Go First Crisis: Go First એ કરી મોટી જાહેરાત, જાણો કઇ તારીખ સુધી રદ્દ રહેશે ફ્લાઇટ્સ ?
Go First Crisis: ગો ફર્સ્ટે 3 મે, 2023ના રોજ તેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી
Go First Crisis: એવું લાગે છે કે ગો ફર્સ્ટની ફ્લાઇટ્સ સંકટનો અંત આવી રહ્યો નથી. ફરી એકવાર GoFirstએ માહિતી આપી છે કે તેની ફ્લાઈટ્સનું કેન્સિલેશન યથાવત રહેશે. GoFirst એ તેના ટ્વીટ દ્વારા માહિતી આપી છે કે એરલાઇન્સની ફ્લાઇટ્સ 18 ઓગસ્ટ સુધી રદ રહેશે. આ માટે કંપનીએ જૂના કારણોને જ જવાબદાર ગણાવ્યા છે.
Due to operational reasons, Go First flights until 18th August 2023 are cancelled: Go First pic.twitter.com/U39OxMSiRk
— ANI (@ANI) August 16, 2023
ટ્વિટમાં ગો ફર્સ્ટે શું કહ્યુ?
GoFirst એ ટ્વિટ કર્યું કે ઓપરેશનલ કારણોસર 18 જુલાઈ સુધી તેની તમામ ફ્લાઈટ્સ રદ કરશે. કંપનીએ ફરીથી મુસાફરોની માફી માંગી છે. એરલાઈન્સે ટ્વીટમાં એમ પણ કહ્યું કે કંપનીએ તાત્કાલિક ઉકેલ લાવવા અને કામગીરી શરૂ કરવા માટે અરજી દાખલ કરી છે. અમે ટૂંક સમયમાં ફરીથી બુકિંગ શરૂ કરી શકીશું. તમારા ધૈર્ય બદલ અમે તમારો આભાર માનીએ છીએ
GoFirst ફ્લાઇટ 105 દિવસથી બંધ
આર્થિક સંકટનો સામનો કરી રહેલા ગો ફર્સ્ટે 3 મે, 2023ના રોજ તેની તમામ ફ્લાઇટ્સ રદ કરવાની જાહેરાત કરી હતી. જે હજુ પણ યથાવત છે. નોંધનીય છે કે ઉડ્ડયન ક્ષેત્રના નિયમનકાર DGCAએ GoFirstને શરતો સાથે ઉડાણ ભરવાની મંજૂરી આપી છે. 3 મે 2023 થી ચાલી રહેલા આ કટોકટીનો અર્થ એ છે કે 105 દિવસ પછી પણ આ ખાનગી એરલાઇન તેની ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં સક્ષમ નથી.
DGCAએ ગો ફર્સ્ટને ક્યારે મંજૂરી આપી?
1 જુલાઈના રોજ એવિએશન સેક્ટના રેગ્યુલેટર DGCAએ GoFirstને શરતો સાથે ઉડાણ ભરવાની મંજૂરી આપી હતી. DGCA એ વચગાળાના ફંડની ઉપલબ્ધતા અને રેગ્યૂલેટર પાસેથી ફ્લાઇટ શિડ્યૂલની મંજૂરી પછી કામગીરી શરૂ કરવાનું કહ્યું હતું. આ અંતર્ગત ડીજીસીએએ ગો ફર્સ્ટને દરરોજ 15 એરક્રાફ્ટ સાથે 115 ફ્લાઈટ્સ ઓપરેટ કરવાની મંજૂરી આપી હતી.