ITR filing : આઇટી રિટર્ન ફાઈલ કરવાનો આજે છેલ્લો દિવસ, સાંજે 6 વાગ્યા સુધીમાં 44 લાખ રિટર્ન ફાઈલ થયા
ITR FY 2022: ઈન્ક્મટેક્સ વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આજે છેલ્લા દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 43,99,038 એટલે કે 44 લાખ નજીક રિટર્ન ફાઈલ થયા છે.
ITR FY 2022: નાણાકીય વર્ષ 2021-2022 અને આકારણી વર્ષ 2022-2023) માટે ITR ફાઇલ કરવાની આજે 31 જુલાઈ છેલ્લી તારીખ છે. આવી સ્થિતિમાં આ કામ પૂર્ણ થવામાં માત્ર થોડા જ કલાકો બાકી છે. ઈન્ક્મટેક્સ વિભાગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે આજે છેલ્લા દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં 43,99,038 એટલે કે 44 લાખ નજીક રિટર્ન ફાઈલ થયા છે. રાત્રે 12 વાગ્યા સુધીમાં આ આંકડો 60 લાખ સુધી પહોંચે તેવી શક્યતા છે. એક રિપોર્ટ મુજબ અત્યાર સુધીમાં અંદાજે 5 કરોડથી વધુ રિટર્ન ફાઈલ થઈ ચુક્યા છે.
Statistics of Income Tax Returns filed today.
— Income Tax India (@IncomeTaxIndia) July 31, 2022
43,99,038 #ITRs have been filed upto 1800 hours today & 5,17,030 #ITRs filed in the last 1hr.
For any assistance, pl connect on orm@cpc.incometax.gov.in or our help desk nos 1800 103 0025 & 1800 419 0025.
We will be glad to assist!
આજે ITR ફાઈલ ન કરવા પર દંડ લાગશે
31 જુલાઈ પછી પણ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકાશે, તેમ કરનારા કરદાતાઓને દંડ પણ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિની વાર્ષિક આવક 5 લાખથી વધુ હોય તો તેને 5000 રૂપિયાનો દંડ ભરવો પડશે. તે જ સમયે, જો કોઈની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી છે, તો તેને દંડ તરીકે 1 હજાર રૂપિયા ચૂકવવા પડશે.
ITR ફાઇલ કરવામાં સમસ્યા
ITR ફાઇલ કરવામાં ઘણા લોકોને સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સોશિયલ મીડિયા પર ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવવાની જોરદાર માંગ છે. એક યુઝરે ટ્વીટ કર્યું કે, “હું મારા ITR-3ને વેરિફાય કરી શકતો નથી. જ્યારે હું ચકાસવા માટે આગળ વધુ છું , ત્યારે એક ભૂલ દેખાય છે. વિગતો શેર કરી રહ્યો છું. કૃપા કરીને બને તેટલી વહેલી તકે મદદ કરો.”
તારીખ લંબાવવામાં નહીં આવે
1 ઓગસ્ટથી ITR ફાઇલ કરવા માટે દંડ ભરવો પડશે. દંડથી બચવા માટે આવકવેરા વિભાગ કરદાતાઓને ITR ફાઈલ કરવા માટે સતત મેસેજ મોકલી રહ્યું છે. આ સાથે આવકવેરા વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું છે કે હવે ITR ફાઇલ કરવાની સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં. 30મી જુલાઈ સુધી 5 કરોડથી વધુ લોકોએ ITR ફાઈલ કર્યું છે.