરવામાં આવી રહ્યો છે.

SBI ક્રેડિટ કાર્ડ

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની પેટાકંપની - SBI કાર્ડ ઓગસ્ટમાં તેના ગ્રાહકો માટે એક નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલ મુજબ, SBI કાર્ડ 11 ઓગસ્ટથી તેના ગ્રાહકોને વિવિધ ક્રેડિટ કાર્ડ પર આપવામાં આવતી મફત હવાઈ અકસ્માત વીમાની સુવિધા બંધ કરી રહ્યું છે. SBI Card Elite, SBI Card Miles અને SBI Card Miles Prime 1 કરોડ રૂપિયાનું મફત હવાઈ અકસ્માત વીમા કવર અને SBI કાર્ડ પ્રાઇમ અને SBI કાર્ડ પલ્સ 50 લાખ રૂપિયાનું મફત હવાઈ અકસ્માત વીમા કવર ઓફર કરે છે.

FASTag વાર્ષિક પાસ

કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય 15 ઓગસ્ટથી FASTag વાર્ષિક પાસ રજૂ કરી રહ્યું છે. આ FASTag વાર્ષિક પાસની કિંમત 3000 રૂપિયા હશે. આ પાસ એક વર્ષ માટે માન્ય રહેશે અને એક વર્ષમાં વધુમાં વધુ 200 ટોલ પ્લાઝા પાર કરી શકાય છે. આ પહેલનો ઉદ્દેશ ટોલ ચુકવણીને સરળ બનાવવાનો અને હાઇવે પર નિયમિત મુસાફરી કરતા લોકો માટે વધુ ખર્ચ-અસરકારક વિકલ્પ પ્રદાન કરવાનો છે.

દેશની અગ્રણી ખાનગી બેન્ક ICICI એ તેના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. હવે યુઝર્સ અથવા પેમેન્ટ એગ્રીગેટર્સ (PA) પાસેથી પેમેન્ટ કરવા પર ટ્રાન્જેક્શન ફી વસૂલવામાં આવશે. આ નવો નિયમ 1 ઓગસ્ટ, એટલે કે આવતીકાલથી લાગુ થવા જઈ રહ્યો છે. જોકે, આ ચાર્જ ફક્ત વેપારીના ખાતામાંથી જ લેવામાં આવશે. અહીં મર્ચન્ટને બિઝનેસમેન સંબોધવામાં આવે છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી

વિડિઓઝ

PM Modi Somnath Visit : PM મોદીના સોમનાથ પ્રવાસને લઈ તડામાર તૈયારીઓ શરૂ
Gujarat Winter : રાજ્યમાં હજુ 3 દિવસ ઠંડીનું જોર રહેશે યથાવત
Hun To Bolish : હું તો બોલીશ : સરદાર-બાપુના સંબંધોનું સત્ય
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરાંના ત્રાસથી મુક્તિ ક્યારે ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના નેતાએ ડૂબાડ્યા કરોડો રૂપિયા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Maharashtra: BJPને સાથ આપતા કૉંગ્રેસે 12 કોર્પોરેટરને કર્યા સસ્પેન્ડ, તમામ ભાજપમાં જોડાઈ ગયા 
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Gujarat cold: રાજ્યમાં કાતિલ ઠંડીની શરુઆત, હવામાન વિભાગે હાડ થીજવતી ઠંડીને લઈ કરી આગાહી
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
Post Office ની આ સ્કીમમાં કરો રોકાણ, દર મહિને મળશે 5550 રુપિયા ફિક્સ વ્યાજ, જાણો ડિટેલ 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષાઓનું સત્તાવાર ટાઈમ ટેબલ જાહેર, જાણો ક્યારે યોજાશે 
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
Vadodara: ભાજપના 5 ધારાસભ્યોનો અધિકારીઓ સામે બળવો, મુખ્યમંત્રીને પત્ર લખી ઠાલવી વ્યથા
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
સુરતમાં ગોડાદરામાં AAPની સભા પહેલા વિરોધ, ઈસુદાન, ઈટાલિયાના પોસ્ટર પર ફેંકાઇ શાહી
Embed widget