હિંડનબર્ગના રિપોર્ટ પછી ફરી એક વખત ગૌતમ અદાણી એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ બન્યા, જાણો કેટલી વધી સંપત્તિ
Gautam Adani News: ગૌતમ અદાણી ફરી એકવાર એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. થોડા દિવસો પહેલા ચીનના અબજોપતિએ તેને પાછળ છોડી દીધા હતા.
Gautam Adani: અદાણી ગ્રૂપના માલિક ગૌતમ અદાણીએ ફરીથી ઉંચી છલાંગ લગાવીને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિનો દરજ્જો હાંસલ કર્યો છે. ગૌતમ અદાણીએ માત્ર એક જ દિવસમાં રેકોર્ડ કમાણી કરી લીધી છે. 24 કલાક દરમિયાન તેમની સંપત્તિમાં 52.5 મિલિયન ડોલરનો વધારો થયો છે.
વિશ્વના અમીરોમાં ગૌતમ અદાણી 18મા નંબરે પહોંચી ગયા છે. આ મોટી છલાંગ બાદ અદાણીએ ચીનના અબજોપતિ ઝોંગ શાનશાનને પાછળ છોડી દીધા છે. અમીરોની યાદીમાં ચીનના અબજોપતિ 19મા નંબરે છે અને તેમની કુલ સંપત્તિ 61.9 અબજ ડોલર છે. જણાવી દઈએ કે ઝોંગ શાનશાન લાંબા સમયથી એશિયાના બીજા સૌથી અમીર વ્યક્તિના સ્થાન પર હતા, પરંતુ ગૌતમ અદાણીએ તેમને વચ્ચે છોડી દીધા હતા. બાદમાં ફરી ચીનના અબજોપતિએ વળતો પ્રહાર કર્યો હતો અને ફરી એકવાર તે પાછળ ગયો છે.
ગૌતમ અદાણીની નેટવર્થ
ભારત અને એશિયાના બીજા સૌથી ધનાઢ્ય વ્યક્તિ ગૌતમ અદાણીએ (Gautam Adani) બુધવારે $5.25 મિલિયનની કમાણી કરી કારણ કે તેમની કંપનીઓએ તેમના શેરોમાં મજબૂત રેલી જોઈ હતી. બ્લૂમબર્ગ બિલિયોનેર ઈન્ડેક્સ અનુસાર, હવે ગૌતમ અદાણીની નેટવર્થ $62.3 બિલિયન થઈ ગઈ છે. જોકે, આ વર્ષે ગૌતમ અદાણીની પ્રોપર્ટીમાં પણ $58.2 બિલિયનનું નુકસાન થયું છે.
અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે
એશિયાના સૌથી અમીર વ્યક્તિની વાત કરીએ તો મુકેશ અંબાણી આજે પણ આ સ્થાન પર બિરાજમાન છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર તેમની કુલ સંપત્તિ $85.9 બિલિયન છે. બુધવારે મુકેશ અંબાણીને $71.1 મિલિયનનો નફો થયો હતો. મુકેશ અંબાણીને આ વર્ષે $1.23 બિલિયનનું નુકસાન થયું છે.
રિકવરીના ટ્રેક પર અદાણી
24 જાન્યુઆરીએ ગૌતમ અદાણીની કંપની પર અમેરિકન શોર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગનો રિપોર્ટ આવ્યો હતો, જેમાં અદાણી ગ્રુપ પર ઘણા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ ગૌતમ અદાણીની કંપનીઓના માર્કેટ કેપમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આ સાથે ગૌતમ અદાણીની નેટવર્થમાં ભારે ઘટાડો નોંધાયો હતો અને અદાણી વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિમાંથી 36માં સ્થાને પહોંચી ગયા હતા. જો કે, અદાણી ગ્રુપ ઘણી હદ સુધી રિકવર થઈ ગયું છે.