શોધખોળ કરો
Advertisement
પત્નીની કેરિયર માટે દિગ્ગજ કંપનીના સીઇઓએ છોડી દીધુ 750 કરોડ રૂપિયાનુ બૉનસ, જાણો વિગતે
રુબિન રિટરે કહ્યું કે તે આગામી વર્ષે રિટાયર થઇ જશે જેથી તેની પત્નીને પોતાની કેરિયર આગળ વધારવામાં મદદ મળે. હવે ઘર અને બાળકોની જવાબદારી તે સંભાળશે. રુબિન રિટર જો આવુ કરે છે તો તેને 10 કરોડ ડૉલર એટલે કે લગભગ 750 કરોડ રૂપિયાનુ બૉનસ છોડવુ પડશે
નવી દિલ્હીઃ ઓનલાઇન જર્મન ઓનલાઇન ફેશન રિટેલર જલાંડો એસઇના કૉ-સીઇઓ રુબિન રિટરે પત્નીની કેરિયર માટે 750 કરોડનુ બૉનસ છોડવાનો ફેંસલો કર્યો છે. રુબિન રિટરે કહ્યું કે તે આગામી વર્ષે રિટાયર થઇ જશે જેથી તેની પત્નીને પોતાની કેરિયર આગળ વધારવામાં મદદ મળે. હવે ઘર અને બાળકોની જવાબદારી તે સંભાળશે. રુબિન રિટર જો આવુ કરે છે તો તેને 10 કરોડ ડૉલર એટલે કે લગભગ 750 કરોડ રૂપિયાનુ બૉનસ છોડવુ પડશે.
બોર્ડમાં મહિલાઓના કારણે કંપનીની નિંદા
6 ડિસેમ્બર (2020)ને એક નિવેદનમાં રુબિન રિટરે કહ્યું કે, અમે મળીને આ ફેંસલો કર્યો છે. આગામી વર્ષોમાં પત્નીની કેરિયરને રફતાર આપવી અમારી પ્રાથમિકતા છે. રિટરની પત્ની જજ છે. જોકે રુબિન રિટરના આ ફેંસોલ બર્લિન સ્થિત કંપની જલાંડો એસઇની પબ્લિસિટી સ્ટન્ટ માનવામાં આવી રહ્યો છે. આ કંપની જેન્ડર અસમાનતાને લઇને કન્ઝ્યૂમરના નિશાને રહી છે. જલાંડે એસઇના મોટા ભાગના ગ્રાહકો મહિલાઓ છે, પરંતુ પાંચ સભ્યોના બ્રોડમાં બધા શ્વેત પુરુષો છે.
ગયા વર્ષે ઓલ બ્રાઇટ ફાઉન્ડેશને બોર્ડમાં મહિલાઓને ના રાખવા માટે આની જબરદસ્ત નિંદા થઇ હતી. આ પછી કંપનીએ ટૉપ એક્ઝિક્યૂટિવ લેવલ પર મહિલાઓની ભાગીદારી વધારવાનો વાયદો કર્યો હતો. કંપનીએ કહ્યું હતુ કે, તે 2023 સુધી મેનેજમેન્ટ બોર્ડમાં મહિલાઓની હાજરી વધારીને 40 ટકા કરી દેશે.
જેન્ડર-ગેપ મામલે જલાન્ડો જર્મનીની સૌથી પછાત કંપની
ખરેખરમાં જલાન્ડોમાં ટૉપ લેવલ પર મહિલાઓનુ પ્રતિનિધિત્વ ના હોવુ કોઇ અચરજની વાત નથી. યુરોપીય દેશોમાંથી જર્મની જેન્ડર પે-ગેપમાં ખુબ આગળ છે. એટલુ જ નહીં કંપીઓના બોર્ડમાં મહિલાઓનુ પ્રતિનિધિત્વનુ સ્તર યુરોપીય દેશોમાં સૌથી ઓછુ છે. ઓલબ્રાઇટ ફેડરેશન અનુસાર જર્મનીની સૌથી મોટી 160 કંપનીઓમાના બોર્ડમાં માત્ર 9.3 ટકા જ મહિલાઓ છે. જલાન્ડો ફેશન, સૉફ્ટવેર અને લૉજિસ્ટિકની પોતાની ક્ષમતાઓના પરિણામે કપડાંની સૌથી મોટી રિટેલર કંપની બની ગઇ છે. પરંપરાની ઉલટ આને ત્રણ કૉ-સીઇઓ મળીને ચલાવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement