શોધખોળ કરો

Gold Silver Price Today: અખાત્રીજ પહેલા સોના-ચાંદી થયા સસ્તા, જાણો આજના લેટેસ્ટ ભાવ

અમેરિકામાં ત્રીજા દિવસે બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવ્યો. તેનાથી સોનામાં રોકાણકારોનું હોલ્ડિંગ ઘટ્યું છે.

અમેરિકન બોન્ડના યીલ્ડમાં વધારાને કારણે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટી છે. રોકાણકારો સોનામાં રોકાણ પહેલા અમેરિકન કન્ઝ્યૂમર પ્રાઈસ ડેટાની રાહ જોઈ રહ્યા છે જેથી મોંઘવારીની જાણકારી મળી શકે. બીજી બાજુ ભારતમાં કોરોના સંક્રમણને કારણે બગડતી સ્થિતિથી ઘરેલુ માર્કેટમાં સોનાની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે.

બોન્ડ યીલ્ડમાં વધારાને કારણે સોનામાં રોકાણ ઘટ્યું

અમેરિકામાં ત્રીજા દિવસે બોન્ડ યીલ્ડમાં ઉછાળો આવ્યો. તેનાથી સોનામાં રોકાણકારોનું હોલ્ડિંગ ઘટ્યું છે. આ જ કારણે તેની કિંમતમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સરકાર ભારે સ્ટિમ્યુલસ પેકેજ આપે ત્યારે બજારમાં મોંઘવારી વધતી હોય છે અને લોકો તેના હેડિંગ માટે સોનામાં રોકાણ વધારતા હોય છે અથવા તો સોનું મોઘું થતું હોય છે. ભારતમાં ફિઝિકલ સોનાની માગ સતત ઘટી રહી છે કારણ કે મોટાભાગના રાજ્યોમાં લોકડાઉનને કારણે માર્કેટ બંધ છે અને જ્વેલરી સ્ટોરમાં લોકો નથી જઈ શકતા. અખાત્રીજ પહેલા સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્ટોર ન ખુલવાથી ફિઝિકલો સોનાનું વેચાણ નથી થઈ રહ્યું.

અખાત્રીજ પહેલા સોનાની કિંમતમાં ઘટાડો

બીજી બાજુ ઘરેલુ માર્કેટમાં એમસીએક્સ પર સોનાની કિંમત 0.32 ટકા એટલે કે 152 રૂપિયા ઘટીને 47481 રૂપાય પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ છે જ્યારે ચાંદીની કિંમત 0.74 ટકા એટલે કે 529 રૂપિયા ઘટીને 71400 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ. ત્યારે અખાત્રીજ પહેલા મંગળવારે હાજારમાં સોનાની કિંમત ઘટીને 47789 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર આવી ગઈ હતી જ્યારે ચાંદીની કિંમત પણ ઘટી હતી અને તે 70969 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી. અમદાવાદમાં બુધવારે હાજરમાં સોનું 47569 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યૂચર 47550 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં સોનું 0.1 ટકા ઘટીને 2961.52 ડોલર પ્રિત ઔંસ પર વેચાઈ રહ્યું છે જ્યારે ચાંદી 0.1 ટકા ઘટાડા સાથે 27.29 ડોલર પર ટ્રેડ થઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
Stock Market Highlights: લાલ નિશાનમાં માર્કેટ બંધ, આઈટી કંપનીઓના શેરમાં મોટો ઘટાડો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
SSY vs PPF: સુકન્યા સમૃદ્ધિ યોજના કે PPF, કઈ સ્કીમમાં મળશે વધુ ફાયદો? જાણો 
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
ક્રેડિટ કાર્ડથી દર મહિને ભરો છો ઘરનું ભાડું તો થઈ જાઓ સાવધાન! આ 5 ભૂલો પડી શકે છે ભારે
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત
SIP Calculator: 5 હજાર મહિને રોકાણથી 10, 20 અને 30 વર્ષમાં કેટલા પૈસા બને? સમજો ગણિત

વિડિઓઝ

Nitin Nabin New Team : ભાજપની નવી કેન્દ્રીય ટીમ જાહેર, ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન?
Gujarat Rain Breaking : આજે આગાહી વચ્ચે ગુજરાતમાં ક્યાં ક્યાં શરૂ થયો વરસાદ?
Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
ભાજપની નવી ટીમ જાહેર: નીતિન નવીનની ટીમમાં UPના આ મુસ્લિમ નેતાને મળ્યું સ્થાન
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Embed widget