શોધખોળ કરો

Gautam Adani : દુનિયાના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બન્યા ગૌતમ અદાણી, આ સ્થાને પહોંચનાર એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા

તેમણે ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. વિશ્વના અમીરોની યાદીમાં હવે માત્ર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ જ તેમનાથી આગળ છે.

નવી દિલ્હીઃ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. તેમણે ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ટને પછાડીને આ સ્થાન હાંસલ કર્યું છે. વિશ્વના અમીરોની યાદીમાં હવે માત્ર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક અને એમેઝોનના સંસ્થાપક જેફ બેઝોસ જ તેમનાથી આગળ છે. આ સિદ્ધિ મેળવનાર અદાણી એશિયાના પ્રથમ વ્યક્તિ છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, 60 વર્ષીય અદાણીની નેટવર્થ 137.4 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ 60.9 બિલિયન ડોલર વધી છે. ફેબ્રુઆરીમાં તે મુકેશ અંબાણીને પછાડીને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા હતા. એપ્રિલમાં તેમની નેટવર્થ 100 બિલિયન ડોલરને વટાવી ગઈ હતી અને ગયા મહિને તેઓ માઇક્રોસોફ્ટના બિલ ગેટ્સને પાછળ છોડીને વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબર પર પહોંચી ગયા હતા. અમીરોની યાદીમાં મુકેશ અંબાણી અને ચીનના જેક મા ક્યારેય આટલે સુધી પહોંચી શક્યા નથી. મુકેશ અંબાણી એક સમયે વિશ્વના અમીરોની યાદીમાં ચોથા નંબરે પહોંચી ગયા હતા. પરંતુ અદાણી તેમના કરતા એક ડગલું આગળ નીકળી ગયા છે.

અદાણીએ તાજેતરના વર્ષોમાં તેમના બિઝનેસને નોંધપાત્ર રીતે વિસ્તાર્યો છે. તેમણે પોતાના બિઝનેસની શરૂઆત હીરાના વેપારથી કરી હતી પરંતુ પછી કોલસાના વ્યવસાયમાં જોડાઈ ગયા. આજે તેમનું જૂથ કોલસાથી લઈને પોર્ટ્સ, મીડિયા, સિમેન્ટ, એલ્યુમિના અને ડેટા સેન્ટર સુધીના બિઝનેસમાં છે. અદાણી ગ્રૂપ માર્કેટ કેપની દૃષ્ટિએ દેશનું બીજું સૌથી મોટું સમૂહ બની ગયું છે. આ જૂથ દેશમાં ખાનગી ક્ષેત્રનું સૌથી મોટું પોર્ટ અને એરપોર્ટ ઓપરેટર છે. આ સાથે તે શહેર ગેસ વિતરણ અને કોલ માઇનિંગમાં પણ નંબર વન પર છે. અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી પર 70 બિલિયન ડોલરના રોકાણની પણ જાહેરાત કરી છે.

અદાણી ગ્રુપના કેટલાક શેર 2020 પછી 1000 ટકા સુધી વધ્યા છે. જેના કારણે અદાણીની નેટવર્થ રોકેટની ઝડપે વધી હતી. સોમવારે તેમની નેટવર્થ 1.12 બિલિયન ડોલર વધીને 137 બિલિયન ડોલર ઉપર પહોંચી ગઈ. બીજી તરફ, ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટની નેટવર્થ 1.37 બિલિયન ડોલર ઘટીને 136 બિલિયન ડોલર થઈ છે. મુકેશ અંબાણી 91.9 અબજ ડોલરની સંપત્તિ સાથે વિશ્વના અમીરોની યાદીમાં 11મા ક્રમે છે. આ વર્ષે તેમની નેટવર્થમાં માત્ર 1.96 બિલિયન ડોલરનો વધારો થયો છે. વિશ્વના અમીરોની યાદીમાં મસ્ક 251 અબજ ડોલરની સંપત્તિ સાથે પ્રથમ અને બેઝોસ 152 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ

Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ

Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ

ABP Premium

વિડિઓઝ

Today Rain Update | રાજ્યમાં આગામી 24 કલાક પડશે ગાજવીજ સાથે ભારે વરસાદBanaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Victory Parade: મુંબઇમાં નીકળશે ટીમ ઇન્ડિયાનું વિજયી સરઘસ, આ રસ્તાઓ રહેશે બંધ, ટ્રાફિક પોલીસનું એલર્ટ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના ગ્રાન્ડ વેડિંગમાં પરફોર્મ કરશે આ ઇન્ટરનેશનલ સ્ટાર્સ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
Ahmedabad: અમદાવાદમાં કોંગ્રેસ ભવન પર હુમલાને લઈ ધારાસભ્ય શૈલેષ પરમારે નોંધાવી પોલીસ ફરિયાદ
ક્યાંક પુર તો ક્યાંક કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડશેઃ અંબાલાલ પટેલની આગાહી

ખાલી પેટ લીંબુના પાણી સાથે ચિયા સીડ્સ મિક્સ કરીને પીઓ, અઠવાડિયામાં શરીરમાં દેખાવા લાગશે ફેરફાર

24,700 શિક્ષકોની ભરતીમાં TET 1 અને TET 2 ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય, પ્રમાણપત્ર માન્યતા અંગે આ છે નિયમ?

હાથરસના બાબાની કાળી કરતૂતઃ ઢોંગી, દારૂની લત અને આશ્રમમાં 16-17 વર્ષની છોકરીઓ બોલાવીને.....

Embed widget