Gautam Adani: ગૌતમ અદાણીનું નામ જોડાતા જ આ કંપનીનો સ્ટોક રોકેટ ગતિએ ભાગ્યો, 3 દિવસમાં 15%નો ઉછાળો
કંપનીનો શેર ગઈકાલે સતત ત્રીજા દિવસે 5 ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચા છે કે ગૌતમ અદાણી તેમાં હિસ્સો ખરીદી શકે છે.
PTC India Share Price: દેશની પાવર ટ્રેડિંગ કંપની પીટીસી ઇન્ડિયા લિમિટેડ (PTC India Ltd) છેલ્લા 1 વર્ષથી ભારે દબાણનો સામનો કરી રહી હતી. પરંતુ દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના આ કંપનીમાં જોડાવાના સમાચાર સામે આવતા જ આ કંપનીનો શેર 3 દિવસમાં 15 ટકાના ઉછાળા સાથે અપર સર્કિટને સ્પર્શી ગયો હતો. જાણો શું છે ખાસ..
ત્રીજા દિવસે 5 ટકા અપર સર્કિટ
પીટીસી ઇન્ડિયા લિમિટેડ (PTC India Ltd Stock) નો શેર ગઈકાલે સતત ત્રીજા દિવસે 5 ટકાની ઉપલી સર્કિટને સ્પર્શ્યો છે. મીડિયા રિપોર્ટ્સમાં એવી ચર્ચા છે કે ગૌતમ અદાણી તેમાં હિસ્સો ખરીદી શકે છે. તે પછી જ આ સ્ટોક 3 દિવસમાં 15 ટકા જેટલો વધી ગયો છે. સરકારી વીજ કંપનીઓ પણ આ કંપનીમાં રોકાણ ધરાવે છે. અદાણીની સાથે અન્ય ઘણી કંપનીઓ તેમાં હિસ્સો ખરીદવાની યોજના બનાવી રહી છે.
4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે
અદાણી ગ્રુપ પીટીસી ઈન્ડિયામાં તેનો હિસ્સો ખરીદે તેવી અપેક્ષા છે. પીટીસી ઈન્ડિયાની પ્રમોટર કંપનીઓમાં એનટીપીસી લિમિટેડ, એનએચપીસી લિમિટેડ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને પાવર ફાઈનાન્સ કોર્પોરેશનનો સમાવેશ થાય છે. આ તમામ કંપનીઓ તેમનો 4 ટકા હિસ્સો વેચવા તૈયાર છે.
જાણો સ્ટોકમાં કેટલો વધારો થયો છે
પીટીસી ઈન્ડિયાનો શેર બુધવારે 3.38 ટકાના વધારા સાથે રૂ. 94.90 પર ખૂલ્યો હતો અને પછી 4.96 ટકા વધીને રૂ. 96.35 પર પહોંચ્યો હતો. શેર તેની 5 દિવસ, 20 દિવસ, 50 દિવસ, 100 દિવસ અને 200 દિવસની મૂવિંગ એવરેજથી ઉપર ટ્રેડ થઈ રહ્યો છે. છેલ્લા 1 વર્ષમાં PTC ઈન્ડિયાના શેરમાં 11.12 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ વર્ષે તેમાં 18.8 ટકાનો વધારો થયો છે. આ કંપનીનું માર્કેટ કેપ 2,852.04 કરોડ રૂપિયા છે.
ગઈકાલે ભારતીય શેરબજાર સતત બીજા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. સેક્ટરમાં મેટલ ઈન્ડેક્સ 1 ટકા જ્યારે એફએમસીજી, ફાર્મા અને ઓટો દરેક 0.5 ટકા ઘટાડા સાથે બંધ થયા. આજે સેન્સેક્સ સપાટ સ્તરે બંધ થયો. વોલેટાલિટીના કારણે આજે સેન્સેક્સ 29.21 પોઇન્ટના ઘટાડા સાથે 60,086.27 પોઇન્ટ પર બંધ થયો. નિફ્ટી 23.95 પોઇન્ટના ઘટાડા સાથે 17,890.20 પર બંધ થઈ. માર્કેટ કેપ 2,80,23,777 થયું છે.
બીએસઈની સાઈટ પ્રમાણે બજાજા હિન્દ, ટાટા કોમ્યુનિકેશન, ટાટા ઈન્વેસ્ટ, લોયડ એસએમઈ, ગ્રેવેસ્કોટ વધ્યા હતા. જ્યારે ગોડફ્રે ફિલિપ, એમઆરએફ, સુપ્રીમ ઈન્ડ, સિંધુ ટ્રેડ ઘટ્યા હતા.