શોધખોળ કરો
Advertisement
પેટ્રોલ-ડીઝલમાં ભાવ વધારો યથાવત, જાણો કેટલા પૈસાનો થયો વધારો
દેશમાં કોરોનાના કહેર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત 13મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે.
નવી દિલ્હી: દેશમાં કોરોનાના કહેર વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. સતત 13મા દિવસે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકાયો છે. છેલ્લા 13 દિવસમાં પેટ્રોલના ભાવમાં 7 રૂપિયા 11 પૈસાનો અને ડિઝલના ભાવમાં 7 રૂપિયા 67 પૈસાનો વધારો થયો છે.
13 દિવસથી થઈ રહેલા સતત ભાવવધારાના પગલે દેશમાં પેટ્રોલની કિંમત છેલ્લા 19 મહિનાની ટોચ પર અને ડીઝલની કિંમત લાઇફટાઇમ હાઇ સપાટી પર પહોંચી ગઈ છે. છેલ્લે 16 ઓક્ટોબર 2018ના રોજ દિલ્હીમાં ડીઝલની કિંમત સૌથી વધુ રૂપિયા 75.69 પ્રતિ લિટર નોંધાઈ હતી. પંરતુ તે સમયે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઇલની કિંમત 80 ડોલર પ્રતિ બેરલ હતી.
અત્યારે બ્રેન્ટ ક્રૂડની કિંમત 41 ડોલર પ્રતિ બેરલની આસપાસ રહે છે. તેમ છતાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
દુનિયા
Advertisement