શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Gold Rate Today: બજેટ બાદ સોના-ચાંદીમાં કડાકો, જાણો શું છે આજના લેટેસ્ટ ભાવ
અમદાવાદમાં મંગળવારો હાજર સોનું 48724 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48394 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે.
મંગળારે એમસીએક્સમાં સોના અને ચાંદીમાં મોટો ઘટાડો જડોવા મળ્યો છે. સોનામાં 0.56 ટકાનો ઘટાડો નોંધઆયો છે. તે 272 રૂપિયા ઘટીને 48888 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. ચાંદીમાં પણ 2.2 ટકાનો ઘટાડો નોંધાયો અને તે 1620 રૂપિયા ઘટીને 72046 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું. સોમવારે દિલ્હીમાં સોનું 1324 રૂપિયા ઘટીને 47520 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. જ્યારે ચાંદી 3461 રૂપિયા વધીને 72470 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું.
વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ ઘટ્યા
અમદાવાદમાં મંગળવારો હાજર સોનું 48724 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે જ્યારે ગોલ્ડ ફ્યૂચર 48394 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર વેચાઈ રહ્યું છે. વૈશ્વિક બજારમાં સિલ્વર 1.5 ટકા ઘટીને 28.54 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે જ્યારે હાજર સોનું 1860.36 ડોલર પ્રતિ ઔંસ પર સ્થિર રહ્યું છે. યૂએસ ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા ઘટીને 1861.90 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.
બજેટથી સોના અને ચાંદીમાં કડાકો
બજેટ પહેલા સોના અને ચાંદીની કિંમતમાં સારો એવો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ બજેટમાં સોના પર ડ્યૂટી ઘટાડતા સસ્તુ થવાની શક્યતા વધી ગઈ છે. કોરોના મહામારીને કારણે વિતેલા વર્ષે 2020માં સોનાની માગમાં ઘટાડો આવ્યો હતો. 2020માં વૈશ્વિક સ્તર પર સોનાની માગ 11 વર્ષની નીચલી સપાટી પર પહોંચી ગઈ હતી. ભારતની વાત કરીએ તો અહીં પણ સોનાની માગમાં 35.34 ટકાનો મોટો ઘટાડો નોંધાયો હતો અને વિતેલા વર્ષ 2020માં માત્ર 446.4 ટન ગોલ્ડની માગ રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના 2020 ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ રિપોર્ટ્સ અનુસાર ભારતમાં 2019માં 690.4 ટનની સોનાની માગ રહી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ અનુસાર કોરોના મહામારીને કારણે લગાવવામાં આવેલ લોકડાઉન અને ગોલ્ડના રેકોર્ડ ભાવને કારણે તેની માગમાં ઘટાડો આવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
મનોરંજન
બિઝનેસ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion